Monsoon Travel Destinations In India : ચોમાસાના વરસાદની મજા જ અલગ હોય છે. ઉનાળા બાદ ચોમાસામાં વરસાદ પડતા કુદરતી સોળે કળાએ ખીલી ઉઠે છે. આ દરમિયાન સુંદર પ્રાકૃતિક નજારો જોવા લાયક હોય છે. અહીં ભારતના 5 મોનસૂન ટ્રાવેલ ડેસ્ટિનેશન વિશે જાણકારી આપી છે જ્યાં વરસાદ બાદ ગાઢ ધુમ્મસ, પર્વતો સાથે અથડાતા વાદલો, નદી અને ઝરણાં જોઇ આંખોને ઠંડક અને મનને શાંતિ મળે છે.
વાદળોનું ઘર – મેઘાલય
ચોમાસામાં ફરવાની વાત થાય ત્યારે મેઘાલયનો ઉલ્લેખ ન થાય તેવું શક્ય જ નથી. લીલાછમ જંગલોથી ઘેરાયેલું મેઘાલય ઝરણા અને વાદળોથી ઢંકાયેલા પહાડો માટે પ્રખ્યાત છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ મેઘાલય ફરવા આવે છે. મેઘાલયમાં મોહકલિકાઇ ધોધ, ડબલ ડેકર રૂટ બ્રિઝ અને એલિફન્ટ વોટરફોલ્સ સહિત ઘણા પ્રખ્યાત જોવાલાયક સ્થળો છે.
ભગવાનનો દેશ – કેરળ
ભગવાનનો દેશ તરીકે પ્રખ્યાત કેરળનું અલેપ્પીમાં ચોમાસાના વરસાદમાં તળાવ અને બેકવોટર્સ પાણીથી ભરાઇ જાય છે. આ દરમિયાન હાઉસબોટની સવારીની આનંદ અદભુત હોય છે. અહીં પ્રવાસીઓ બેકવોટર ક્રૂઝ, કુમારકોમ પક્ષી વિહાર, આલપ્પુક્ષા દરિયા કિનારે ફરવાનો અને સ્થાનિક મસાલાના ભોજનના સ્વાદની મજા માણી શકાય છે.
ઓછી ભીડ અને અદભુત શાંત – વલપરાઈ
જો તમે ઓછી ભીડ અને શાંત સ્થળ શોધી રહ્યા છે તો ચોમાસમાં તમિલનાડુનું વાલપરાઈ તમારા માટે બેસ્ટ ટુર ડેસ્ટિનેશનલ છે. અહીં સુંદર ઝરણાં, ચાના બગીચા અને વન્યજીવોને જોવાની મજા માણી શકાય છે. નીરાર ડેમ, અલીયાર ડેમ, લોઅર શોલાયર ડેમ, ઇન્દ્રગંઘી અભ્યારણ જેવા સ્થળોની મુલાકાત યાદગાર રહે છે.
વરસાદ, વાદળ અને ચા – દાર્જિલિંગ
હિમાલય પર્વતના ખોળામાં વસેલું દાર્જિલિંગ પણ ચોમાસામાં ફરવા માટે ઉત્તમ સ્થળ છે. ચાના બગીચા પર વરસદો વરસાદ, ધુમ્મસથી ઢંકાયેલા રોડ રસ્તા અને ટ્રોય ટ્રેનમાં બેસી પહાડોનો નયનરમ્સ નજારો જોવા પ્રવાસીઓની ભીડ લાગે છે. દાર્જિલિંગમાં ટાઇગર હિલ પરથી સૂર્યોદય, બાટાસિયા લૂપ, હિમાલયન માઉન્ટેનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ, દાર્જિલિંગ ટોન ટ્રોનની મજા માણી શકાય છે.





