Health Tips : મશરૂમના ફાયદા, ડાયાબિટીસના દર્દીઓ અને સગર્ભા સ્ત્રીઓ કરી શકે સેવન? અહીં જાણો

Health Tips : Health Tips : મશરૂમ એવા લોકો માટે યોગ્ય છે જેઓ તેમની બ્લડ સુગરને કંટ્રોલ કરવા માંગે છે, મશરૂમમાં ઓછી કાર્બોહાઇડ્રેટ સામગ્રી લોહીમાં શર્કરાનું લેવલ સ્થિર કરે છે.

Written by shivani chauhan
August 23, 2023 10:26 IST
Health Tips : મશરૂમના ફાયદા, ડાયાબિટીસના દર્દીઓ અને સગર્ભા સ્ત્રીઓ કરી શકે સેવન? અહીં જાણો
હેલ્થ ટીપ્સ મશરૂમના ફાયદા (અનસ્પ્લેશ)

મશરૂમ એક શાકભાજી તરીકે ઓળખાય છે તે ફૂગના જૂથ સાથે સંબંધિત છે. આ મશરૂમમાં ઓછી કેલરી હોય છે, છતાં ઘણા પોષકતત્વોથી ભરપૂર છે.

ડાયેટિશિયન અને ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ ડૉ. ઉષાકિરણ સિસોદિયાએ જણાવ્યું હતું કે મશરૂમ્સ ફાયદાકારક ફાઇબર , પ્રોટીન અને વિટામિન્સ અને મિનરલ્સ સાથે ઓછી કેલરી હોય છે.

મશરૂમ્સ ખાવાના ફાયદા

એક્સપર્ટના જણાવ્યા મુજબ, ડાયટમાં મશરૂમ્સ સામેલ કરવાથી આટલા ફાયદા થઇ શકે

  • મશરૂમમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે ફ્રી રેડિકલ સામે લડવામાં મદદ કરે છે.
  • તેમની ઓછી સોડિયમ અને સંતૃપ્ત ચરબીનું પ્રમાણ હૃદયના સ્વાસ્થ્યને ટેકો આપે છે.
  • જે મશરૂમ સૂર્યના સંપર્કમાં આવ્યા હોય તે વિટામિન ડીને કારણે હાડકાના સ્વાસ્થ્યમાં ફાળો આપી શકે છે.
  • તેમાં રહેલા બીટા-ગ્લુકન્સ રોગપ્રતિકારક શક્તિને વધારી શકે છે .

ચોમાસાની મોસમ ઘણીવાર મશરૂમ વધારે જોવા મળે છે. જો કે, મશરૂમ વપરાશ માટે સલામત છે તેની ખાતરી કરવા માટે વિશ્વસનીય સપ્લાયર્સ પાસેથી તેમને સોર્સિંગ મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચો: Deep Frying Tips : ડીપ ફ્રાય કરતી વખતે આ બાબતો ધ્યાનમાં રાખવી

100 ગ્રામ દીઠ મશરૂમ્સની પોષક પ્રોફાઇલ

  • કેલરી – 22 kcal
  • કુલ ચરબી – 0.3 ગ્રામ
  • સંતૃપ્ત ચરબી – 0.1 ગ્રામ
  • સોડિયમ – 5 મિલિગ્રામ
  • કુલ કાર્બોહાઇડ્રેટ્સ -3.3 ગ્રામ
  • આહાર રેસા(ડાયેટરી ફાઈબર) -1 ગ્રામ
  • ખાંડ – 2 ગ્રામ
  • પ્રોટીન – 3.1 ગ્રામ
  • વિટામિન ડી – 0.2 µg (સૂર્યના સંપર્કમાં બદલાય છે)
  • રિબોફ્લેવિન (વી. B2) 0.4 મિલિગ્રામ
  • નિયાસિન (વિટામિન B3) 3.6 મિલિગ્રામ
  • પેન્ટોથેનિક એસિડ -1.5 મિલિગ્રામ
  • પોટેશિયમ – 318 મિલિગ્રામ
  • સેલેનિયમ – 9.3 μg
  • ફોસ્ફરસ – 86 મિલિગ્રામ
  • મેગ્નેશિયમ – 9 મિલિગ્રામ
  • આયર્ન – 0.5 મિલિગ્રામ

શું ડાયાબિટીસના દર્દીઓ મશરૂમ્સ ખાઈ શકે?

મશરૂમ એવા લોકો માટે યોગ્ય છે જેઓ તેમની બ્લડ સુગરને કંટ્રોલ કરવા માંગે છે, મશરૂમમાં ઓછી કાર્બોહાઇડ્રેટ સામગ્રી લોહીમાં શર્કરાનું લેવલ સ્થિર કરે છે.

આ પણ વાંચો: Weight loss Tips :શું ફાસ્ટિંગ કરવાથી વેઇટ લોસ ઝડપથી થઇ શકે?

શું સગર્ભા સ્ત્રીઓ માટે ફાયદાકારક?

સગર્ભા માટે મશરૂમ ડાયટમાં પોષક ઉમેરણ બની શકે છે. જો કે, એક્સપર્ટએ ચેતવણી આપી હતી કે તેને સ્વચ્છ અને સારી રીતે રાંધેલું ખાવું જરૂરી છે.

સગર્ભાવસ્થા દરમિયાન ડાયટમાં ફેરફાર વિશે હેલ્થકેર પ્રોફેશનલની સલાહ લેવી પણ યોગ્ય છે.

તમારા ડાયટમાં મશરૂમ ઉમેરતા પહેલા ધ્યાનમાં રાખવાની કેટલીક બાબતો અહીં છે:જો તમે તેનું નિયમિત સેવન ન કર્યું હોય તો ધીમે ધીમે મશરૂમ્સને ડાયટમાં ઉપયોગ કરો.જંગલી મશરૂમ્સથી સાવધ રહેવું મહત્વપૂર્ણ છે કારણ કે, કેટલાક હાનિકારક હોઈ શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ