single test can detect multiple early cancer: કેન્સરનું નામ સાંભળીને જ લોકોને પગ નીચેથી જમીન ખસી જાય છે. આજે પણ કેન્સરનો અસરકારક ઉપાય નથી પરંતુ એક સાચા સમય કે વહેલા કેન્સરની જાણ થઈ જાય તો મોટાભાગના કિસ્સાઓમાં દર્દીને બચાવી શકાય છે. પરંતુ સમસ્યા એ છે કે કેન્સરમાં શરૂઆતમાં લક્ષણો દેખાતા નથી. આ બીમારીનું કારણ લાસ્ટ સ્ટેજમાં ખબર પડે છે કે કેન્સર છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ સાદા બ્લડ ટેસ્ટથી 50 પ્રકારના કેન્સરની ઓળખ કરવાનો દાવો કર્યો છે. જેની ટ્રાયલ હાલ ચાલી રહી છે. લગભગ એક લાખ લોકો પર ટ્રાયલ કરવામાં આવશે જો આ ટ્રાયલ સફળ થઇ તો કેન્સર જેવા જીવલેણ રોગથી જલ્દી છુટકારો મળી શકશે.
લાખો લોકોની બચી શકે જિંદગી
આ કેન્સરને મલ્ટીકેન્સર અર્લી ડિટેકશન ટેસ્ટ (MCED) કહેવાય છે. આ વર્ષે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેનએ MCED ને પ્રાથમિકતાના આધાર પર પુરો કરવાનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે કેન્સરને નાબૂદ કરવા માટે આ એક ક્રાંતિકારી પગલું સાબિત થઇ શકે છે. આ ટેસ્ટને કેલિફોર્નિયાની ગ્રેલ કંપનીએ તૈયાર કર્યો છે. ગ્રેલનું કેહવું છે કે ટેસ્ટ 50થી વધુ પ્રકારના અલગ- અલગ કેન્સરને ડિટેક્ટ કરી શકે છે.
જો કેન્સરની જાણ અર્લી સ્ટેજમાં થઇ જાય તો હજારો લોકોનો જીવ બચાવી શકાય છે. કારણ કે વર્તમાનમાં અર્લી સ્ટેજમાં કેન્સરની ઓળખ થતી નથી. દુનિયાભરમાં કેન્સરથી લગભગ 95 લાખ લોકોના મૃત્યુ થઇ જાય છે. જેમાં ફેફસાનું કેન્સર, સ્વાદુપિંડનું કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર અને બ્રેસ્ટ કૅન્સર સૌથી ઘાતક અને ઘણા લોકોના મોતનું કારણ બન્યા છે. રિસેર્ચનો દાવો છે કે લોકોમાં કૅન્સરની બીમારીનો આંકડો વધતો જ જાય છે જ્યાં “કેન્સરથી અકાળ મૃત્યુદર ઘટાડવો”એ યુનાઇટેડ નેશનના ટકાઉ વિકાસ-2030ના એજેન્ડાનો ભાગ છે. ત્યાં ગ્રેલ કંપનીનું કહેવું છે કે, આ ટ્રાયલ લગભગ 2 વર્ષ સુધી ચાલશે તેના ત્યારબાદ આ ટેસ્ટને બજારમાં લાવવાની શક્યતા છે.
કેવી રીતે કામ કરે છે આ ટેસ્ટ
જ્યારે કોઈપણ પ્રકારની કોશિકાઓ મરે છે તો તેના DNA રક્તમાં મુક્ત થાય છે અને તે પ્રવાહમાં તરે છે. જ્યારે કોઈ કોશિકા પર કેન્સર કોશિકાઓ હુમલો કરશે તો તે કોશિકા ટ્યુમર કોશિકામાં પરિવર્તિત થઇ જશે. ટ્યુમર કોશિકામાં પણ DNA હશે પરંતુ આ એક અલગ પ્રકારનું DNA હશે, જયારે ટયુમર કોશિકાઓના DNA રક્ત પ્રવાહમાં તરે તો MCED રક્ત પ્રવાહમાંથી આ ટયુમર વાળા DNA ને ઓળખી લેશે. કોશિકા વગરના આ DNA આ વાતની સૂચના આપશે કે એ ક્યાં પ્રકારના ટીસ્યુમાંથી આવ્યા છે અને શું આ નોર્મલ DNA છે કે કેન્સર વાળા DNA?