Mindfulness Meditation Tips : માઇન્ડફુલનેસ મેડિટેશન માટે અસરકારક ટિપ્સ,એકંદર સુખાકારીમાં કરશે વધારો

Mindfulness Meditation Tips : ''ધ્યાન'' એક સાથી જેવું હોવું જોઈએ જે તમારી પડખે ચાલે, સભાન અને અર્ધજાગ્રત મન વચ્ચેના અંતરને સતત દૂર કરે, ''ધ્યાન'' તણાવ માંથી મુક્તિ મેવવાની એક અસરકારક ચાવી છે.

Mindfulness Meditation Tips : ''ધ્યાન'' એક સાથી જેવું હોવું જોઈએ જે તમારી પડખે ચાલે, સભાન અને અર્ધજાગ્રત મન વચ્ચેના અંતરને સતત દૂર કરે, ''ધ્યાન'' તણાવ માંથી મુક્તિ મેવવાની એક અસરકારક ચાવી છે.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Effective tips for mindfulness meditation (Photo: Canva, Freepik)

માઇન્ડફુલનેસ મેડિટેશન માટે અસરકારક ટિપ્સ (Photo: Canva, Freepik)

આપણે શારીરિક સ્વાસ્થ્યની સુખાકારી માટે શું નથી કરતા!! લોકો અવનવા નુસખા કરતા હોય છે, આ નિયમ આપણી માનસિક સ્વાસ્થ્ય માટે પણ લાગુ પડે છે. દિવસ દરમિયાન માણસને હજારો વિચારો આવતા હોય છે.

Advertisment

જો વધારે ચોક્કસ કહીયે તો, વર્ષ 2005 માં નેશનલ સાયન્સ ફાઉન્ડેશને રોજના માનવ વિચારો પર સંશોધનનો સારાંશ આપતો લેખ પ્રકાશિત કર્યો હતો, જેમાં એવું જાણવા મળ્યું હતું કે સરેરાશ વ્યક્તિને દરરોજ લગભગ 12,000 થી 60,000 વિચારો આવતા હોય છે.આ વિચારોમાં ઘણા પોઝિટિવ અને નેગેટિવ બન્ને પ્રકારના વિચારો આવી શકે છે.તેથી મનની શાંતિ માટે અને આ બધા વિચારોના વંટોળથી થતી હતાશા, નકારાત્મકતા, તણાવમાંથી મુક્તિ મેળવવા માટે ધ્યાન કરવું અગત્યનું બની જાય છે.

સામાજિક કાર્યકર અને આધ્યાત્મિક ટ્રેનર મધુ સિંઘ, મુખ્ય માર્ગદર્શક, વેરેનિયમે જણાવ્યું હતું કે, આ, આખરે તમને તણાવ તરફ દોરી જાય છે,એટલા માટે ધ્યાન અને માઇન્ડફુલનેસની પ્રેક્ટિસ દ્વારા આપણા મનને ટ્રેનિંગ આપવી જરૂરી છે.

આ પણ વાંચો: Shravan Fasting : શ્રાવણના ઉપવાસ દરમિયાન આ હેલ્ધી ડ્રિંક્સ હાઈડ્રેટેડ રહેવામાં થશે મદદગાર

Advertisment

મેડિટેશનનું મહત્વ

''ધ્યાન'' કરવાની પ્રેક્ટિસએ રોજિંદા જીવનનો ભાગ તરીકે લેવું જોઈએ, તે એક સાથી જેવું હોવું જોઈએ જે તમારી પડખે ચાલે, સભાન અને અર્ધજાગ્રત મન વચ્ચેના અંતરને સતત દૂર કરે. ધ્યાનની સ્થિતિની શાંતિ'અધિષ્ઠાન' (બેઠક સત્ર) થી આગળ વધીને આપણા રોજિંદા જીવનની તમામ પ્રવૃત્તિઓ અને પરિસ્થિતિઓ સાથે સુમેળ સાધવો જોઈએ. સિંઘ કહે છે કે આને ધ્યાનાત્મક જીવન તરીકે ઓળખવામાં આવે છે અને તે વ્યક્તિના મનને પ્રતિભાવશીલ અને સભાન ઇકોસિસ્ટમમાં રૂપાંતરિત કરવા માટે અનિવાર્ય છે.

આ સિદ્ધાંતો અપનાવો

  • પ્રેક્ટિસની નિયમિતતાને તોડવી જોઈએ નહીં, ખાસ કરીને પ્રારંભિક તબક્કામાં. સુસંગતતા એ સફળતાની એકમાત્ર ચાવી છે.
  • વ્યક્તિએ ધ્યાનની એકાગ્રતા -આધારિત તકનીકો કરતાં જાગૃતિ આધારિત તકનીકોને પ્રાધાન્ય આપવું જોઈએ. સૌથી સરળ તકનીકોમાંની એક છે કે તમે સભાનપણે તમારા કુદરતી શ્વાસોચ્છવાસમાં જાગૃતિ લાવવી.
  • તમામ લાગણીઓ અને વિચારોને અલગ અને નિર્ણાયક અવલોકન દ્વારા સ્વીકારો. આ આપણા સારા અને ખરાબ અને સાચા અને ખોટાની આપણી વિભાવનાઓ અનુસાર મનને ખૂબ પ્રભાવિત કરે છે, જે પરિણામે, તણાવ, હતાશા અને કંટાળાજનક ચક્રને ઘટાડે છે.
  • તમારી જાત પ્રત્યે ઉદાર બનો.

આ પણ વાંચો: Sweet Potatoes : શક્કરીયા સ્વાસ્થ્ય માટે ગુણકારી, જાણો અહીં સેવન કરવાના ફાયદા-ગેર ફાયદા વિષે

આ સિદ્ધાંતો સાધકને એ સુનિશ્ચિત કરવામાં મદદ કરશે કે તેની પ્રેક્ટિસ સમય અને સ્પેસ સુધી મર્યાદિત નથી પરંતુ શાંતિ, ધ્યાન અને ચેતનાની ઓપરેટિંગ સિસ્ટમમાં પરિવર્તિત થાય છે . આવા અસ્તિત્વની પોઝિટિવ અસરો પુષ્કળ હશે અને તે જ્ઞાનાત્મક ક્ષમતા વધારવામાં મદદ કરશે.

જો કે, ધ્યાનની દુનિયામાં મન અને શરીર (સમગ્ર રૂપે બોડી-માઇન્ડ તરીકે ઓળખાય છે) વચ્ચે વૈચારિક રીતે કોઈ તફાવત નથી, તેથી શારીરિક ફાયદા પણ છે જેમ કે, રોગપ્રતિકારક શક્તિ,કરોડરજ્જુ અને સ્નાયુઓમાં સુધાર વગેરે રીતે ફાયદાકારક સાબિત થઇ શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ જીવનશૈલી ટ્રેન્ડિંગ ન્યૂઝ health tips