Mrunal Thakur Diet : કસરત પહેલા બ્લેક કોફી અને કેળા ખાવા સ્વાસ્થ્ય માટે કેટલા યોગ્ય? મૃણાલ ઠાકુર આ કોમ્બિનેશન પસંદ છે, એક્સપર્ટએ કહ્યું..

Mrunal Thakur Diet : કેળામાં કાર્બોહાઇડ્રેટ્સ ભરપૂર હોય છે, ખાસ કરીને ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને સુક્રોઝ જેવી નેચરલ શર્કરા હોય છે. જે ઝડપી એનર્જી પુરી પાડે છે.

Written by shivani chauhan
June 08, 2024 07:00 IST
Mrunal Thakur Diet : કસરત પહેલા બ્લેક કોફી અને કેળા ખાવા સ્વાસ્થ્ય માટે કેટલા યોગ્ય? મૃણાલ ઠાકુર આ કોમ્બિનેશન પસંદ છે, એક્સપર્ટએ કહ્યું..
Mrunal Thakur Diet : કસરત પહેલા બ્લેક કોફી અને કેળા ખાવા સ્વાસ્થ્ય માટે કેટલા યોગ્ય? મૃણાલ ઠાકુર આ કોમ્બિનેશન પસંદ છે, એક્સપર્ટએ કહ્યું..

Mrunal Thakur Diet : ઘણા લોકો કસરત કરતા પહેલા ડ્રાય ફ્રૂટ્સ, દૂધ કે કોઈ ફ્રૂટ્સ ખાતા હોય છે. તાજતેરમાં ઈન્ડયન એકટ્રેસ મૃણાલ ઠાકુરએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, કસરત કરતા પહેલા બ્લેક કોફી સાથે કેળા (banana with black coffee) ખાવાનું પસંદ કરે છે. કોફીનો સ્વાદ થોડો કડવો અને કેળાનો સ્વાદ મીઠો હોય છે તેથી એકટ્રેસને આ અટપટું કોમ્બિનેશન પ્રિય છે.

Black coffee And Banana
Mrunal Thakur Diet : કસરત પહેલા બ્લેક કોફી અને કેળા ખાવા સ્વાસ્થ્ય માટે કેટલા યોગ્ય? મૃણાલ ઠાકુર આ કોમ્બિનેશન પસંદ છે, એક્સપર્ટએ કહ્યું..

પરંતુ શું બ્લેક કોફી અને કેળા વર્કઆઉટ પહેલા ખાવા યોગ્ય છે?

ડાયટિશ્યન કહે છે કે, વર્કઆઉટ પહેલાંના કેળા સાથે બ્લેક કોફી પીવાથી કસરતની અસરકારકતામાં વધારો કરી શકે છે. આ કોમ્બિનેશન કેફીનના ફાયદાઓ અને પોષકતત્વોથી ભરપૂર કેળા સંતુલિત ઉર્જા વધારવામાં મદદ કરે છે.

બ્લેક કોફી અને કેળા સાથે ખાવાના ફાયદા (Benefits of eating black coffee and bananas)

તાત્કાલિક ઊર્જા વધારે : બ્લેક કોફીમાં કેફીન સતર્કતામાં વધારો કરે છે અને કસરત દરમિયાન આળસની ફીલિંગ ઘટાડે છે, જે લોકો લાંબા સમય સુધી કસરત કરી શકે છે. વર્કઆઉટની લગભગ 30 મિનિટ પહેલાં બ્લેક કોફીનું સેવન એર્ગોજેનિક અસરોને સારી બનાવી શકે છે.

આ પણ વાંચો: Pregnancy Health Tips : પ્રેગ્નેન્સીના શરૂઆતના દિવસોમાં અટપટું ખાવાની ઈચ્છા કેમ થાય છે? રિચા ચઢ્ઢાએ કર્યા પોતાના અનુભવ શેર

કેળા એનર્જી પ્રદાન કરે : કેળામાં કાર્બોહાઇડ્રેટ્સ ભરપૂર હોય છે, ખાસ કરીને ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને સુક્રોઝ જેવી નેચરલ શર્કરા હોય છે. જે ઝડપી એનર્જી પુરી પાડે છે. તદુપરાંત, કેળાનું ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે, જેનો અર્થ થાય છે ધીમે ધીમે એનર્જી આપે છે અને સમગ્ર વર્કઆઉટ દરમિયાન એનર્જી લેવલને ટકાવી રાખવામાં મદદ કરે છે.

એકાગ્રતા વધારે : કેફીન સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને ઉત્તેજિત કરે છે, એકાગ્રતા વધારે છે. તે મેટાબોલિક રેટ અને ફેટ ઓક્સિડેશનને પણ વધારે છે, જે એથ્લેટ્સ માટે ફાયદાકારક હોઈ શકે છે. કેળામાં રહેલી નેચરલ સુગર તાત્કાલિક એનર્જીનો સ્ત્રોત પૂરો પાડે છે.

ઇલેક્ટ્રોલાઇટ સંતુલન : કેળા પોટેશિયમનો ઉત્તમ સ્ત્રોત છે, એક આવશ્યક ઈલેક્ટ્રોલાઈટ જે સ્નાયુઓના કાર્યને જાળવવામાં અને ખેંચાણને રોકવામાં મદદ કરે છે. આ ખાસ કરીને તીવ્ર વર્કઆઉટ્સ દરમિયાન નિર્ણાયક છે જયારે ઇલેક્ટ્રોલાઇટસના લોસ થવાથી થાક અને પ્રભાવમાં ઘટાડો તરફ દોરી શકે છે.

એન્ટીઑકિસડન્ટ ગુણધર્મ ધરાવે : કોફી એન્ટીઑકિસડન્ટોથી સમૃદ્ધ હોવાથી તે ઓક્સિડેટીવ તણાવ સામે લડવામાં મદદ કરે છે તીવ્ર શારીરિક પ્રવૃત્તિ દ્વારા એન્ટીઑકિસડન્ટ્સ સ્નાયુઓની બળતરા ઘટાડવામાં અને કસરત પછી એનર્જી વધારવામાં મદદ કરી શકે છે.

પાચન સુધારે : બંને બ્લેક કોફી અને કેળા પાચન તંત્ર પર ફાયદાકારક અસર કરે છે. કોફી પાચનતંત્રને ઉત્તેજિત કરી શકે છે, જ્યારે કેળામાં ડાયેટરી ફાઇબર હોય છે જે પાચનમાં મદદ કરે છે અને કસરત દરમિયાન જઠરને લગતી સમસ્યા રોકવામાં મદદ કરે છે.

આ પણ વાંચો: Types Of Cheese : તમને ક્યુ ચીઝ ખાવું પસંદ છે? દુનિયામાં છે આટલી ચીઝની વેરાયટી

કેફીન સેન્સિટિવિટી : કેફીન પ્રત્યેની સહનશીલતા વ્યક્તિએ વ્યક્તિએ અલગ અલગ હોઈ શકે છે. કેટલાકને અસ્વસ્થતા અથવા જઠરને લગતી સમસ્યાનો અનુભવ થઈ શકે છે. વ્યક્તિગત એલર્જી હોય તો મૂલ્યાંકન કરવું અને તે મુજબ કોફીના સેવન કરવું મહત્વપૂર્ણ છે.

ટાઈમ : પર્યાપ્ત પાચન અને મહત્તમ લાભ મેળવવા માટે વર્કઆઉટના 30 થી 60 મિનિટ પહેલાં બ્લેક કોફી અને કેળાનું સેવન કરો.

હાઇડ્રેશન : કોફી પૂરતા પ્રમાણમાં પાણીના સેવન સાથે સંતુલિત ન હોય તો ડિહાઇડ્રેશનનું કારણ બની શકે છે. તેથી આરોગ્ય જાળવવા માટે કસરત કરતા પહેલાં, કસરત દરમિયાન અને કસરત પછી યોગ્ય હાઇડ્રેશનની ખાતરી કરો

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ