આપણે ઘણીવાર સફળ લોકોની સવારની આદતો વિશે વાત કરીએ છીએ. સવારની કેટલીક સારી આદતો આપણું આયુષ્ય વધારી શકે છે. હા! એક સંશોધન મુજબ,ઇકારિયા, ગ્રીસ,લોમા લિન્ડા, કેલિફોર્નિયા,સાર્દિનિયા, ઇટાલી, ઓકિનાવા, જાપાન, અને નિકોયા, કોસ્ટા રિકા વગેરે સ્થળોમાં વ્યક્તિઓ સામાન્ય રીતે 100 વર્ષ સુધી જીવે છે.
લેખક અને સંશોધક ડેન બ્યુટનર, જેમણે દીર્ધઆયુ હોટસ્પોટ્સ પર સંશોધન શરૂ કર્યું હતું. તેમણે આ વિસ્તારોના રહેવાસીઓ દ્વારા અનુસરવામાં આવતી ચોક્કસ જીવનશૈલી પ્રથાઓ(લાઈફ સ્ટાઇલ રૂટિન) ને જાહેર કર્યું છે, આ લાઈફ સટાઈલ રૂટિન એકંદર સ્વાસ્થ્યમાં ફાળો આપે છે.
તેમનો હેતુ અન્ય લોકોને લાંબુ આયુષ્ય જીવવામાં મદદ કરવાનો છે, જેમ કે લો-પ્રોટીન આહારનું પાલન કરવું. આમાંની કેટલીક દિનચર્યાઓ સવારે, જાગ્યા પછી, દિવસ પસાર કરવા માટે અનુસરી શકાય છે.
આ પણ વાંચો: Sannata Drink Recipe : પેટની સમસ્યામાં રાહત આપે આ ડ્રિન્ક,જાણો ખાસ રેસિપી
તમારું ‘ઇકિગાઇ’ (જીવન જીવવાનો હેતુ) શોધો
સવારે પથારીમાંથી ઉભા થાવ ત્યારે મોટાભાગના લોકોને મોટિવેશનની જરૂર હોય છે, તમારા જીવન જીવાવનો હેતુ શોધો અને પોતાની જાતને મોટીવેટ કરો. ikigai નો જાપાનીઝ વિચાર તમારા આત્માના જુસ્સાને શોધવા અને હેતુપૂર્ણ જીવન જીવવાનો છે.
સવારનો નાસ્તો ક્યારેય સ્કિપ કરવો નહિ
લાંબા આયુષ્ય માટે સારો હેલ્થી ખોરાક લેવો મહત્વપૂર્ણ છે. યુએસના એક સિટી લોમા લિન્ડાના લોકો સાથે થયેલી વાતચીતમાં તેમણે કહ્યું કે, દિવસની શરૂઆત કરવા માટે ધીમી આંચે બનાવેલ ઓટ્સના લેવા જોઈએ. તે ખરેખર સાદો નાસ્તો છે કારણ કે તેમાં સૌથી વધુ હેલ્ધી અખરોટ, ખજૂર જેમાં ફાઈબર વધુ હોય છે અને સોયા મિલ્કનો સ્પ્લેશ હોય છે, જેમાં પ્રોટીન વધુ હોય છે. તે એક કપ જયુસ સાથે લેવું જોઈએ,
સવારે કોફી કે કોઈ ઉકાળો પીવી
બ્યુટનરના જણાવ્યા મુજબ, આ પાંચ બ્લુ ઝોનમાંના દરેક રહેવાસીઓ તેમના સવારના ઉકાળોનો આનંદ માણે છે.કોફીમાં ક્રીમ અથવા ખાંડ ઉમેરવાનું ટાળો. તેના બદલે, તમારી કોફીમાં દૂધના સ્પ્લેશ સાથે પ્લાન્ટ બેઝડ મિલ્કનો ઓપ્શન અને કુદરતી સ્વીટનર પસંદ કરો.ચા એ બીજું સામાન્ય પીણું છે, તેથી તમારી સવારની કોફીને એક કપ ચા સાથે બદલવાનો પ્રયાસ કરો.
આ પણ વાંચો: Health Tips : દરરોજ ડ્રાય ફ્રૂટ્સનું સેવન કરવાથી શરીર પર શું અસર થાય છે? અહીં જાણો
શાબ્દિક પ્રશંસા
દરરોજ સવારે શાબ્દિક રીતે લોકોની પ્રશંસા કરો, જ્યારે પૌષ્ટિક ભોજન (ફળો અને આખા અનાજથી ભરપૂર) પણ લેવું અને 20 મિનિટની કસરત (ઘણી વખત યોગ અથવા સાઈકલિંગ)માં વ્યસ્ત રહેવું.
જીવનશૈલી પ્રકાશન વેલ એન્ડ ગુડ અનુસાર, તેણે એક વખત એક પત્રકારને કહ્યું હતું કે, “આપણે જે પ્રથમ વ્યક્તિને મળીએ તેને કંઈક સરસ કહો.” “હાર્વર્ડ અભ્યાસ દર્શાવે છે કે આપણી વર્તણુક ચેપી છે તેથી જો તમે કોઈ વ્યક્તિ સાથે સારો વ્યવહાર કરો છો, તો તે તમારી સાથે સારુંજ થવાની સંભાવના છે.”





