સાવધાન: દિલ્હીના બાળકો આ ચેપી બીમારીના ભરડામાં, જાણો Mumps નું સંક્રમણ કેવી રીતે ફેલાય છે અને બચવાના ઉપાય

Mumps Vrus Causes Symptoms And Treatment: હેલ્થ એક્સપર્ટ્સના મતે Mumpsનો ચેપ બાળકોની સાથે પુખ્ત વયના લોકોને પણ થઇ શકે છે. આ ચેપી બીમારીના શરૂઆતના લક્ષણોમાં તાવ આવવો, માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો, થાક અને ભૂખ ન લાગવી વગેરેનો સમાવેશ થાય છે.

Written by Ajay Saroya
May 03, 2024 21:59 IST
સાવધાન: દિલ્હીના બાળકો આ ચેપી બીમારીના ભરડામાં, જાણો Mumps નું સંક્રમણ કેવી રીતે ફેલાય છે અને બચવાના ઉપાય
મંપ્સ વાયરસનો ચેપ બાળકથી લઇ પુખ્ય વયની વ્યક્તિને પણ થઇ શકે છે. (Image source: Wikipedia)

Mumps Vrus Causes Symptoms And Treatment: મુંબઈ, કેરળ, તેલંગાણા અને આંધ્ર પ્રદેશ બાદ હવે દિલ્હી-એનસીઆરમાં પણ ચેપી બીમારી Mumpsના કેસ સામે આવ્યા છે. એટલું જ નહીં, છેલ્લા કેટલાક સમયથી Mumpsના કેસોમાં પણ વધારો થયો છે. તમને જણાવી દઇયે કે, Mumps જેને ગુજરાતીમાં ગાલપચોળિયાં અને હિન્દીમાં ગલસુઆ કહેવામાં આવે છે. ગાલપચોળિયાં એક ચેપી રોગ છે, જે મંપ્સ નામના વાયરસથી ફેલાય છે. તો મંપ્સ પેરામાઇક્સોવાયરસ (Paramyxoviruses) નામના વાયરસના ગ્રૂપ સાથે સંબંધિત છે.

ગાલપચોળિયાંની અસર

ગાલપચોળિયાં મુખ્યત્વે ગળાની લાળ ગ્રંથીઓ (Salivary glands)ને પ્રભાવિક કરે છે, જેને પેરોટિડ ગ્રંથિઓ પણ કહેવામાં આવે છે. સાથે જ આ ઇન્ફેક્શનના કારણે વ્યક્તિના કાન નીચેની આ ગ્રંથિઓમાં સોજો આવી જાય છે, જેના કારણે પીડિતાના ગાલ ફૂલી જાય છે અને જડબામાં સોજો આવવા લાગે છે. તમને જણાવી દઇયે કે, ગાળપચોળિયાં એક ચેપી બીમારી છે, જે ઉધરસ અથવા છીંકવાથી પણ ફેલાય છે.

ગાપચોળિયાંના લક્ષણો

આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, બાળકોમાં ગાલપચોળિયાંના પ્રારંભિક લક્ષણોમાં તાવ, માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો, થાક અને ભૂખ ન લાગવી વગેરેનો સમાવેશ થાય છે. ઉપરાંત અલગ અલગ મંપ્સ વાયરસનો ચેપ લાગે છે ત્યારે લાળ ગ્રંથિઓમાં ધીમે ધીમે સોજો આવવા લાગે છે, જેના કારણે ખોરાક ચાવવા કે ગળતી વખતે દુખાવા થાય છે. આ ઉપરાંત કેટલાક બાળકોને કાન કે જડબામાં દુખાવો પણ થઈ શકે છે.

પુખ્ત વયના લોકોમાં આ લક્ષણો દેખાય છે

ગાળપચોળિયાં માત્ર બાળકને નહીં પુખ્ય વયના લોકોને પણ થઇ શકે છે. જો પુખ્ત વયના લોકોની વાત કરીયે તો તેમને શરૂઆતમાં તાવ, માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો, થાક અને ભૂખ ન લાગવી સહિતના બાળકો જેવા જ લક્ષણો જોવા મળી શકે છે. જો કે, પુખ્ત વયના લોકોમાં આ લક્ષણો વધુ ગંભીર હોઈ શકે છે. તેમને લાળ ગ્રંથીઓના પીડાદાયક સોજોનો સામનો કરવો પડી શકે છે. ઉપરાંત લાળ ગ્રંથીમાં દુખાવો અને સોજા કે અંડાશયમાં સોજો આવવાથી પણ પુખ્ત વયના લોકો પરેશાન થઇ શકે છે.

આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર પુખ્ત વયના લોકોમાં જો ગાલપચોળિયાંની સમસ્યાનું સમયસર ધ્યાન રાખવામાં ન આવે તો તે પુરુષોમાં ઓર્કાઇટિસ (અંડકોષમાં સોજો) ગંભીર બનાવી શકે છે, જે વંધ્યત્વનું કારણ બની શકે છે. તેમજ સ્ત્રીઓમાં ઓફોરાઇટિસ (અંડાશયની બળતરા) ની સમસ્યા વધુ ગંભીર હોઈ શકે છે, જે તેમની પ્રજનનક્ષમતાને પણ પ્રભાવિત અસર કરી શકે છે. આ ઉપરાંત મેનિનજાઇટિસ (મગજ અને કરોડરજ્જુની આસપાસના પટલમાં બળતરા) અને એન્સેફેલાઈટિસ (મગજની બળતરા) જેવી ગંભીર સમસ્યાઓ પણ ગાલપચોળિયાના સંપર્કમાં આવે ત્યારે પીડિતને ઘેરી શકે છે.

હેલ્થ એક્સપર્ટ્સના મતે, દુર્લભ કિસ્સાઓમાં, આ સ્થિતિ જીવલેણ હોઈ શકે છે અથવા બહેરાશનું કારણ પણ બની શકે છે.

આ પણ વાંચો | રાત્રે નિરાંતે ઊંઘવા માટે અપનાવો સદગુરુની ટીપ્સ, પથારીમાં પડતા જ ઊંઘ આવી જશે, સવારે સ્ફૂર્તિ અનુભવશો

ગાલપચોળિયાં થી બચવાનો ઉપાય

હેલ્થ એક્સપર્ટ્સ ગાલપચોળિયાંથી બચવા માટે રસી લેવાની ભલામણ કરે છે. બાળકોને ખાસ કરીને એમએમઆર રસીના બે ડોઝ લેવાની સલાહ આપવામાં આવે છે. ઉપરાંત તમારી આસપાસ સ્વચ્છતા જાળવો, સાબુ અને પાણીથી વારંવાર હાથ ધોવા. તેમજ ઘરની બહાર નીકળો ત્યારે જાહેર સ્થળોએ માસ્ક પહેરો.

(Disclaimer: આ લેખમાં આપેલી સલાહ અને સૂચનો માત્ર સામાન્ય માહિતી જ છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે ડોક્ટરની સલાહ લેવી)

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ