ચોમાસામાં સ્વર્ગ જેવા લાગે છે ભારતના આ 5 સ્થળો, ફરવા જવા માંગો છો તો જલ્દી બનાવો પ્લાન

Monsoon Travels : અહીં અમે તમને ભારતના એવા જ 5 સ્થળો વિશે જણાવી રહ્યા છીએ, જ્યાં ચોમાસામાં સુંદરતા ખાસ જોવા લાયક હોય છે. આ સ્થળો વરસાદની ઋતુમાં સ્વર્ગ જેવા લાગે છે

Monsoon Travels : અહીં અમે તમને ભારતના એવા જ 5 સ્થળો વિશે જણાવી રહ્યા છીએ, જ્યાં ચોમાસામાં સુંદરતા ખાસ જોવા લાયક હોય છે. આ સ્થળો વરસાદની ઋતુમાં સ્વર્ગ જેવા લાગે છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
monsoon travel 5 best indian destinations, monsoon travel, monsoon

વરસાદની સિઝનમાં ફરવાની એક અલગ મજા છે. (P.C- @ilove.kodaikanal/Instagram, @i_am.shillong/Instagram)

Monsoon 2024 : દરેક જણ ચોમાસાની આતુરતાથી રાહ જુએ છે. આ ઋતુ માત્ર કાળઝાળ ગરમીને દૂર કરવાનું કામ નથી કરતી, પરંતુ વરસાદના નયનરમ્ય દ્રષ્યો પણ સૌને આકર્ષે છે. જોકે દર વખતે આ જ રીતે તમારા ઘરે ચોમાસાની મજા માણીને કંટાળી ગયા છો અને આ વખતે ક્યાંક બહાર જવાનું વિચારી રહ્યા છો તો આ આર્ટીકલ તમારા માટે મદદરૂપ થઇ શકે છે.

Advertisment

અહીં અમે તમને ભારતના એવા જ 5 સ્થળો વિશે જણાવી રહ્યા છીએ, જ્યાં ચોમાસામાં સુંદરતા ખાસ જોવા લાયક હોય છે. આ સ્થળો વરસાદની ઋતુમાં સ્વર્ગ જેવા લાગે છે. આવો જાણીએ આ ખૂબ જ સુંદર સ્થળો વિશે.

કોડાઇકનાલ, તમિલનાડુ

આ યાદીમાં પહેલુ નામ તામિલનાડુનું કોડાઇકનાલ છે. આમ જોવા જઈએ તો આ જગ્યા દરેક ઋતુમાં ખૂબ જ સુંદર લાગે છે, જોકે ખાસ કરીને વરસાદની ઋતુમાં કોડાઇકનાલની સુંદરતા મનને આકર્ષિત કરે છે. આ હિલ સ્ટેશન પર તમને લીલાછમ જંગલો, ઘણા સરોવરો, શાંત અને મનને મોહી લે તેવું વાતાવરણ જોવા મળશે. ખાસ કરીને અહીં કોડાઇકનાલ લેકનો સુંદર નજારો જોઇને તમે તમારા તમામ તણાવને પળવારમાં ભૂલી જશો.

શિલોંગ, મેઘાલય

શિલોંગને પૂર્વનું સ્કોટલેન્ડ પણ કહેવામાં આવે છે. ચોમાસાની ઋતુમાં આ જગ્યા એટલી સુંદર બની જાય છે કે એક વાર ગયા પછી અહીંનો નજારો જીવનભર લોકોની નજરમાં વસી જાય છે. અહીં સુધી પહોંચીને તમે ઉમિયામ લેક અને એલિફન્ટ ફોલ્સ જેવા સ્થળોએ ફરી શકો છો, જેની આસપાસ ધુમ્મસવાળી ટેકરીઓ છે.

Advertisment

આ પણ વાંચો - ઉત્તરાખંડનું મિની માલદીવ, જ્યાં પાણી વચ્ચે ફ્લોટિંગ હટ્સમાં રહેવાની મજા

ચેરાપુંજી, મેઘાલય

ચેરાપુંજીમાં તમને ચોમાસા દરમિયાન એકથી વધુ જાદુઈ નજારો જોવા મળી શકે છે. નોહકલિકાઇ ધોધથી લઈને સેવન સિસ્ટર્સ ધોધ સુધી, ઘણા ધોધ તમને પૃથ્વી પરના સ્વર્ગનો અહેસાસ કરાવશે. ચોમાસા દરમિયાન તમે તમારા પરિવાર અથવા જીવનસાથી સાથે આ મનપસંદ સ્થળે જઈ શકો છો.

મુન્નાર, કેરળ

ચોમાસાની વાત આવે અને આ દરમિયાન કેરળનો ઉલ્લેખ ના થાય તે શક્ય જ નથી. ખાસ કરીને અહીં વરસાદ બાદ મુન્નારની સુંદરતાને ચાર ચાંદ લાગી જાય છે. પશ્ચિમ ઘાટના ખોળામાં વસેલું આ હિલ સ્ટેશન ચોમાસા દરમિયાન લીલાછમ વાતાવરણમાં ફેરવાઈ જાય છે. અહીં પહોંચ્યા પછી તમને ખૂબ જ ફિલ્મી વાઇબ્સ મળવાના છે.

કુર્ગ, કર્ણાટક

આ બધા ઉપરાંત કર્ણાટકમાં ચોમાસા દરમિયાન કુર્ગ ફરવા માટેનું અન્ય એક સરસ સ્થળ છે. આ સ્થળ તેના શાંત અને ખૂબ જ સુંદર દૃશ્યો માટે પ્રખ્યાત છે, અને ખાસ કરીને ચોમાસાની ઋતુમાં. અહીંના પહાડો, જંગલો અને કોફીના બગીચાઓ સ્વર્ગ જેવા લાગે છે. આવી સ્થિતિમાં તમે આ ખૂબ જ સુંદર સ્થળની મુલાકાત લેવાનું પણ વિચારી શકો છો.

ચોમાસું જીવનશૈલી પ્રવાસ વરસાદ