Mosquito Repellent Plants : વરસાદના દિવસોમાં મચ્છરોની સંખ્યામાં ઘણો વધારો થાય છે. પાણી ભરાઇ જવાના કારણે મચ્છરો વધારે થાય છે. જ્યારે ઘરોમાં દરવાજો કે બારી ખોલો કે મચ્છર તરત અંદર આવી જાય છે. મચ્છર કરડવાથી ડેન્ગ્યુ-મેલેરિયા જેવા રોગો થવાનું જોખમ પણ રહે છે. આવી સ્થિતિમાં તેનાથી બચવા માટે, તમે ઘરમાં કેટલાક એવા છોડ રોપી શકો છો, જે મચ્છરોને તમારાથી દૂર રાખશે.
વરસાદની ઋતુ આ છોડના વાવેતર માટે યોગ્ય છે. આ છોડને લગાવવાથી મચ્છરો કુદરતી રીતે ઘરમાં પ્રવેશતા અટકાવી શકે છે. તેને ઘરની બારી કે દરવાજા પર લગાવવાથી તે વધુ અસરકારક સાબિત થશે. આવો જાણીએ તેમના નામ.
લેમનગ્રાસ સિટ્રોનેલા ઘાસ
આ છોડની દુર્ગંધથી મચ્છર દૂર ભાગે છે. તેમાં સિટ્રોનેલા તેલ હોય છે. તેને બહારી સુરક્ષા માટે દરવાજા અને આંગણાની પાસે કુંડામાં લગાવી શકાય છે.
લેવેન્ડર
લેવેન્ડરમાં લિનાલુલ અને લિનાલીલ એસિટેટ હોય છે, જે મચ્છરને પસંદ નથી. તેને બારી અથવા બેસવાની જગ્યા પાસે લગાવવાથી સુંદરતા અને સલામતી બંનેમાં વધારો થાય છે.
કટનીપ
કટનીપમાં નેપેટાલેક્ટોન હોય છે, જે મચ્છરોને દૂર રાખવામાં મદદ કરે છે. માત્ર મચ્છર જ નહીં, પરંતુ અનેક પ્રકારના જીવજંતુઓ પણ દૂર ભાગે છે. તેને ઘરમાં લગાવી શકાય છે.
આ પણ વાંચો – ઉંદરોએ ઘરમાં મચાવી રાખ્યો છે આતંક? આ 3 ઘરેલું ઉપાયથી માર્યા વગર મળશે છૂટકારો
તુલસી
લેમન તુલસી અથવા લાઈમ તુલસીની જાતોમાં એક તીવ્ર સુગંધ બહાર નીકળે છે જે મચ્છરોને દૂર રાખે છે. તેનો ઉપયોગ રસોઈમાં પણ થઈ શકે છે.
રોઝમેરી
રોઝમેરી પ્લાન્ટ મચ્છરો અને અન્ય જંતુઓને દૂર ભગાડે છે. તમે તેનો ઉપયોગ ઘરે બ્યૂટી અથવા ત્વચાની સંભાળમાં પણ કરી શકો છો.
ડિસ્ક્લેમરઃ લેખમાં લખેલી સલાહ અને સૂચનો સામાન્ય માહિતી જ છે. કૃપા કરીને કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે નિષ્ણાતની સલાહ લો.





