બાળક મોબાઇલ જોવા માટે રડે છે? આ 3 રીતે ફોનની લત માંથી છુટકારો અપાવો

How To Get Rid Of Mobile Phone Addiction: મોબાઇલ ફોનની લત: મોબાઇલના વધુ પડતા ઉપયોગથી આંખની સાથે સાથે માનસિક સ્થિતિ પર ગંભીર અસર થાય છે. બાળકોને મોબાઇલ જોવાની ખરાબ આદત હોય છે. જો તમે પણ તમારા બાળકોને મોબાઇલ ફોનની લત છોડાવવા માંગતા હો, તો તમે કેટલીક ટીપ્સને અનુસરી શકો છો.

How To Get Rid Of Mobile Phone Addiction: મોબાઇલ ફોનની લત: મોબાઇલના વધુ પડતા ઉપયોગથી આંખની સાથે સાથે માનસિક સ્થિતિ પર ગંભીર અસર થાય છે. બાળકોને મોબાઇલ જોવાની ખરાબ આદત હોય છે. જો તમે પણ તમારા બાળકોને મોબાઇલ ફોનની લત છોડાવવા માંગતા હો, તો તમે કેટલીક ટીપ્સને અનુસરી શકો છો.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Mobile Phone Addiction

How To Get Rid Of Mobile Phone Addiction To Kids: બાળકોની મોબાઇલ ફોન જોવાની લત છોડવવાની રીત. (Photo: Freepik)

Mobile Phone Addiction: મોબાઇલ ઉપયોગ ચીજ છે. જો કે મોબાઇલ વાપરતી વખતે સાવધાની રાખવી જરૂરી છે. સ્માર્ટફોનનો વધારે પડતો ઉપયોગ કરવાથી આંખની સાથે સાથે માનસિક સ્થિતિ ઉપર પણ ઉંડી અસર થાય છે. આજકાલ નાના બાળકોથી લઇ યંગસ્ટર અને મોટી ઉંમરના વ્યક્તિઓ પણ આખો દિવસ મોબાઇલ જોતા હોય છે. હાલ મોટાભાગના લોકો સ્માર્ટફોન પર રિલ્સ અને વીડિયો જોતા હોય છે. નાના બાળકોને પણ મોબાઇલ જોવાની લત હોય છે જે ગંભીર પરિણામ લાવી શકે છે.

Advertisment

ઘણી વખત માતા-પિતા બાળકોની આ લતમાંથી છુટકારો મેળવવા માગતા હોય છે, પરંતુ લાખ પ્રયત્નો કર્યા પછી પણ તેઓ સફળ થઈ શકતા નથી. હકીકતમાં મોબાઈલ જોવાની લતને કારણે બાળક ચીડિયાપણાનો ભોગ પણ બની શકે છે. આવી સ્થિતિમાં, જો તમે પણ તમારા બાળકોના મોબાઇલ ફોનની લતમાંથી છૂટકારો મેળવવા માંગતા હો, તો તમે કેટલીક ટીપ્સને અનુસરી શકો છો.

મોબાઇલ ફોન જોવાની લતથી કેવી રીતે છુટકારો મળશે?

મોબાઇલનો સ્ક્રીન ટાઇમ ઘટાડો

જો તમારું બાળક દિવસ દરમિયાન મોબાઇલ પર ઘણો સમય વિતાવે છે, તો તે એક ગંભીર સમસ્યા હોઈ શકે છે. આવી સ્થિતિમાં, મોબાઇલની લતથી છૂટકારો મેળવવા માટે, તમારે પહેલા સ્ક્રીન ટાઇમ નક્કી કરવો જોઈએ. તમારા બાળકને 30 મિનિટ માટે ફોનનો ઉપયોગ કરવાની મંજૂરી આપો. જો કે, તમે ફોન આપતા પહેલા લંચ અથવા હોમવર્ક કરવાનું કહો.

ઘરની બહાર રમવા માટે મોકલો

આજે બાળકો બહાર રમવાને બદલે મોબાઇલ પર ગેમ રમવા લાગ્યા છે. બાળકોને મોબાઇલની લત માંથી બહાર કાઢવા માટે આઉટડોર ગેમ્સ ખૂબ જ જરૂરી છે. આનાથી તેમના સ્વાસ્થ્યની સાથે સાથે માનસિક અને સામાજિક વિકાસમાં પણ સુધારો થશે.

Advertisment

બાળક સાથે વધુ સમય વિતાવો

બાળકની મોબાઇલની લત દૂર કરવા માટે પહેલા તમારે મોબાઇલનો મર્યાદિત ઉપયોગ કરવાનું શિખવું પડશે. બાળકને ફ્રી ટાઈમમાં મોબાઈલ આપવાને બદલે તેમની સાથે રમો. તેનાથી ધીમે ધીમે મોબાઇલની લત ઓછી થશે અને બાળક તમારી સાથે જોડાયેલું અનુભવશે.

આ વાતોનું પણ રાખો ધ્યાન

  • બાળકોની મોબાઇલની લત ધીમે-ધીમે ઓછી કરો. શરૂઆતમાં મોબાઇલ જોવાનો સમય ઓછો કરો.
  • તમારા ઘરમાં સકારાત્મક વાતાવરણ બનાવો, જેથી તમારું બાળક તમારી સાથે મન ખોલીને વાત કરી શકે.
  • મોબાઈલની લત તરત દૂર થતી નથી. આવી સ્થિતિમાં ધીરજ રાખો અને સમજી વિચારીને કામ કરો.
  • બાળકને ચીસો પાડવાને બદલે કે ઠપકો આપવાને બદલે, શાંતિથી સમજાવો.
સ્માર્ટફોન જીવનશૈલી health tips