/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/mothers-day-2024.jpg)
Mother's Day Gift 2024: મધર્સ ડે પર તમારી માતાને આપો આ બેસ્ટ ગિફ્ટ, દિવસ યાદગાર બની જશે
Mother's Day Gift Ideas in Gujarati : મધર્સ ડે (Mothers Day) દર વર્ષ મે મહિનાના બીજા રવિવારે ઉજવવામાં આવે છે. આ વર્ષે મધર્સ ડે 14 મેએ ઉજવાશે. આ દિવસે તમે તમારા માતાને કેટલીક ભેટ આપીને ખાસ અનુભવ કરાવી શકો છો. તમારી માતા અવશ્ય ખુબ પ્રફુલ્લિત થશે. આજે આ અહેવાલમાં અમે તમારા માટે મધર્સ ડે બેસ્ટ ગિફ્ટ આઇડિયા (Mothers Day Best Gift Ideas) વિશે જણાવીશું. આ સાથે અમે શા માટે મધર્સ ડે ઉજવાય છે અને તેનો ઇતિહાસ અને મહત્વ (Mothers Day History and Importance) અંગે પણ વિસ્તારપૂર્વક જણાવીશું.
માતાઓના નિસ્વાર્થ પ્રેમને માન આપવા માટે દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે વિશ્વભરમાં મધર્સ ડે ઉજવાય છે. મધર્સ ડે એ એક ખાસ દિવસ છે, જે સમગ્ર વિશ્વની માતાઓને આદર-સ્નમાન આપવા માટે ઉજવણી કરાય છે.
Best Mother's Day Gifts for Mom
મધર્સ ડે નિમિત્તે તમે તમારી માતાને સ્પેશિયલ ફીલ કરાવવા માટે કોઇ મોંઘી ગિફ્ટ આપવી જરૂરી નથી. માત્ર એટલું ધ્યાન રાખો કે તમે તમારી માતાને જે ગિફ્ટ આપો તે સાચા ભાવ અને સ્નમાનથી આપવી જોઇએ. ચોક્કસથી તમારી માતા આનંદમાં આવી જશે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/flowers.jpg)
આ સિવાય તમે તમારી માતાને મધર્સ ડે પર તેમના ફેવરિટ ફૂલ અને કેક આપી શકો છે. આ સાથે તમે મધર્સ ડેના અવસર પર ફૂલ વન ડે પિકનિકનો પ્લાન બનાવી શકો છો જેથી તમે તમારી માતા અને પરિવાર સાથે આ વ્યસ્ત જીવનશૈલીમાં ક્વોલિટી ટાઇમ સ્પેન્ટ કરી શક્શો.
તદ્ઉપરાંત જો તમારી માતાને શોપિંગ કરવી બહુ ગમે છે તો તમે તેને મનભરીને શોપિંગ કરવા લઇ જાવ. તેનો આ દિવસ બેસ્ટ બની જશે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/mothers-day-gift-ideas.jpg)
મધર્સ ડે પર તમારી માતાને સૌથી વિશેષ અનુભવ કરાવા માગો છો તો તમે તમારી હાથે કાર્ડ બનાવીને આપી શકો છો. આનાથી ઉત્તમ દુનિયામાં તમારી માતા માટે કોઇ ગિફ્ટ નહીં હોય.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/food.jpg)
આ સાથે તમે તમારી માતાનું ફેવરિટ ફૂડ પણ ઘરે બનાવી શકો છો. આમ કરવાથી તમારી માતાની ખુશીનું ઠેંકાણું નહીં રહે.
મધર્સ ડે પર તમે તમારી માતા સાથે મુવી જોવા માટે પણ જઇ શકો છો. તેમજ ઘરે સ્પાનું પણ આયોજન કરી શકો છો.
આ ઉપરાંત તમે મધર્સ ડે પર તમારા બાળપણની તમારી માતા સાથેની કે તમારી બાળપણની તસવીરો એકઠી કરીને એક મેમોરેબલ વીડિયો બનાવી શકો છો. આ વીડિયો જોયને અવશ્ય તમારી માતા માટે દિવસ યાદગાર બની જશે.
મધર્સ ડે ઇતિહાસ (Mothers Day History)
મધર્સ ડે માતૃત્વની ઉજવણી કરતો પ્રાચીન ગ્રીક અને રોમન તહેવાર માનવામાં આવે છે. જેમાં માતા દેવી રિયાની પૂજા કરવામાં આવતી હતી. આ પછી ક્રિશ્વિયન ધર્મે પણ મધર મેરીના સન્માન માટે તેને સ્વીકાર્યો હતો. આ તહેવારને મધરિંગ સન્ડે નામ આપવામાં આવ્યું હતું. અમેરિકામાં મધર્સ ડેની શરૂઆત અન્ના જાર્વિસ દ્વારા કરવામાં આવી હતી. જેઓ તેની માતા એન રીવ્સ જાર્વિસનું સન્માન કરવા માગતી હતી. એન એક શાંતિ કાર્યકર્તા હતી. જેણે અમેરિકન ગૃહ યુદ્ધની બંને બાજુએ ઘાયલ સૈનિકોની સંભાળ રાખી હતી.
અન્નાએ વેસ્ટ વર્જિનિયામાં તેની માતા માટે એક સ્મારકનું આયોજન કર્યું અને મધર્સ ડેને માન્યતાપ્રાપ્ત રજા બનાવવા માટે ઝુંબેશ ચલાવી હતી. આ પછી વર્ષ 1914માં મધર્સ ડેને અમેરિકામાં રાષ્ટ્રીય રજા તરીકે માન્યતા આપવામાં આવી હતી. આમ અમેરિકા સહિત અન્ય દેશોમાં પણ મધર્સ ડેનો તહેવાર ફેલાઇ ગયો અને આજે તે દિવસ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે.
આ પણ વાંચો : 56% રોગોનું મૂળ કારણ ખરાબ આહાર, ICMR અભ્યાસમાં મોટો ખુલાસો, ગાઈડલાઈન જાહેર
મધર્સ ડે મહત્વ (Mothers Day Importance)
મધર્સ ડે મહત્વ દરેકના જીવનમાં ઘણું મહત્વ ધરાવે છે. આ દિવસ માતાઓને સમર્પિત છે. જે આપણા હ્રદયમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us