પાકિસ્તાનમાં ભારતીય હવાઈ હુમલાઓ પર આધારિત મુવીઝ અને ઓટીટી વેબ સિરીઝ, વિકેન્ડ પર જુઓ

ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ તકરાર અને સરહદ પરની આ અસ્થિર પરિસ્થિતિને ઘણી વખત ફિલ્મોમાં દર્શાવવામાં આવી છે. 'ઓપરેશન સિંદૂર' ના દિવસો પર નજર કરીએ તો, મુવીઝ અને વેબ સિરીઝમાં અટેક બતાવામાં આવ્યા છે.

Written by shivani chauhan
May 09, 2025 12:52 IST
પાકિસ્તાનમાં ભારતીય હવાઈ હુમલાઓ પર આધારિત મુવીઝ અને ઓટીટી વેબ સિરીઝ, વિકેન્ડ પર જુઓ
પાકિસ્તાનમાં ભારતીય હવાઈ હુમલાઓ પર આધારિત મુવીઝ અને ઓટીટી વેબ સિરીઝ, વિકેન્ડ પર જુઓ

Movies and OTT Web Series on Indian Air Strikes in Pakistan : કાશ્મીરના પહેલગાંવમાં આતંકવાદીઓએ ગળવાર, 22 એપ્રિલના રોજ નિર્દોષ ભારતીય પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો. જેમાં ઘણા પરિવારોએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે. પહેલગાંવમાં થયેલા આતંકવાદી હુમલાનો ભારતે બદલો લીધો છે. પાકિસ્તાનમાં મધ્યરાત્રિએ અનેક સ્થળોએ હુમલા કરવામાં આવ્યા હતા. ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો છે. આ ઓપરેશનને ‘ઓપરેશન સિંદૂર’ નામ આપવામાં આવ્યું છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ તકરાર અને સરહદ પરની આ અસ્થિર પરિસ્થિતિને ઘણી વખત ફિલ્મોમાં દર્શાવવામાં આવી છે. ‘ઓપરેશન સિંદૂર’ ના દિવસો પર નજર કરીએ તો, મુવીઝ અને ઓટીટી વેબ સિરીઝમાં આ અટેક બતાવામાં આવ્યા છે.

ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક (Uri: The Surgical Strike)

ભારત પાકિસ્તાન વચ્ચેની તકરાર પર પહેલી ફિલ્મ ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક છે. ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાનમાં કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈકને 2016માં ઉરી હુમલાના સંદર્ભમાં દર્શાવવામાં આવી છે. દિગ્દર્શક આદિત્ય ધર પાકિસ્તાન પર ભારતના અગાઉના હુમલાઓના પડદા પાછળની વાર્તા ગૂંથે છે. વિકી કૌશલ, યામી ગૌતમ, પરેશ રાવલ, મોહિત રૈના અને કીર્તિ કુલહારી અભિનીત આ ફિલ્મ Zee5 પર જોવા મળે છે.

ગુંજન સક્સેના: ધ કારગિલ ગર્લ (Gunjan Saxena: The Kargil Girl)

ગુંજન સક્સેના: ધ કારગિલ ગર્લ ફિલ્મ વર્ષ 2020 માં શરણ શર્મા દ્વારા બનાવામાં આવી છે. આ ફિલ્મ લોકડાઉન દરમિયાન OTT પર રિલીઝ થઈ હતી. જાન્હવી કપૂર, પંકજ ત્રિપાઠી, અંગદ બેદી અને વિનીત કુમાર સિંહ અભિનીત આ ફિલ્મ નેટફ્લિક્સ પર ગમે ત્યારે જોવા માટે ઉપલબ્ધ છે. આ ફિલ્મ કારગિલ યુદ્ધમાં ભારતની પ્રથમ મહિલા ફાઇટર પાઇલટની સ્ટોરી પર આધારિત છે. જે ‘ઓપરેશન સિંદૂર’ જેવા મહત્વપૂર્ણ દિવસે ખૂબ જ સુસંગત છે.

ફાઇટર (Fighter)

ફાઇટર ફિલ્મમાં અનિલ કપૂર, ઋતિક રોશન અને દીપિકા પાદુકોણ અભિનીત છે. એ પુલવામા હુમલા પછી બાલાકોટ હવાઈ હુમલા પર આધારિત બોલિવૂડ ફિલ્મ છે. આ મુવી ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર પણ જોઈ શકાય છે.

ઓપરેશન વેલેન્ટાઇન (Operation Valentine)

ઓપરેશન વેલેન્ટાઇન તમે પ્રાઇમ વિડીયો પર વરુણ તેજ, ​​માનુષી છિલ્લર, નવદીપ અને પરેશ પહુજા અભિનીત “ઓપરેશન વેલેન્ટાઇન” જોઈ શકો છો. ભારતીય સેનાની બહાદુરીને યુદ્ધના મેદાનથી લઈને હવા સુધી દર્શાવવામાં આવી છે.

આ પણ વાંચો: ભારતની આ અભિનેત્રીએ પાકિસ્તાની કલાકારોને ચોખ્ખું પરખાવ્યું, લખ્યું- હવે તમારી દેશભક્તી જાગી…

સ્કાય ફોર્સ (Sky Force)

સ્કાય ફોર્સ 1996 માં પાકિસ્તાન સામે ભારતના પ્રથમ હવાઈ અભિયાનની અનકહી સ્ટોરી કહે છે. અક્ષય કુમાર અને વીર પહારિયા અભિનીત આ ફિલ્મ બોક્સ ઓફિસ પર એટલી સફળ રહી ન હતી. જોકે, આ ફિલ્મ પ્રાઇમ વિડીયો પર ઉપલબ્ધ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ