Bajra Cutlet Recipe In Gujarati : બાજરી એક પૌષ્ટિક અનાજ છે, જે શિયાળામાં બહુ ખાવામાં આવે છે. બાજરીના લોટ માંથી રોટલો, વડા, થેપલા, રાબ, લાડુ, ખીચડી સહિત ઘણી વાનગીઓ બને છે. અહીં બાજરીના લોટ માંથી એક સ્પેશિયલ વાનગી બાજરી કટલેટ બનાવવાની રીત આપી છે, જે પૌષ્ટિક અને સ્વાદિષ્ટ છે. ઓછી સામગ્રીમાં ફટાફટ તૈયાર થતી બાજરી કટલેટ નાના બાળક થી લઇ મોટા વ્યક્તિને પણ ખાવી ગમે છે. ચાલો જાણીયે બાજરી કટલેટ બનાવવાની સરળ રીત
બાજરી કટલેટ બનાવવા માટે સામગ્રી
બાજરીનો લોટ : 1 વાટકીચણાનો લોટ : 3 ચમચીબટાકા : 2 નંગ બાફેલાસફેદ તલ : 2 કપઅજમો : અડધી ચમચીધાણા જીરું પાઉડર : 1 ચમચીહળદર પાઉડર : 1 ચમચીખાંડ : 1 ચમચીલાલ મરચું પાઉડર : 1 ચમચીઆદુ લસણ મરચાની પેસ્ટ : 2 ચમચીનમક : સ્વાદ મુજબલીલું કોથમીર : 1 કપજીરું : 1 ચમચીલીંબુનો રસ : 1 ચમચીતેલ : તળવા અને મોણ માટે
Millet Cutlet Recipe In Gujarati | બાજરી કટલેટ બનાવવાની રીત
બાજરીના સ્ટફિંગ વાળી વડા બનાવવા માટે સૌ પ્રથમ એક મોટા વાસણમાં 1 વાટકી બાજરીનો લોટ અને 2 કપ ચણાનો લોટ લો. તેમા અજમો, આદુ લસણ મરચાની પેસ્ટ, બધા મસાલા, લીલું કોથમીર, મોણ માટે તેલ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બધી સામગ્રી મિક્સ કરો. પાણી ઉમેરી નરમ લોટ બાંધો. લોટ બાંધીને 5 મિનિટ સુધી ઢાંકીનો રાખી મૂકો.
આ દરમિયાન 2 નંગ બાફેલા બટાકા, બધા મસાલા, લીલું કોથમીર, લીંબુનો રસ અને મીઠું ઉમેરો. પછી બધી સામગ્રી મિક્સ કરી સ્ટફિંગ માટે મસાલો તૈયાર કરો.
હવે હાથમાં સહેજ તેલ લગાવો. પછી હાથ વડે કે પાટલી પર વણીને બાજરીના લોટ માંથી પુરી બનાવો. પછી તેમા બટાકાનું સ્ટફિંગ ભરો. હવે હાથ વડે ધુધરા બનાવો તે રીતે સ્ટફિંગને ચારે બાજુથી પુરી વડે કવર કરી લો. પછી તેને સફેદ તલમાં રગડોળો.
આ પણ વાંચો | મહેસાણાનું પ્રખ્યાત ડુંગળીયું બનાવવાની રીત
હવે એક કઢાઇમાં તેલ ગરમ કરો. હવે ઓછા તેલમાં બાજરી કટલેટ મધ્યમ તાપે તળો. બાજરી કટલેટ બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો. બાજર કટલેટ ગ્રીન અને રેટ ચટણી સાથે ખાવાની મજા પડશે. બાજરી કટલેટ સવાર અને સાંજે નાસ્તામાં ખાવા માટે ઉત્તમ વાનગી છે.





