ચોમાસામાં ભેજના લીધે સ્કિનની સમસ્યા થઇ છે? આ સ્કિન કેર ટિપ્સ અજમાવો

ચોમાસામાં વરસાદ ગમે છે. પરંતુ આ ઋતુમાં ત્વચા ખૂબ જ ચીકણી અને તેલયુક્ત બની જાય છે, જેના કારણે ચહેરા પર ખીલ, ખંજવાળ અને ફંગલ ઇન્ફેક્શન જેવી સમસ્યાઓ થવા લાગે છે. અહીં જાણો ચોમાસામાં સ્કિનની સમસ્યાથી છુટકારો મેળવવાના ઉપાય

Written by shivani chauhan
June 19, 2025 15:44 IST
ચોમાસામાં ભેજના લીધે સ્કિનની સમસ્યા થઇ છે? આ સ્કિન કેર ટિપ્સ અજમાવો
ચોમાસામાં ભેજના લીધે સ્કિનની સમસ્યા થઇ છે? આ સ્કિન કેર ટિપ્સ અજમાવો

ચોમાસુ (Monsoon) શરૂ થઇ ગયું છે, વરસાદની ઋતુ ગરમીથી રાહત લાવે છે. પરંતુ તે ત્વચા માટે ઘણી સમસ્યાઓ લઈને આવે છે. આ ઋતુમાં હવામાં ભેજ ઘણો હોય છે, જેના કારણે ત્વચા ચીકણી અને ભારે લાગવા લાગે છે. પરસેવા અને ચહેરાની ગંદકીને કારણે ત્વચામાં ખીલ, ખંજવાળ અને ફંગલ ઇન્ફેક્શન જેવી સમસ્યાઓ થવા લાગે છે. તો અહીં કેટલીક સ્કિન કેર ટિપ્સ આપી છે જે ઘરેલું ઉપાયો થી તમે તમારી ત્વચા પરની આ સમસ્યાઓથી છુટકારો મળશે.

ચોમાસામાં વરસાદ ગમે છે. પરંતુ આ ઋતુમાં ત્વચા ખૂબ જ ચીકણી અને તેલયુક્ત બની જાય છે, જેના કારણે ચહેરા પર ખીલ, ખંજવાળ અને ફંગલ ઇન્ફેક્શન જેવી સમસ્યાઓ થવા લાગે છે. અહીં જાણો ચોમાસામાં સ્કિનની સમસ્યાથી છુટકારો મેળવવાના ઉપાય

ચોમાસા માટે સ્કિન કેર ટિપ્સ (Skin Care Tips for Monsoon)

  • સ્કિન ક્લિનિંગ : દરરોજ સવારે અને રાત્રે સૂતા પહેલા ફેસવોશથી ચહેરો ધોઈ લો. પછી અઠવાડિયામાં 3 વાર સ્ક્રબ કરીને ચહેરા પરથી મૃત ત્વચા દૂર કરો.
  • મોઇશ્ચરાઇઝર લગાવો : વરસાદ હોય કે તડકો, આપણી ત્વચાને હંમેશા ભેજની જરૂર હોય છે. આ માટે જેલ-આધારિત અથવા તેલ-મુક્ત મોઇશ્ચરાઇઝર લગાવો.
  • અઠવાડિયામાં બે વાર સ્ટીમ લો : અઠવાડિયામાં 2 વાર તમારી ત્વચાને વરાળ આપો. આ ત્વચામાંથી ગંદકી અને તેલ દૂર કરવામાં મદદ કરે છે.
  • ટોનરનો ઉપયોગ : વરસાદમાં તમારા ચહેરાને સ્વચ્છ અને સુંદર રાખવા માટે, 2 ચમચી ગુલાબજળમાં 1 ચપટી ચંદન પાવડર મિક્સ કરો અને તેને ચહેરા પર ટોનર તરીકે લગાવો. તે ત્વચાને ઠંડક અને મોઇશ્ચરાઇઝ કરવામાં મદદ કરે છે.
  • ફેસ પેક લગાવો : આ માટે દહીં અને ચણાનો લોટ મિક્સ કરીને પેસ્ટ બનાવો, પછી તેને તમારા ચહેરા પર લગાવો અને 15 મિનિટ માટે રહેવા દો. આ તમારી ત્વચાને સ્વચ્છ અને મુલાયમ બનાવવામાં ખૂબ મદદરૂપ સાબિત થશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ