Mini Heart Attack Symptoms Body And Treatment: હાર્ટ એટેક ગંભીર બીમારી છે. બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી, નબળો આહાર અને વધુ તણાવને કારણે હાર્ટ એટેકના કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે. આજના સમયમાં વૃદ્ધોની સાથે યુવાનો પણ હાર્ટ એટેક જેવી ગંભીર બીમારીનો ભોગ બની રહ્યા છે. તેવી જ રીતે મીની હાર્ટ એટેક પણ આવે છે. જો તેના પ્રારંભિક લક્ષણોને ઓળખીને સમયસર સારવાર ન કરવામાં આવે તો ભવિષ્યમાં તે એક મોટો હાર્ટ એટેક બની શકે છે. એશિયન હોસ્પિટલના ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ અને સિનિયર કન્સલ્ટન્ટ ડો.પ્રતીક ચૌધરીએ જણાવ્યું હતું કે હાર્ટ એટેકના પ્રારંભિક લક્ષણો શું છે અને હાર્ટ એટેક આવે તો તરત શું કરવું જોઈએ.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) અનુસાર, વિશ્વભરમાં દર વર્ષે 17.9 મિલિયન લોકો હૃદયરોગથી મૃત્યુ પામે છે. ઘણા અભ્યાસો દર્શાવે છે કે દર 5 માંથી 4 મૃત્યુ હાર્ટ એટેકને કારણે થાય છે. હાર્ટ એટેક એકદમ અને અચાનક આવે છે, પરંતુ હાર્ટ એટેક આવે તે પહેલાં શરીર કેટલાક સંકેતો આપે છે. તેને સમયસર ઓળખી તમે તમારો જીવ બચાવી શકો છો.
મીની હાર્ટ એટેક એટલે શું? What Is Mini Heart Attack?
તબીબી ભાષામાં મિનિ હાર્ટ એટેકને ઘણી વખત NSTEMI (Non-ST Elevation Myocardial Infarction) તરીકે ઓળખવામાં આવે છે. આમાં, હૃદયને લોહીનો પુરવઠો થોડા સમય માટે વિક્ષેપિત થાય છે, પરંતુ ત્યાં કોઈ સંપૂર્ણ અવરોધ નથી. ભલે તે હાર્ટ એટેક જેવું લાગે, પરંતુ તેના લક્ષણો હાર્ટ એટેક સુધી ટકતા નથી.
તે માત્ર થોડી મિનિટો સુધી જ રહે છે અને હાર્ટ એટેક જેવા લક્ષણો પેદા કરે છે, પરંતુ તેનાથી હૃદયના સ્નાયુઓને કાયમી નુકસાન થતું નથી. તેની અસર અન્ય પ્રકારના હાર્ટ એટેક કરતા ઓછી હોઈ શકે છે, પરંતુ તે હજી પણ એક ગંભીર સ્થિતિ છે.
Mini Heart Attack Symptoms : મિની હાર્ટ એટેકના લક્ષણ
- છાતીમાં હળવું દબાણ અથવા બળતરા થવી
- શ્વાસ લેવામાં તકલીફ
- બેચેની અને થાક
- ઉબકા અને ચક્કર આવવા
છાતીમાં હળવું દબાણ અથવા બળતરા થવી
મીની હાર્ટ એટેકમાં છાતીમાં થોડું દબાણ આવી શકે છે અથવા છાતીની મધ્યમાં થોડો દુખાવો, દબાણ અથવા ભારેપણું થઇ શકે છે. જો કે, આ દુખાવો થોડી મિનિટો સુધી રહી શકે છે અને પછી દૂર થઈ જાય છે.
શ્વાસ લેવામાં તકલીફ
મિની હાર્ટ એટેક આવવાની સ્થિતિમાં શ્વાસ લેવામાં તકલીફ થાય છે. સામાન્ય રીતે લોકો સમજે છે કે કામ કરવાને કારણે કે વધુ પડતા ચાલવાને કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે, પરંતુ તેને હળવાશથી ન લેવું જોઈએ, કારણ કે તે મિની હાર્ટ એટેક તરફ ઇશારો કરી શકે છે.
બેચેની અને થાક
થાક લાગવો અથવા વધુ મહેનત કર્યા વિના પણ અચાનક નબળાઇ અનુભવવી એ પણ હાર્ટ એટેકનું લક્ષણ હોઈ શકે છે. આવી સ્થિતિમાં, ડોક્ટરની સલાહ લેવી જોઈએ અને આરોગ્યની કાળજી લેવી જોઈએ.
ઉબકા અને ચક્કર આવવા
સામાન્ય રીતે લોકોને કામના ધસારામાં ઉબકા અને ચક્કર આવે છે અને લોકોને લાગે છે કે આ વધારે પડતા કામને કારણે થઈ રહ્યું છે, પરંતુ એવું નથી. જો તમે આવા લક્ષણો જોઈ રહ્યા છો, તો આ મીની હાર્ટ એટેકના લક્ષણો હોઈ શકે છે.





