/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/walk-According-To-Age.jpg)
મોર્નિંગ વોકિંગ સ્વાસ્થ્યની સાથે સાથે સ્વસ્થ શરીર માટે પણ ફાયદાકારક છે (તસવીર - ફ્રીપિક)
summer morning walk Tips : મોર્નિંગ વોકિં સ્વાસ્થ્યની સાથે સાથે સ્વસ્થ શરીર માટે પણ ફાયદાકારક છે. સવારે વહેલા ચાલવાથી આખો દિવસ શરીર તાજગી અનુભવે છે. મોર્નિંગ વોક માત્ર શારીરિક સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ માનસિક સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. માટે લોકો પોતાને ફિટ અને એનર્જીથી ભરપૂર રાખવા માટે વહેલી સવારે ચાલવાનું પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે મોર્નિંગ વોક કરતા પહેલા તમારે આ મહત્વની વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. મોર્નિંગ વોક પહેલા આ વાતોનું ધ્યાન ન રાખશો તો ફાયદો થવાના બદલે તમારા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે.
સવારે ચાલતી વખતે રાખો આ વાતોનું ધ્યાન
ઉનાળાની ઋતુમાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ગરમીમાં પરસેવો થવાથી ઉબકા, માથાનો દુખાવો અને ડિહાઇડ્રેશન જેવી સમસ્યા થઇ શકે છે. આ સિવાય લાંબા સમય સુધી તડકામાં રહેવાથી તમારા શરીરની નેચરલ કૂલિંગ સિસ્ટમ નિષ્ફળ થઈ શકે છે. આવી સ્થિતિમાં ધ્યાનમાં રાખો કે સૂર્યમાં વધુ સમય સુધી ન રહેવું.
ચાલવા જતા પહેલા પાણી પીવો
જ્યારે તમે સવારે ઉઠો છો, ત્યારે તમારું શરીર પહેલેથી જ ડિહાઇડ્રેટેડ હોય છે. તમે 6-8 કલાક સુધી એકપણ ઘૂંટડો પાણીનો પીધો હશે નહીં. માટે પાણી પીધા વગર મોર્નિંગ વોક જવું જોખમી બની શકે છે. જો તમારું શરીર પહેલેથી જ ડિહાઇડ્રેટેડ છે, તો પરસેવાની ઉણપથી ઝડપથી ડિહાઇડ્રેશન થઈ શકે છે, જેના કારણે સ્નાયુઓમાં ખેંચાણ, માથાનો દુખાવો અને થાક થઈ શકે છે. તેથી સવારે ઉઠતાની સાથે જ એક કે બે ગ્લાસ પાણી પીવો.
આ પણ વાંચો - સવારે નાસ્તામાં બનાવો દિવસના હિસાબે આવા હેલ્ધી અને સ્વાદીષ્ટ દેશી બ્રેકફાસ્ટ
ખાલી પેટે મોર્નિંગ વોક માટે ના જાવ
ઘણા લોકોને લાગે છે કે ખાલી પેટ ચાલવાથી વજન ઝડપથી ઓછું થઈ જશે. જો કે આવું નથી. જો તમે ખાલી પેટે મોર્નિંગ વોક જાઓ છો તો તમને ચક્કર આવી શકે છે અથવા માથાનો દુખાવો થઈ શકે છે. બ્લડશુગરના કારણે તમને ચાલતી વખતે નબળાઈ, ઉબકા અથવા બેભાન પણ કરી શકે છે. આવી સ્થિતિમાં મોર્નિંગ વોક ફુલ બ્રેકફાસ્ટ કરવાની જરૂર નથી, પરંતુ થોડો હળવો ખોરાક ઠીક રહેશે. જેમ કે કેળા, એક મુઠ્ઠી પલાળેલી બદામ, ટોસ્ટનો અડધો ટુકડો અથવા નાની ફ્રૂટ સ્મૂધી.
વોર્મ-અપ
ચાલતા પહેલા થોડું સ્ટ્રેચ કરવું એ તમારા સ્વસ્થ અને તંદુરસ્ત શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે સવારે માત્ર 30 મિનિટ જ ચાલતા હોવ તો પણ ઓછામાં ઓછું 3-5 મિનિટનું વોર્મઅપ જરૂર કરો. વોર્મ-અપમાં પગની ઘૂંટી ફેરવો, તમારા પગના અંગૂઠાને હળવેથી સ્પર્શ કરો, તમારા ખભાને ખસેડો અને ગરદનને ફેરવો.
વોક કરતા પહેલાં ચા અને કોફી પીવાનું ટાળો
ઘણા લોકોને મોર્નિંગ વોક પહેલા એક કપ ગરમ ચા કે કોફી પીવી ગમે છે, પરંતુ મોર્નિંગ વોક પહેલા કેફીનનું સેવન નુકસાનકારક સાબિત થઈ શકે છે. કેટલાક લોકો માટે ખાલી પેટે કેફીન પીવાથી એસિડિટી અથવા પેટમાં ગરબડનું કારણ બની શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us