દેશમાં ચોમાસાની શરૂઆત થઇ ગઈ છે અને વરસાદી વાતાવરણ આખરે સેટ થઈ ગયું છે, આ વરસાદી વાતાવરણમાં ભૂખ પણ બહુ લાગે છે, એવામાં ફૂડ કેવી રીતે પાછળ રહી શકે? વરસાદ એ બાફેલી મકાઈનો પર્યાય છે. હા, મકાઈ મોટે ભાગે ચોમાસામાં આવે છે, વાસ્તવમાં, મકાઈમાં મસાલા ઉમેરવાથી તે એક બેસ્ટ નાસ્તો બને છે જેને ભાગ્યેજ કોઈ નકારી શકે. જો તમે ચોમાસાની ઋતુમાં મકાઈ ખાવાના શોખીન છો, તો અહીં વાંચો, પરંતુ તે પહેલાં એ જોઈએ અને સમજીએ કે કેટલી મકાઈ ખાવી જોઈએ,
ખુશ્બુ સહજવાની મટ્ટા, ડાયેટિશિયન, રેજુઆ એનર્જી સેન્ટર, મુંબઈએ જણાવ્યું હતું કે એન્ટીઑકિસડન્ટ લ્યુટીન અને ઝેક્સાન્થિનથી ભરપૂર હોવાથી, મકાઈ આંખો માટે ફાયદાકારક છે અને તે એનર્જીનો સ્ત્રોત પણ છે. મટ્ટાએ જણાવ્યું હતું કે, “તે ફાઇબર અને મેગ્નેશિયમ જેવા ખનિજોથી ભરપૂર છે તેથી પાચનમાં પણ મદદ કરે છે. એનર્જીનો ત્વરિત સ્ત્રોત અને એથ્લેટ્સ અથવા જિમમાં જવા માટે પ્રી વર્કઆઉટ માટે સારો નાસ્તાનો ઓપ્શન છે.”
આ પણ વાંચો: Peeling Skin : શું તમે આ વરસાદી સીઝનમાં ત્વચાની ઉપરી ચામડી નીકળવાથી પરેશાન છો? આ છે ઉપાય
જો કે, વધુ પડતી કોઈપણ વસ્તુ સારી નથી. મટ્ટાના જણાવ્યા મુજબ, ”સ્વીટ કોર્ન શર્કરામાં વધારો કરે છે તેથી ડાયાબિટીસના દર્દીઓ અને વજન ઉતારતા લોકોએ તેનું પ્રમાણ જોવાની જરૂર છે. મટ્ટાએ કહ્યું કે, “તેઓ તેને સલાડના એક ભાગ તરીકે માણી શકે છે, જેમાં અન્ય શાકભાજીનો સમાવેશ થાય છે જે ઇન્સ્યુલિનની વૃદ્ધિને અટકાવશે. આ ચોમાસાનો આનંદ માણવા માટે એકંદરે સારો મોસમી નાસ્તો છે.”
જો તમે તાજી મકાઈ સાથે વરસાદની મજા માણવા તૈયાર છો, તો અહીં શેફ મેઘના કામદારની રેસીપી જુઓ,
કામદારે સ્વીટકોર્ન પકોડાની રેસીપી આપતા કહ્યું કે, “ચોમાસમાં મને આ બધા નાસ્તા જોઈએ, પણ તેલ વગર, અને તેથી એર ફ્રાયરમાં બનાવું છું , આ સ્વીટકોર્ન પકોડાને એરફ્રાયરમાં બનાવ્યા છે, પરંતુ તમને જો ડીપ ફ્રાઈંગ અથવા શેલો ફ્રાય કરવા હોઈ તો કરી શકો છો, જો તમારી પાસે એર ફ્રાયર ન હોય તો તમે બેટરને થોડું ઓછું સખત અને ડીપ ફ્રાય અથવા છીછરા ફ્રાય કરી શકો છો.”
સામગ્રી:
- બાફેલા સ્વીટકોર્ન
- બારીક સમારેલા શાકભાજી (મરી, ધાણા, લસણ અને લીલા મરચાં)
- 1 ટીસ્પૂન – જીરું
- 1 ટીસ્પૂન – અજમો
- મીઠું સ્વાદ મુજબ અને તેને સારી રીતે મિક્સ કરો
- 3 ટેબલસ્પૂન – ચણાનો લોટ
- 1 ચમચી – સોજી (સુજી) 1 ટેબલસ્પૂન પાણીનો સ્પૂન
મેથડ
- સ્વીટકોર્નને 1 સીટી સુધી પ્રેશર કુક કરો
- અડધી બાફેલી સ્વીટકોર્નને બરછટ પીસી લો
- તેને એક મિક્ષિંગ બાઉલમાં લો
- બાકીના બાફેલા સ્વીટકોર્ન ઉમેરો
- બારીક સમારેલા શાકભાજી ઉમેરો (મરી, ધાણા, લસણ અને લીલા મરચાં)
- મસાલા અને મીઠું ઉમેરો . સારી રીતે ભેળવી દો. બધા લોટ ઉમેરો.
નોટ : તમે 2 ચમચી સૂજી અથવા 2 ચમચી ચોખાનો લોટ પણ લઈ શકો છો
- એક ચમચી વડે બધું ભેગું કરો
- એક ચમચી પાણી (અથવા જરૂર મુજબ) ઉમેરો અને તેને મિક્સ કરો
- પકોડા રાખવા માટે પ્લેટમાં થોડું તેલ બ્રશ કરો
- પકોડા બનાવવા માટે મિશ્રણના નાના ભાગ લો
- એર ફ્રાયર ટ્રેમાં તેલથી ગ્રીસ કરેલ પરિચમેન્ટ પેપર મૂકો.
- બધા પકોડાને એર ફ્રાયર ટ્રેમાં મૂકો
- 180° પર 15-17 મિનિટ માટે એર ફ્રાય કરો
- 7-8 મિનિટ પછી એકવાર તપાસો, પકોડાને પલટાવો
- થોડું તેલ બ્રશ કરો અને ફરીથી રસોઈ માટે છોડી દો.
કામદારે કહ્યું કે, “ભજિયાને કેચઅપ અથવા ચટની સાથે સર્વ કરો.





