રાતની વધેલી ખીચડી માંથી સવારના નાસ્તા માટે બનાવો 5 ટેસ્ટી વાનગી, નોંધી લો સરળ રેસીપી

Leftover Khichdi Recipes: ઉનાળામાં હળવું ભોજન કરવા માટે ખીચડી સૌથી શ્રેષ્ઠ છે. જો કે ઘણી વખતે ખીચડી વધારે બની જાય છે. આવી સ્થિતિમાં વધેલી ખીચડી માંથી પણ ઓછી મહેનત સ્વાદિષ્ટ વાનગી બનાવી શકાય છે.

Leftover Khichdi Recipes: ઉનાળામાં હળવું ભોજન કરવા માટે ખીચડી સૌથી શ્રેષ્ઠ છે. જો કે ઘણી વખતે ખીચડી વધારે બની જાય છે. આવી સ્થિતિમાં વધેલી ખીચડી માંથી પણ ઓછી મહેનત સ્વાદિષ્ટ વાનગી બનાવી શકાય છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Leftover khichdi Recipe | khichdi Recipe | Leftover khichdi Recipe name | khichdi

Leftover khichdi Recipe Name : વધેલી ખીચડી માંથી 5 ટેસ્ટી વાનગી બનાવવાની રેસીપી. (Photo: Freepik)

Leftover Khichdi Recipes: ઉનાળાની ગરમીમાં લોકોને કંઇક હળવું ખાવાનું મન થાય છે ત્યારે ઘણી વખત ખીચડી ખાવાનું પસંદ હોય છે. પણ ક્યારેક ખીચડી વધારે બની જાય છે. તેને ફ્રીજમાં રાખ્યા બાદ સવારે ફરી ગરમ કર્યા બાદ તેનો ટેસ્ટ બેસ્વાદ થઇ જાય છે. આવી સ્થિતિમાં, ઘણા લોકો તેને ફેંકી દે છે અથવા શાકભાજી સાથે ખાય છે. પરંતુ તમે રાતની વધેલી ખીચડી માંથી સવારે નાસ્તા માટે 5 સ્વાદિષ્ટ વાનગી બનાવી શકો છો. આવો જાણીએ તેના વિશે.

Advertisment

ખીચડી પરાઠા : Leftover khichdi paratha recipe in Hindi)

  • 1 કપ વધેલી ખીચડી
  • 1 બાઉલ ઘઉંનોલોટ
  • 1/2 કપ ચણાનો લોટ
  • 1 નાની ચમચી અજમો
  • 1 ચપટી હીંગ
  • 1 ચમચી લાલ મરચાં પાવડર
  • તેલ સ્વાદ મુજબ મીઠું

ખીચડી માંથી પરાઠા બનાવવાની રીત?

ખીચડી માંથી પરાઠા બનાવવા માટે સૌ પ્રથમ ખીચડી, લોટ, ચણાનો લોટ, અજમો, હીંગ, લાલ મરચું મિક્સ અને મીઠું સ્વાદ અનુસાર ઉમેરીને લોટ બાંધો. આ લોટ માંથી પરાઠા બનાવી તવા પર તેલ કે ઘી લગાવીને શેકો. આ ખીચડી પરાઠા દહીં, ગ્રીન અને રેડ ચટણી કે આચાર સાથે સર્વ કરો.

ખિચડી પકોડા : Leftover khichdi Pakoda Recipe

તમે રાતની વધેલી ખીચડી માંથી સવારે નાસ્તામાં પકોડા બનાવી શકો છો. આ માટે ખીચડીમાં ચણાનો લોટ, લીલા મરચા, ઝીણી સમારેલી મેથી અથવા કોથમીર, મીઠું વગેરે મિક્સ કરીને ખીરું તૈયાર કરી લો. ડુંગળી ઉપરાંત કોબીજ, ગાજર જેવી તમારી મનપસંદ શાકભાજી પણ ઉમેરી શકાય છે. તેલમાં તળ્યા બાદ ગરમાગરમ પકોડા ચટણી સાથે સર્વ કરો.

Advertisment

ખીચડી ઉપમા : Leftover khichdi Upma Recipe

તમે વધેલી ખીચડી માંથી ઉપમા પણ બનાવી શકો છો. તેને બનાવવા માટે સૌ પ્રથમ ખીચડીને મસળી લો. તેમાં અડદ દાળ, રાઈ, લીલા મરચાં, કડી પત્તા, મીઠું ઉમેરો. તેમા ઘી નાંખીને હલકા હાથે શેકી લો.

ખીચડી ઢોકળા : Leftover khichdi Dhokla Recipe

ઢોકળા રાતની વધેલી ખીચડીમાંથી પણ બનાવી શકાય છે. તેને બનાવવા માટે સૌ પ્રથમ ખીચડીને સારી રીતે મસળી લો. તેમાં ચણાનો લોટ, દહીં, મીઠું નાખો. આ ખીરાને ઢોકળાના સ્ટીમરમાં બાફો. ગરમાગરમ ઢોકળા લીલી ચટણી સાથે સર્વ કરો.

ખીચડી ઈડલી : Leftover khichdi Idli Recipe

ખીચડી માંથી ઈડલી તમને થોડી વિચિત્ર લાગશે. પરંતુ તેમાથી ઇડલી પણ બનાવી શકાય છે. ઈડલી બનાવવા માટે ખીચડી મસળી લો. તેમાં અડદની દાળનું ખીરું ઉમેરો. સ્ટીમરમાં આ ખીરાને બાફી લો. તમારી ટેસ્ટી ખીચડી ઇડલી તૈયાર છે.

ભોજન રેસીપી