Monsoon Health : ચોમાસા દરમિયાન આ આયુર્વેદિક જડીબુટ્ટીઓ તમારી સુખાકારી વધારી શકે, જાણો ટીપ્સ

Monsoon Health : ચોમાસા દરમિયાન કાચા શાકભાજી અને સલાડનો વપરાશ ઓછો કરો કારણ કે તેમાં પાણીજન્ય બેક્ટેરિયા હોઈ શકે છે. તેના બદલે, બાફેલા અથવા રાંધેલા શાકભાજી પસંદ કરવા જોઈએ, આ ઉપરાંત કેટલીક આયુર્વેદિક જડીબુટ્ટીનો વપરાશ વધારવો જોઈએ, અહીં વાંચો,

Written by shivani chauhan
August 10, 2023 08:19 IST
Monsoon Health : ચોમાસા દરમિયાન આ આયુર્વેદિક જડીબુટ્ટીઓ તમારી સુખાકારી વધારી શકે, જાણો ટીપ્સ
_મોન્સૂન હેલ્થ (અનસ્પ્લેશ)

ચોમાસાની ઋતુ શરૂ થયાને 2 મહિના જેવું થવા આવ્યું છે અને દેશના મોટાભાગના ભાગોમાં વરસાદ થઈ રહ્યો છે, આ વરસાદી ઋતુ તેની સાથે ઘણી બીમારીઓ સાથે લઈને આવે છે, આ વરસાદી ઋતુ તેની સાથે ઘણી બીમારીઓ સાથે લઈને આવે છે, જો તમે પણ આ વાયરલ ઇન્ફેકશન, શરદી અથવા ઉધરસથી પીડાતા હોવ તો તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી મહત્વપૂર્ણ છે.

એમડી આયુર્વેદ, ડૉ. યોજના પોકર્ણના જણાવ્યા અનુસાર, ચોમાસાની ઋતુમાં વાત્ત અને પિત્ત જેવા દોષોની વૃદ્ધિ થાય છે. આ સિઝનમાં તમારા સ્વાસ્થ્યની કાળજી લઈને, તમે આ દોષોનું સંતુલન જાળવી શકો છો , જે એકંદર સુખાકારી માટે જરૂરી છે.”

આયુર્વેદ મુજબ જુલાઈનાથી સપ્ટેમ્બરના સુધીના મહિનાઓને વર્ષાઋતુ અથવા ચોમાસું કહેવામાં આવે છે, ડો પોકર્ણાએ ઉમેર્યું કે, “ઉત્તેજિત વાત્ત અને પિત્ત દોષ આ સિઝનમાં પાચનમાં વિક્ષેપ લાવી શકે છે જેના કારણે અપચો, પેટનું ફૂલવું અને ઝાડા જેવી સમસ્યાઓ થાય છે.”

આ પણ વાંચો: Health Tips : હેયરફોલની સમસ્યામાં આ ABCG જ્યુસ છે અસરકારક ઉપાય

આવી સ્થિતિમાં, ચોમાસાની ઋતુમાં તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું મહત્વપૂર્ણ બની જાય છે.

ડૉ. પોકર્ણએ આયુર્વેદ અનુસાર, ચોમાસા દરમિયાન શું કરવું તેની ટિપ્સ શેર કરી છે, જેને તમારે વળગી રહેવું જોઈએ.

પાચનમાં મદદ કરવા માટે તમારી રસોઈમાં આદુ, હળદર અને જીરું જેવા ગરમ મસાલાનો વધુ ઉપયોગ કરો .

હાઇડ્રેશન જાળવવા માટે આખા દિવસ દરમિયાન ગરમ પાણી અથવા ઓરડાના તાપમાને પાણી પીવો.

ચોમાસા દરમિયાન પગમાં ઈન્ફેક્શન થવાની સંભાવના વધુ હોવાથી તેના પર ખાસ ધ્યાન રાખો.

ભારે વર્કઆઉટ્સ કરવાનું ટાળો, કારણ કે, આયુર્વેદ અનુસાર, ભારે કસરતો પિત્ત (શરીરની ગરમી) વધારે છે, અને તેથી ચોમાસા દરમિયાન સરળ સ્ટ્રેચ અને વૉકિંગ કરવું જોઈએ. ” વાત્ત દોષને સંતુલિત રાખવા માટે થોડી કસરતો એન આરામ કરવો વધુ સારું છે.”

ભારે ખોરાક અને તળેલા ખોરાકથી દૂર રહો કારણ કે તે પાચનમાં ખલેલ પહોંચાડે છે અને સુસ્તી લાવી શકે છે.

ચોમાસા દરમિયાન કાચા શાકભાજી અને સલાડનો વપરાશ ઓછો કરો કારણ કે તેમાં પાણીજન્ય બેક્ટેરિયા હોઈ શકે છે. તેના બદલે, બાફેલા અથવા રાંધેલા શાકભાજી પસંદ કરો.

ચોમાસાની ઋતુમાં તમારા આહારમાં આ પાંચ આયુર્વેદિક વનસ્પતિઓનો સમાવેશ કરવાની પણ ભલામણ કરે છે કારણ કે તે તમારા એકંદર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

અશ્વગંધા : એક ઔષધિ તે તાણ-મુક્ત ગુણધર્મો માટે જાણીતી છે, અશ્વગંધા તણાવ ઘટાડવામાં મદદ કરે છે, એનર્જીમાં સુધારો કરે છે અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. એક્સપર્ટ અનુસાર, “અશ્વગંધા એકંદર સુખાકારીને પણ ટેકો આપે છે અને તંદુરસ્ત નર્વસ સિસ્ટમને પ્રોત્સાહન આપે છે.”

આ પણ વાંચો: Health Tips : કાજુ ખાવાના ફાયદા, સગર્ભા સ્ત્રીઓ અને ડાયાબિટીસના દર્દીઓ આટલા પ્રમાણમાં કરવું સેવન

ત્રિફળા : આ એક ત્રણ ફળોનું મિશ્રણ છે: આમળા,હરદ અને બહેડા. હળવા છતાં અસરકારક હર્બલ કોમ્બિનેશન, ડૉ પોકર્ણાએ સમજાવ્યું કે તે પાચનમાં મદદ કરે છે,ડિટોક્સિફિકેશનને પ્રોત્સાહન આપે છે અને એકંદર જઠરાંત્રિય સ્વાસ્થ્યને ટેકો આપે છે.”ત્રિફળા રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદ કરે છે અને કુદરતી એન્ટીઑકિસડન્ટ તરીકે કાર્ય કરે છે.”

તુલસી :રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે, શ્વસન ચેપ સામે લડે છે અને સ્વસ્થ પાચનને ટેકો આપે છે, તેમાં એન્ટિમાઇક્રોબાયલ અને બળતરા વિરોધી ગુણધર્મો છે, જે ચોમાસા દરમિયાન જ્યારે ચેપનું જોખમ વધારે હોય ત્યારે તે ફાયદાકારક બનાવે છે.

આદુ : એક ગરમ ઔષધિ જે પાચનમાં મદદ કરે છે, બળતરા ઘટાડે છે અને રોગપ્રતિકારક શક્તિને વેગ આપે છે, આદુ પેટનું ફૂલવું , અપચો અને ઉબકા જેવી પાચન સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે,

હળદર : તેમાં મજબૂત બળતરા વિરોધી, એન્ટીઑકિસડન્ટ અને એન્ટિમાઇક્રોબાયલ ગુણધર્મો છે. તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે, સ્વસ્થ પાચનને ટેકો આપે છે અને બળતરા અને સાંધાનો દુખાવો ઘટાડવામાં મદદ કરે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ