Monsoon Special : સદગુરુએ કફથી છુટકારો મેળવવા 4 હેલ્થ ટિપ્સ શેર કરી, શું તે ખરેખર અસર કરે?

Monsoon Special : હળદરમાં કર્ક્યુમિન સાથે બળતરા વિરોધી અને એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો છે જે લાળના ઉત્પાદનને ઘટાડવામાં અને ઉધરસને ઓછી કરવામાં મદદ કરી શકે છે.

Monsoon Special : હળદરમાં કર્ક્યુમિન સાથે બળતરા વિરોધી અને એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો છે જે લાળના ઉત્પાદનને ઘટાડવામાં અને ઉધરસને ઓછી કરવામાં મદદ કરી શકે છે.

author-image
shivani chauhan
New Update
cough home remedies sadhguru

સદગુરુએ કફથી છુટકારો મેળવવા 4 હેલ્થ ટિપ્સ શેર કરી, શું તે ખરેખર અસર કરે?

Monsoon Special :ચોમાસુ (Monsoon) શરૂ થઇ ગયું છે, ઋતુ બદલાવાથી શરદી, ઉધરસ, તાવ અને કફની સમસ્યા થઈ શકે છે. પરંતુ તમારે એ માટે ખરેખર ડૉક્ટર પાસે જવાની જરૂર નથી સિવાય કે કફ ગંભીર હોય. સદગુરુ જગ્ગી વાસુદેવે સૂચવ્યું કે, જો હળવો કફ હોય તો તેના ઘરેલું ઉપચાર થઈ શકે છે. સદગુરુએ કફથી છુટકારો મેળવવા અને તમારા શ્વસન સ્વાસ્થ્ય (Respiratory Health) ને લગતી 4 હેલ્થ ટિપ્સ શેર કરી.

Advertisment
Cough home remedies
સદગુરુએ કફથી છુટકારો મેળવવા 4 હેલ્થ ટિપ્સ શેર કરી, શું તે ખરેખર અસર કરે?

એક ઇન્સ્ટાગ્રામ વિડિયોમાં, તેમણે પહેલા ડેરી ઉત્પાદનોના સેવન અંગે સલાહ આપી હતી. આ ઉપરાંત તેમણે 10-12 આખા ક્રશ કરેલા કાળા મરીના દાણાનું સૂચન કર્યું. તેમણે કહ્યું 'મરીનો પાવડર કરશો નહીં. ફક્ત મધ સાથે પલાળી રાખો અને લગભગ 8-12 કલાક માટે આખી રાત રહેવા દો. સવારે મરીને ચાવો. તે કફ દૂર કરશે.'

આ પણ વાંચો: Health Tips : શું ભાત ખાવાની ખાંસી થઇ શકે છે? અહીં જાણો

કપાલભાતી જેવા પ્રાણાયામના નિયમિત અભ્યાસથી કફ કુદરતી રીતે દૂર થઈ જાય છે. નિયમિત પણે પ્રાણાયામ કરવાથી તે કફને મટાડવામાં મદદ કરી શકે છે.

Advertisment

હળદરનો ઉપયોગ

હળદર કફ દૂર કરવામાં રામબાણ છે. જો તમને અસ્થમા, સાઇનસ અથવા લાળ સંબંધિત કોઈપણ રોગ છે, તો તમે હળદરનું સેવન કરીને કફને ઓછો કરી શકો છો, ખાસ કરીને મરી સાથે વધુ અસરકારક છે. હળદર સાથે આધાર તરીકે ઘણાં વિવિધ સંયોજનોનો ઉપયોગ કરી શકાય છે, જેમ કે હળદર અને લીમડો, અને હળદર અને અજમો

કફ શું છે?

પલ્મોનોલોજિસ્ટ અનુસાર, 'કફ એ શ્વસન માર્ગ દ્વારા ઉત્પન્ન થતો જાડો પદાર્થ છે મ્યુકોસ મેમ્બ્રેન, જેમાં મ્યુસીન, લીકવીડ, કોષો અને કચરો હોય છે. તે અમુક પ્રકારના કણો અને પેથોજેન્સને જાળમાં ફસાવવા અને દૂર કરવામાં મદદ કરે છે. ચેપ, એલર્જી અથવા બળતરાના પ્રતિભાવમાં કફમાં વધારો થાય છે, જે ઉધરસ અને અકળામણ જેવા લક્ષણોનું કારણ બને છે.'

શું આ તકનીકો કામ કરે છે?

કફને ઘટાડવા માટે ડેરી પ્રોડક્ટને ટાળવા પાછળનું કારણએ છે કે ડેરી પ્રોડક્ટ કફને ઉત્તેજીત કરે છે. જે ગળામાં અગવડતાના લક્ષણોને વધારી શકે છે. ડેરી પ્રોડક્ટને ટાળવાથી, વ્યક્તિના લાળના ઉત્પાદનમાં ઘટાડો અને કફ એ સંબંધિત લક્ષણોમાં ઘટાડો અનુભવી શકાય છે.

કાળા મરીના દાણાનો "કફનાશક ગુણધર્મો"ને કારણે કફને ઘટાડવામાં ભૂમિકા ભજવે છે. તેમાં પાઇપરિન જેવા સંયોજનો છે જે લાળને પાતળી કરવામાં મદદ કરી શકે છે અને તેને શ્વસન માર્ગમાંથી બહાર કાઢવામાં મદદ કરી શકે છે.

પ્રાણાયામ, ફેફસાંની ક્ષમતા સુધારે છે, શ્વસન સ્નાયુઓની મજબૂતાઈમાં વધારો કરીને અને વધુ સારી રીતે ઓક્સિજનને પ્રોત્સાહન આપીને કફને દૂર કરવામાં મદદ કરી શકે છે. કપાલભાતિ અને ભસ્ત્રિકા જેવી તકનીક શ્વાસોચ્છવાસ અને ઊંડા શ્વાસોચ્છવાસ દ્વારા વધારાની મ્યુકોસને બહાર કાઢવામાં મદદ કરે છે, એકંદર શ્વસન સ્વાસ્થ્યને ટેકો આપે છે.

એક્સપર્ટે એ પણ શેર કર્યું કે તેના હળદરમાં કર્ક્યુમિન સાથે બળતરા વિરોધી અને એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો છે જે લાળના ઉત્પાદનને ઘટાડવામાં અને ઉધરસને ઓછી કરવામાં મદદ કરી શકે છે.

આ પણ વાંચો: Monsoon Special : વરસાદની મોસમમાં રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરશે આ ડ્રિન્ક, જાણો રેસીપી

આટલું જાણો

  • હાઇડ્રેટેડ રહો: ​​મ્યુકોસને પાતળું કરવા માટે ખુબ પાણી પીવો, હર્બલ ટી અથવા ગરમ સૂપ જેવા પૂરતા પ્રમાણમાં પ્રવાહી લો, જે કફને બહાર કાઢવાનું સરળ બનાવે છે.
  • સ્ટીમ ઇન્હેલેશન: ગરમ પાણી કરી સ્ટીમ શ્વાસમાં લેવાથી મ્યુકોસ હળવું થઈ શકે છે અને અકળામણ ઓછી થઈ શકે છે.
  • ગરમ પાણીના કોગળા : હૂંફાળા મીઠાના પાણીથી કોગળા કરવાથી ગળામાં દુખાવો શાંત થાય છે અને કફને છૂટો કરવામાં મદદ મળે છે.
  • હ્યુમિડિફાયરનો ઉપયોગ: હ્યુમિડિફાયરનો ઉપયોગ હવામાં ભેજ ઉમેરે છે, અનુનાસિક માર્ગોને ભેજયુક્ત રાખે છે અને મ્યુકોસનું ઉત્પાદન ઘટાડે છે.
  • સ્મોકિંગ ટાળો : સિગારેટના ધુમાડા, તીવ્ર ગંધ અને અન્ય બળતરાથી દૂર રહો જે મ્યુકોસના ઉત્પાદનને વધુ ખરાબ કરી શકે છે.
  • કફનાશક દવાઓ: ઓવર-ધ-કાઉન્ટર કફનાશક મ્યુકોસને પાતળું કરી શકે છે અને ઉધરસને હળવી બનાવે છે.
  • હેલ્ધી લાઇફસ્ટાઇલ : સંતુલિત આહાર લેવાનું રાખો, નિયમિત કસરત કરો અને તમારી રોગપ્રતિકારક શક્તિને ટેકો આપવા અને કફનું ઉત્પાદન ઘટાડવા માટે તણાવનું સંચાલન કરો.

જો લક્ષણો વધારે હોય અથવા તબિયત બગડે તો વધુ મૂલ્યાંકન અને સારવાર માટે હેલ્થકેર પ્રોવાઈડરની સલાહ લો.

ચોમાસું જીવનશૈલી health tips