Mungfali Katli Recipe: માત્ર 3 વસ્તુ માંથી કાજુ વગર બનાવો કાજુ કતરી, હલવાઇ જેવો ટેસ્ટ આવશે

સ્વાદિષ્ટ સીંગ કતરી રેસીપી: કાજુ કતરી મોટાભાગના લોકોને ભાવે છે. જો કે બજારની કાજુ કતરી મોંઘી હોવાની સાથે ભેળસેળ થવાની ચિંતા રહે છે. આવી સ્થિતિમાં ઘરે જ ઓછા ખર્ચે કાજુ વગર જ બજાર જેવી સીંગ કતરી બનાવી શકાય છે.

સ્વાદિષ્ટ સીંગ કતરી રેસીપી: કાજુ કતરી મોટાભાગના લોકોને ભાવે છે. જો કે બજારની કાજુ કતરી મોંઘી હોવાની સાથે ભેળસેળ થવાની ચિંતા રહે છે. આવી સ્થિતિમાં ઘરે જ ઓછા ખર્ચે કાજુ વગર જ બજાર જેવી સીંગ કતરી બનાવી શકાય છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Mungfali Katli Recipe | Peanut Katli Recipe | Kaju katli recipe | gujarati sweet dishes

Homemade Mungfali Katli Recipe : સીંગ માંથી કાજુ કતરી બનાવવાની રીત. (Photo: Social Media)

Homemade Mungfali Katli Recipe In Gujarati : કાજુ કતરી ઘણા લોકોની મનપસંદ મીઠાઇ છે. દિવાળી, રક્ષાબંધન જેવા તહેવારો પર બજારમાં મોટા પ્રમાણમાં કાજુ કતરી વેચાય છે. જો કે આજકાલ બજારની મીઠાઇમાં ભેળસેળ આવે છે. આવી મીઠાઇ ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે. જો તમને કાજુ કતરી આવી ગમે છે તો અહીં ઘરે જ કાજુ વગર સ્વાદિષ્ટ કતરી બનાવવાની રેસીપી આપી છે. બજારમાંથી કોઇ વધારાનો સામાન ખરીદવાના પૈસા ખર્ચયા વગર જ ઘરમાં રહેલા સામાન માંથી કાજુ વગર સીંગ માંથી કતરી બનાવી શકાય છે. અહીં સીંગ માંથી કાજુ કતરી જેવી સ્વાદિષ્ટ મીઠાઇ બનાવવાની રીત આપી છે, જે તમારે ઘરે ટ્રાય કરવી જ જોઇએ.

Advertisment

Mungfali Katli Recipe In Gujarati : સીંગ કતરી બનાવવા માટે સામગ્રી

  • સીંગદાણાનો પાઉડર - 2 કપ
  • પીસ્તા - 2 ચમચી
  • ખાંડ - 1/3 કપ
  • તાજી મલાઇ - 1 ચમચી
  • ઘી - 1 ચમચી
  • એલચી પાઉડર - 1 ચમચી

Peanut Katli Recipe In Gujarati : સીંગ કતરી બનાવવાની રીત

કાજુ કતરી જેવી સીંગ કતરી બનાવવા માટે સૌથી પહેલા કાચી સીંગ કઢાઈમાં શેકો. પછી સીંગના ફોંતરા કાઢીને સાફ કરો. હવે મિક્સર જારમાં શેકેલા સીંગદાણા નાંખી બારીક પાઉડર બનાવો. સીંગદાણાના પાઉડરને મોટા કાણા વાળી ચારણી વડે ચાળી લો, આમ કરવાથી સીંગના મોટા દાણા આવશે નહીં.

હવે એક કઢાઈમાં પાણી નાંખી ખાંડની એક તારની ઘટ્ટ ચારણી બનાવો. આ માટે મીડિયમ આંચ પર ચાસણીને સતત હલાવતા રહો.

Advertisment

ચાસણી બની ગયા બાદ તેમા સીંગદાણાનો પાઉડર ઉમેરી સારી રીતે મિક્સ કરો. આ દરમિયાન ગેસ બંધ રાખો. હવે તેમા આ મિશ્રણમાં એલચી પાઉડર, 1 ચમચી ઘી અને 1 ચમચી તાજી મલાઇ ઉમેરી 2 થી 3 મિનિટ સુધી જ શેકો. વધારે શેકવાથી કતરી બરાબર બનશે નહીં.

આ પણ વાંચો |બ્રેડ અને બટાકા માંથી બનાવો ટેસ્ટી વાનગી, જોતાં જ મોંમાં પાણી આવશે

આ મિશ્રણને 2 થી 3 મિનિટ ઠંડુ થવા દો. પછી તેને એક પ્લાસ્ટિક સીટ પર મૂકી સારી રીતે 8 - 10 વખત મશળી લો. પછી વેલણ વડે વણીને અડધા ઇંચ જેટલી જાડી કતરી બનાવો. તેના પર પિસ્તાની કતરણ ઉમેરી ફરી વેલણ વડે વણી લો. છેલ્લે કતરીને કટર વડે કટ કરી લો. આ રીતે બનાવેલી સીંગ કતરી અઠવાડિયા સુધી ફ્રીઝમાં ફ્રેશ રહેશે.

ભોજન રેસીપી જીવનશૈલી