/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/07/Mixed-Veg-paratha-Recipe-for-Home.jpg)
Tasty and Stuffed Mixed Veg Paratha Recipe: મિક્સ વેજિટેબલ પરાઠા બનાવવાની રીત (Photo : Freepik)
Easy Mixed Veg Paratha Recipe: સવારનો નાસ્તો સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ હોવો જરૂરી છે. જો બ્રેકફાસ્ટમાં સ્વાદિષ્ટ મળે તો તેનાથી પેટ ભરાઈ જાય છે અને આખો દિવસ શરીર ઊર્જાવાન લાગે છે. સ્કૂલ કે કોલેજ કે ઓફિસ જવાનું હોય, સવારે નાસ્તો કરવો દરેક માટે ખૂબ જ જરૂરી છે. વરસાદની સીઝનમાં સવારે મિક્સ વેજ પરાઠા મળે તો મજા પડી જાય. મિક્સ વેજ પરાઠા ઘરમાં સરળતાથી બની જાય છે. પરંતુ ઘણા લોકોની ફરિયાદ છે કે ઘરે બનેલા પરાઠામાં રેસ્ટોરન્ટ કે ઢાબા જેવો સ્વાદ નથી આવતો. આવી સ્થિતિમાં, અમે અહીં તમારા માટે ખાસ રેસીપી લાવ્યા છીએ. જો આ રીતે બનાવશો વેજીટેબલ પરાઠા તો પરિવારના સભ્યો હોંશે હોશે ખાશે.
Mixed Veg Paratha Recipe Ingredients : મિક્સ વેજ પરાઠા બનાવવા માટે સામગ્રી
લોટ બાંધવા માટે
- ઘઉંનો લોટ - 2½ કપ
- મીઠું - 1/2 ચમચી
- તેલ - 3 ચમચી
- પાણી
સ્ટફિંગ માટે શાકભાજી
- 2 નંગ બટાકા બાફેલા
- 1 નંગ - ગાજર ઝીણેલું
- 1 કપ - કોબીજ ઝીણું સમારેલું
- 1/2 કપ - વટાણા
- 1/2 ચમચી - મીઠું
પરાઠામાં સ્ટફિંગ માટે મસાલો
- 2 ચમચી તેલ
- 1/2 ચમચી આદુ લસણની પેસ્ટ
- 2 નંગ મરચા ઝીણા સમારેલી
- 1/2 ચમચી ગરમ મસાલો
- 1/2 ચમચીજીરા પાવડર
- 1/2 ચમચી આમચૂર પાઉડર
- 1/2 ચમચી લીલું કોથમીર
- 1/4 ચમચી અજમો
- ચપટી હીંગ
- 1 કપ પનીર છીણેલું
Mixed Veg Paratha Recipe : મિક્સ વેજ પરાઠા બનાવવાની રીત
પરાઠા માટે ઘઉંનો લોટ બાંધો
સૌથી પહેલા પરાઠા માટે ઘઉંના લોટનું કણક તૈયાર કરવો પડશે. આ માટે એક મોટા બાઉલમાં ઘઉંનો લોટ લો. તેમાં મીઠું અને તેલ ઉમેરી સારી રીતે મિક્સ કરી લો. પછી તેમા પાણી ઉમેરી લોટને સારી રીતે મસળી લો. ત્યારબાદ ઘઉંના લોટ પર તેલ લગાવીને 30 મિનિટ માટે ઢાંકીને મૂકી રાખો.
પરાઠા માટે શાકભાજીનું પુરણ તૈયાર કરો
પ્રેશર કુકરમાં પાણી નાંખી બટાકા, કોબીજ, ગાજર, બીન્સ, વટાણા બાફી લો. બધા શાકભાજી 4 થી 5 સીટી વાગે ત્યાં સુધી બાફો. ત્યારબાદ બધા શાકભાજી કૂકરમાં ચમચ વડે મેશ કરી લો. હવે એક કઢાઇમાં તેલ ગરમ કરો. પછી તેમાં આદુ લસણની પેસ્ટ અને 1 મરચું ઉમેરીને પકવવો.
ગેસની આંચ ધીમી કરી તેમા ગરમ મસાલો, જીરું પાવડર, આમચૂર પાવડર, ધાણા પાઉડર, અજમો અને ચપટી હીંગ ઉમેરો. જ્યાં સુધી મસાલાની સુગંઘ ન આવે ત્યાં સુધી ધીમી આંચ પર મસાલાને પકવવા દો. આ પછી તેમાં પનીર, છૂંદેલા શાકભાજી અને મીઠું ઉમેરી બધી સામગ્રી મિક્સ કરી 2 થી 3 મિનિટ સુધી પકવવા દો. આ મસાલામાં સહેજ પણ પાણી ન રહે તેનું ધ્યાન રાખો.
વેજિટેબલ પરાઠા બનાવવાની રીત
- હવે પરોઠા બનાવવા માટે ઘઉંનો લોટ બરાબર મસળી તેમાથી મોટા દડા જેવા લુઆ બનાવો
- આ લોટના લુઆ માંથી જાડી નાની રોટલી વણી લો
- પછી રોટલીની વચ્ચે એક નાના દડા આકારમાં શાકભાજીનું સ્ટફિંગ મૂકો
- હાથ વડે રોટલીની કિનારીઓ વાળી લો એક મોટો લુઓ બનાવો
- હવે પાટલી પર સહેજ ઘઉંના લોટનું અટામણી નાંખી પરાઠાને હળવા હાથે વણો, પરાઠા માંથી શાકભાજીનું સ્ટફિંગ બહાર ન આવે તેનું ધ્યાન રાખો
- ગેસ ચાલુ કરી એક નોન સ્ટીક તેવો ગરમ કરો
- નોન સ્ટીક તવા પર પરાઠાને બંને બાજુથી બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકો
- પરાઠા શેકવા માટે બટર, ઘી કે તેલનો ઉપયોગ કરી શકાય છે.
- ગરમાગરમ મિક્સ વેજિટેબલ પરોઠા ચટણી, રાયતા કે અથાણાં સાથે સર્વ કરો. આ ખાસ વાંચો : સવારના નાસ્તામાં વેજિટેબલ પેનકેક બનાવો, ટેસ્ટ સાથે હેલ્થ માટે બેસ્ટ


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us