વરસાદની સિઝનમાં ઘરે આવતી જીવાતને કેવી રીતે ભગાડવી? અપનાવો આ આસાન ઘરેલું ટિપ્સ

Monsoon 2025 : વરસાદની ઋતુમાં જીવજંતુઓના કારણે અનેક સમસ્યાઓ થતી હોય છે. તમે ઘરે આવેલા આ જીવાતોને સરળતાથી ભગાડી શકો છો. અમે તમારા માટે કેટલીક સરળ ટિપ્સ લઇને આવ્યા છીએ, જેને તમે ફોલો કરી શકો છો

Monsoon 2025 : વરસાદની ઋતુમાં જીવજંતુઓના કારણે અનેક સમસ્યાઓ થતી હોય છે. તમે ઘરે આવેલા આ જીવાતોને સરળતાથી ભગાડી શકો છો. અમે તમારા માટે કેટલીક સરળ ટિપ્સ લઇને આવ્યા છીએ, જેને તમે ફોલો કરી શકો છો

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
How to get rid of insects, Monsoon 2025

વરસાદની સિઝનમાં જીવાતોને ભગાવવાની કેટલીક સરળ ટિપ્સ જણાવી રહ્યા છીએ (ફાઇલ ફોટો)

Monsoon 2025 : વરસાદની ઋતુમાં જીવજંતુઓના કારણે અનેક સમસ્યાઓ થતી હોય છે. આ ઋતુમાં ભેજ અને ગંદકીના કારણે જીવજંતુઓનો પ્રકોપ વધી જાય છે. ઘરમાં આવી ગયેલા આ જીવજંતુઓના કારણે ઘણી તકલીફ તો પડે છે સાથે-સાથે આ જીવજંતુઓથી બીમારી ફેલાવાનો ખતરો પણ રહે છે.

Advertisment

વરસાદની ઋતુમાં મચ્છર, માખી, ગરોળી અને વંદા પણ ઘરમાં પ્રવેશવા લાગે છે. ઘણી વખત તે ભોજનમાં પણ પડે છે, જેના કારણે પણ ઘણી તકલીફ થાય છે. જોકે તમે ઘરે આવેલા આ જીવાતોને સરળતાથી ભગાડી શકો છો. અમે તમારા માટે કેટલીક સરળ ટિપ્સ લઇને આવ્યા છીએ, જેને તમે ફોલો કરી શકો છો.

લીમડાનો ઉપયોગ કરો

ઘરે આવતા જંતુઓને તમે સરળતાથી દૂર કરી શકો છો. લીમડાના પાનમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે, જે મચ્છર અને અન્ય જીવાતોને દૂર રાખવામાં મદદ કરે છે. તમે તેના તેલને પાણીમાં મિક્સ કરીને તેને આખા ઘરમાં છાંટી શકો છો. તમે લીમડાના પાનને સળગાવીને ધુમાડો પણ કરી શકો છો. તેનાથી ઘરે આવતા જીવાતો સરળતાથી ભાગી જશે.

ઘરની બહાર જ રોકી દો

વરસાદના કારણે ઘણી વખત ઘરની અંદર જીવજંતુઓ મોટા પ્રમાણમાં આવવા લાગે છે. આવી સ્થિતિમાં તમે તેમને ઘરની બહાર રોકી શકો છો. આ માટે તમે બારી અને દરવાજા પર જાળીનો ઉપયોગ પણ કરી શકો છો. જીવાતોને ભગાડવા માટે આ એકદમ અસરકારક ઉપાય છે. તેનાથી ઘરની અંદર તાજી હવા પણ આવશે અને ઘરની અંદર જીવાત પણ નહીં આવી શકે.

Advertisment

આ પણ વાંચો - ફક્ત 1 મસાલાના ઉપયોગથી પેટના ગેસ અને બ્લોટિંગથી મળશે છૂટકારો, વર્ષો જૂની કબજિયાતથી રાહત થશે

કપૂરનો ઉપયોગ કરો

તમે ઘરમાંથી જીવાતોને દૂર કરવા માટે કપૂરનો ઉપયોગ કરી શકો છો. આ માટે કપૂર લઈને તેને સળગાવી દો અને તેને ઘરની ચારેબાજુ ફેરવો. કપૂરની તીવ્ર ગંધ જંતુઓને દૂર કરવામાં મદદ કરે છે. તે ઘરના ખૂણામાં છુપાયેલા મચ્છરોને પણ સરળતાથી દૂર કરે છે.

ચોમાસું જીવનશૈલી health tips વરસાદ