કંકોડાનું નામ લગભગ આપણે બધાએ સાંભળ્યું છે, પરંતુ આ મોસમી શાકભાજી ઘરે ઓછી બનતી હોય છે તેનું કારણ એ કે બજાર માત્ર ચોમાસાની ઋતુમાં જ જોવા મળે છે, પણ બજેટ-ફ્રેંડલી રહીને પોષક તત્વોનું સતત સેવન કરવું અને મોસમી શાકભાજી પસંદ કરવી એ ઉત્તમ વિકલ્પ છે. વાસ્તવમાં, તમારા ડાયટમાં મોસમી ફળો અને શાકભાજીનો સમાવેશ કરવા વિશેની શ્રેષ્ઠ બાબત એ છે કે મોસમી બીમારીઓ અને ફ્લૂ સામે લડવાની ક્ષમતા મળે છે, આથી, અહીં, મોસમી શાકભાજી કંકોડાના ગુણ વિષે જાણો,
ચોમાસામાં ઉપલબ્ધ, કંકોડાનું વૈજ્ઞાનિક નામ મોમોર્ડિકા ડાયોઇકા છે, જે સામાન્ય રીતે સ્પાઇની ગૉર્ડ અથવા સ્પાઇન ગૉર્ડ તરીકે ઓળખાય છે અને બ્રિસ્ટલી બાલ્સમા પિઅર, પ્રિકલી કેરોલાહો અને ટીસલ ગૉર્ડ તરીકે પણ ઓળખાય છે. કંકોડા, ફૂલોના છોડની એક પ્રજાતિ છે, જેનો ઉપયોગ ભારતના તમામ પ્રદેશો અને દક્ષિણ એશિયાના કેટલાક ભાગોમાં શાકભાજી તરીકે થાય છે.
આ પણ વાંચો: Monsoon Care : ચોમાસાની ઋતુમાં બાળકોને બેદરકારીને કારણે પાણીજન્ય રોગો થાય છે, આ સાવચેતીના પગલાં લેવા જરૂરી
તે ઔષધીય ખોરાકની શ્રેણીમાં આવે છે , પોષણવિદ્ લીમા મહાજને Instagram પર એક પોસ્ટમાં ઉલ્લેખ કર્યો છે.
મહાજને જણાવ્યું હતું કે, “તે ચેપ અને મોસમી શરદી અને ફ્લૂને દૂર રાખવામાં મદદ કરે છે. તે માત્ર તેના સ્વાદ માટે જ નહીં પરંતુ તેના સંભવિત સ્વાસ્થ્ય લાભો માટે પણ મૂલ્યવાન છે. સ્થૂળતા સંબંધિત ફેટી લીવરને રોકવા માટે પણ ગુણકારી છે. મૂત્રવર્ધક પદાર્થ, બળતરા વિરોધી અને એન્ટિમાઇક્રોબાયલ ગુણધર્મો હોવાનું માનવામાં આવે છે, તે ડાયેટરી ફાઇબર, વિટામિન A અને C અને પોટેશિયમ અને કેલ્શિયમ જેવા ખનિજોનો સારો સ્ત્રોત છે.”
નાણાવટી મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, મુંબઈના રજિસ્ટર્ડ ડાયેટિશિયન અને ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ ડૉ. ઉષાકિરણ સિસોદિયાએ સંમતિ વ્યક્ત કરી અને કહ્યું કે કંકોડા વિટામિન A, વિટામિન C અને વિટામિન B9 (ફોલેટ)થી સમૃદ્ધ છે અને તેમાં આયર્ન, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા ખનિજો હોય છે. ડૉ. સિસોદિયાએ જણાવ્યું હતું કે, “સૌથી મહત્ત્વની વાત એ છે કે તેમાં કેલરી ઓછી હોવાથી, જેઓ આહાર અથવા વજન કંટ્રોલના નિયમોનું પાલન કરે છે તેઓ તેને મુક્તપણે ખાઈ શકે છે. ફાઈબરની માત્રા વધુ હોવાથી, શાકભાજી પાચનમાં મદદ કરે છે અને કબજિયાત અટકાવે છે.”
આ પણ વાંચો: Yoga Benefits : યોગ કરવાના પુષ્કળ ફાયદા છે, મલાઈકા અરોરા પણ દરરરોજ કરે છે યોગ
કંકોડાનું સેવન કેવી રીતે કરવું?
ડૉ. સિસોદિયાએ ઉલ્લેખ કર્યો કે સ્ટિર-ફ્રાયિંગ કંકોડા ઘણા ભારતીયોમાં લોકપ્રિય છે,
- કંકોડાને ધોઈને તેના ટુકડા કરો.
- સરસવના દાણા, કરી પત્તા અને મરચાને તેલમાં સાંતળો.
- ડુંગળી નાખો, પછી કંકોડા નાખો.
- હળદર, મરચું પાઉડર અને મીઠું નાખો.
- ઢાંકીને ધીમા તાપે રાંધો.
- ડૉ. સિસોદિયાએ કહ્યું કે, “આ તેના પોષક તત્વો જાળવી રાખે છે જ્યારે સ્વાદમાં વધારો થાય છે.”





