Moong Dal : મગની દાળ છે પોષત્ત્વોનો ભંડાર! ડાયાબિટીસના દર્દીઓ કેટલું કરવું સેવન? જાણો બધુંજ

Moong Dal : મગની દાળ અનેક પોષકતત્વો ધરાવે છે. સ્વાસ્થ્ય ગુણોથી ભરપૂર આ દાળ ઘણા લોકોનું કમ્ફર્ટ ફૂડ હશે! સગર્ભા સ્ત્રીઓ અને ડાયાબિટીસના દર્દીઓએ આટલા પ્રમાણમાં સેવન કરવું જરૂરી. વધુમાં અહીં વાંચો.

Written by shivani chauhan
October 05, 2023 08:12 IST
Moong Dal : મગની દાળ છે પોષત્ત્વોનો ભંડાર! ડાયાબિટીસના દર્દીઓ કેટલું કરવું સેવન? જાણો બધુંજ
મૂંગદાળ પોષક તત્વોનો ભંડાર છે! ડાયાબિટીસના દર્દીઓએ કેટલું સેવન કરવું જોઈએ, જાણો બધું (પેક્સેલ)

પીળી મગની દાળ અને રાઈસ આ ફૂડ ઘણા લોકોનું કમ્ફર્ટ ફૂડ હોઈ શકે છે. પોષકતત્વોથી ભરપૂર આ પીળી મગની દાળ અનેક સ્વાસ્થ્ય લાભો ધરાવે છે.હેલ્થ એક્સપર્ટના જણાવ્યા અનુસાર પીળી દાળ અથવા મગની દાળ અત્યંત પૌષ્ટિક છે અને ભારતીય રસોડામાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી દાળ છે.

હેલ્થ એક્સપર્ટના જણાવ્યા મુજબ, દરેક 100 ગ્રામ રાંધેલી મગની દાળમાં આશરે આટલા પોષક તત્વો હોય છે.

  • કેલરી: 105 kcal
  • પ્રોટીન: 7.1g
  • ફેટ: 0.4g
  • કાર્બોહાઈડ્રેટ્સ: 19.1g
  • ડાયેટરી ફાઈબર: 7.6g
  • આયર્ન: 1.4mg
  • મેગ્નેશિયમ: 48mg
  • પોટેશિયમ: 292mg
  • વિટામિન B6: ડેઇલી વેલ્યુના 10%
  • ફોલેટ: ડેઇલી વેલ્યુના 24%

આ પણ વાંચો: Amla Benefits : આમળા ખાવા પસંદ નથી? આ ટિપ્સ થશે મદદગાર, વેઇટ લોસથી લઈ ડાયાબિટીસમાં આશીર્વાદરૂપ

મગની દાળ ખાવાના ફાયદા

  • મગની દાળ પ્લાન્ટ બેઝડ પ્રોટીન અને ફાઇબરનો ઉત્તમ સ્ત્રોત છે, જે પાચનમાં મદદ કરે છે અને કબજિયાત અટકાવે છે.
  • મગની દાળ તેના વિટામિન અને ખનિજતત્વો, જેમ કે ફોલેટ, મેગ્નેશિયમ અને વિટામિન B6 પણ ભરપૂર માત્રમાં હોય છે,
  • મગની દાળમાં ફેટની માત્રમાં ઓછી હોવાથી હૃદયના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે.

શું તે ડાયાબિટીસવાળા લોકો માટે ફાયદાકારક છે?

  • મગની દાળનું ગ્લાયકેમિક ઇન્ડેક્સ નીચું હોવાથી મગની દાળ ધીમે ધીમે લોહીના પ્રવાહમાં સુગરને રિલીઝ કરે છે, હેલ્થ એક્સપર્ટ અનુસાર તે ડાયાબિટીસ ધરાવતા લોકો માટે એક હેલ્થી પસંદગી છે.
  • જો કે, કોઈપણ ખોરાકની જેમ, તમારા આહારમાં કોઈપણ ઉમેરણ કરતા પહેલા તમારા ડાયાબિટોલોજીસ્ટ અથવા ન્યુટ્રિશનિસ્ટ સાથે વાત કરવાની ભલામણ કરવામાં આવે છે.

શું સગર્ભા સ્ત્રીઓએ મગની દાળનું સેવન કરવું જોઈએ?

  • એક્સપર્ટના જણાવ્યા અનુસાર, સગર્ભા સ્ત્રીઓને મગની દાળથી ઘણો ફાયદો થઈ શકે છે. ફોલેટ ગર્ભમાં અમુક ખામીઓને રોકવામાં મદદ કરે છે. આયર્ન મગની દાળમાં રહેલું આયર્ન એનિમિયા ટાળવામાં મદદ કરે છે. અને પ્રોટીન ગર્ભના વિકાસને ટેકો આપે છે.
  • જો કે, સગર્ભાવસ્થા દરમિયાન ચોક્કસ આહાર સલાહ માટે સ્ત્રીરોગચિકિત્સક અથવા ન્યુટ્રિશનિસ્ટની સલાહ લેવાની હંમેશા ભલામણ કરવામાં આવે છે.

આ પણ વાંચો: Sridevi Crash Diet: શું છે ક્રેશ ડાયટ? શ્રીદેવીના મોત પાછળ પણ છે જવાબદાર, અહીં જાણો તમામ વિગત

ધ્યાનમાં રાખવા જેવી બાબતો

  • મગની દાળ આપણા સ્વાસ્થ્ય માટે પૌષ્ટિક છે,પરંતુ પલાળવાની, અંકુરિત કરવી અથવા આથો લાવવા જેવી પ્રવૃત્તિઓ આ સ્તરને ઘટાડી શકે છે.
  • એક્સપર્ટે ભારપૂર્વક જણાવ્યું કે કેટલીક વ્યક્તિઓને મગની દાળથી ફોલ્લીઓ, શ્વાસ લેવામાં તકલીફ અથવા જઠરાંત્રિય સમસ્યાઓ સહિતની કઠોળની એલર્જી હોઈ શકે છે.

મગની દાળને લઈને માન્યતા અને ફેક્ટસ

  • મગની દાળ વિશે એક સામાન્ય માન્યતા એ છે કે તે પ્રોટીનની સામગ્રીને કારણે વજનમાં વધારો કરે છે . જો કે, એક્સપર્ટએ સ્પષ્ટતા કરી હતી કે વાસ્તવમાં મગની દાળ વેઈટ મેનેજમેન્ટ અને મસલ્સ બિલ્ડીંગને સપોર્ટ કરે છે.
  • બીજી ગેરસમજ એ છે કે તે શરીરમાં ‘ગરમી’ બનાવે છે. આ એક પરંપરાગત માન્યતા છે અને તેમાં વૈજ્ઞાનિક સમર્થનનો અભાવ છે. એક્સપર્ટએ સમજાવ્યું કે, મગની દાળ, ખાસ કરીને જ્યારે અંકુરિત થાય છે, ત્યારે તેને ઠંડી અને પચવામાં સરળ માનવામાં આવે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ