Mooli Dhokli Recipe: મૂળા ઢોકળી રેસીપી, ઘરે કુકરમાં આ રીતે બનાવશો તો અદભુત સ્વાદ આવશે

Mooli Dhokli Recipe In Gujarati : ઢોકળી પ્રખ્યાત ગુજરાતી વાનગી છે. જો તમને ઢોકળી ખાવી પસંદ હોય તો શિયાળામાં મૂળા ઢોકળી ટ્રાય કરવી જોઇએ. લીલા શાકભાજી, મૂળાની ભાજી અને વિવિધ મસાલાથી ભરપૂર મૂળા ઢોકળી શિયાળામાં ખાવાની મજા પડશે.

Written by Ajay Saroya
November 17, 2025 11:52 IST
Mooli Dhokli Recipe: મૂળા ઢોકળી રેસીપી, ઘરે કુકરમાં આ રીતે બનાવશો તો અદભુત સ્વાદ આવશે
Mooli Dhokli Recipe In Gujarati : મૂળા ઢોકળી બનાવવાની રીત. (Photo: @nehascookbook)

Gujarati Food Mooli Dhokli Recipe At Home : ઢોકળી પ્રખ્યાત ગુજરાતી વાનગી છે. મોટાભાગના લોકોના ઘરે સાદી ઢોકળી બને છે. જો તમને ઢોકળી ખાવી પસંદ છે અને તેમા કંઇક યુનિક ટેસ્ટ જોઇએ છે, તો તમારે મૂળા ઢોકળી ટ્રાય કરવી જોઇએ. લસણ અને મૂળાની ભાજી સાથે ઘઉંના લોટની ઢોકળીનો સ્વાદ અદભુત આવે છે. તો ચાલો જાણીયે કુકરમાં મૂળા ઢોકળી બનાવવાની રીત.

મૂળા ઢોકળી બનાવવા માટે સામગ્રી

  • મૂળી ભાજી – 300 ગ્રામ
  • લીલા મરચા – 5 નંગ
  • લીલું કોથમીર – 1 વાટકી
  • આદ – 1 નાનો ટુકડો
  • લીલું લસણ – 1 નાની વાટકી
  • જીરું – 1 ચમચી
  • ઘઉંનો લોટ કરકરો – 1 મોટી વાટકી
  • હળદર – 1 ચમચી
  • લાલ મરચું પાઉડર – 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર – 1 ચમચી
  • અજમો – 1 ચમચી
  • હીંગ – 1/4 ચમચી
  • સફેદ તલ – 1 નાની વાટકી
  • તેલ – 2 ચમચી
  • બેકિંગ સોડા – 1/4 ચમચી
  • લીંબુનો રસ – 1 ચમચી

Gujarati Mooli Dhokli Recipe | મૂળા ઢોકળી બનાવવાની રીત

મૂળા ઢોકળી બનાવવા માટે સૌથી પહેલા એક મિક્સર જારમાં 4 – 5 નંગ લીલા મરચા, લીલું લસણ 1 વાટકી, આદુનો ટુકડો, 1 ચમચી જીરું અને ચપટી મીઠું નાંખી પેસ્ટ બનાવો. આ ગ્રીન પેસ્ટમાં પાણી ઉમેરવાનું નથી.

હવે ઢોકળી બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણમાં ઘઉંનો કરકરો લોટ લો. પછી તેમા આદુ મરચાની પેસ્ટ, બધા મસાલા પાઉડર અને સફેદ તેલ, 1 – 2 ચમચી તેલ, બેકિંગ સોડા અને 1 ચમચી લીંબુનો રસ ઉમેરી બધી સામગ્રી મિક્સ કરો. પછી તેમા થોડુંક પાણી ઉમેરી સહેજ કડક નરમ લોટ બાંધો. આ લોટ માંથી હાથ વડે નાની નાની ઢોકળી બનાવો.

કુકરમાં 5 – 6 ચમચી તેલ ગરમ કરો. તેમા કાચા સીંગદાણા સહેજ ફ્રાય કરી લો. પછી આ જ તેલમાં 1 ચમચી રાઇ, 1 ચમચી જીરું, 2 સુકા લાલા મરચા, 4 – 5 નંગ લવિંગ અને કાળા મરી અને 1 તજનો ટુકડો લઇ તડકો લગાવો. 1 ચમચી હિંગ, 1 ચમચી હળદર અને મીઠા લીમડાના 5 – 6 નંગ પાન નાંખી સાંતળી લો. પછી કઢાઇમાં આદુ મરચા લસણની પેસ્ટ ઉમેરો, તેને 2 – 3 મિનિટ સુધી સાંતળી લો.

ગેસની આંચ ધીમી કરી દો. હવે કુકરમાં મસાલાની ઉપર મૂળાના ઝીણા સમારેલા પાન અને મૂળાને પાથરી દો. પછી તેની ઉપર ઘઉંના લોટની ઢોકળી મૂકો. આ રીતે 2 – 3 લેયર પાથરો. પછી કુકરનું ઢાંકણ લગાવી મૂળા ઢોકળીને વરાળમાં 10 મિનિટ સુધી બાફો. એક વાત ધ્યાન રાખો. કુકરના ઢાંકણમાં સીટી લગાવવાની નથી અને ગેસની આંચ એકદમ ધીમી રાખવી. જેનાથી મસાલો અને મૂળા દાઝશે નહીં.

હવે કુકરનુ ઢાંકણું ખોલો, પછી તેમા 1 ચમચી લાલ મરચું પાઉડર, 1 ચમચી હળદર પાઉડર, 1 ચમચી ધાણાજીરું પાઉડર, 1 ચમચી ગરમ મસાલો, 1 નાની વાટકી સફેદ તલ, ફ્રાય કરેલા સીંગદાણા, 1 ચમચી લીંબુનો રસ ઉમેરો. ફરી કુકરનું ઢાંકણું બંધ કરી તેને 10 મિનિટ સુધી વરાળમાં બાફો.

આ પણ વાંચો | સુરતી સ્ટાઇલ લીલી તુવેર ઢોકળીનું શાક, કુકરમાં ફટફાટ બની જશે

ત્યારબાદ કુકરનું ઢાંકણ ખોલી બધી સામગ્રી બરાબર મિક્સ કરી લો. પછી કુકર પર એક થાળીમાં પાણી રેડી મૂળા ઢોકળીને ફરી 10 મિનિટ સુધી વરાળથી બાફો. હવે હાથ વડે ઢોકળી બરાબર બફાઇ છે કે નહીં તે ચેક કરી લો. ગરમા ગરમી મૂળા ઢોકળીમાં લીલા કોથમીરના પાન ઉમેરી સર્વ કરો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ