Health Tips: શું તમારા ખાદ્ય તેલમાં ઝેર છે? અમેરિકામાં ભારતીયોના મનપસંદ તેલ પર પ્રતિબંધ, જાણો કારણ

Mustard Oil Nanned In America And Europe: ભારતમાં ભોજન બનાવવા વિવિધ ખાદ્ય તેલનો ઉપયોગ થાય છે. જો કે દેશમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા તેલ પર અમેરિકા અને યુરોપમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

Written by Ajay Saroya
July 05, 2024 19:59 IST
Health Tips: શું તમારા ખાદ્ય તેલમાં ઝેર છે? અમેરિકામાં ભારતીયોના મનપસંદ તેલ પર પ્રતિબંધ, જાણો કારણ
ખાદ્ય તેલ પ્રતિકાત્મક તસવીર (Photo: Freepik)

Mustard Oil Nanned In America And Europe: ભારતીય ભોજનમાં વિવિધ પ્રકારના ખાદ્યતેલનો ઉપયોગ કરવામાં આવે છે. શુદ્ધ મસાલા અને તેલ ભોજનનો સ્વાદ વધારે છે. ભારતમાં મોટાભાગના લોકો રસોઈમાં જે તેલનો વપરાશ કરે છે તે સરસવનું તેલ છે. સરસવનું તેલ એ એક કુદરતી તેલ છે જેમાં શરીર માટે આવશ્યક પોષક તત્વો હોય છે. આ તેલના પોષક તત્વોની વાત કરીએ તો તેમાં સેચ્યુરેટેડ ફેટ, પ્રોટીન, ઓમેગા-3 ફેટી એસિડ, ઓમેગા-6 ફેટી એસિડ, પોલીઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ, ફાઇબર અને અન્ય સૂક્ષ્મ પોષક તત્વો હોય છે. આ તમામ પોષક તત્વો શરીરને સ્વસ્થ રાખે છે.

અનેક રિસર્ચમાં એ વાત સાબિત થઈ ચૂકી છે કે સરસવ તેલનું સેવન કરવાથી વજન કંટ્રોલ રહે છે, શરીર સ્વસ્થ રહે છે અને હૃદયની તંદુરસ્તી પણ સુધરે છે. ભારતમાં ઘણા ઘરમાં જે તેલનો વપરાશ થાય છે તેના પર અમેરિકા સહિત ઘણા દેશોએ પ્રતિબંધ મૂક્યો છે. ખાસ સુગંધ અને સ્વાદ માટે પ્રખ્યાત આ તેલ પર અમેરિકા અને યુરોપમાં કેમ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે? આવો જાણીએ

અમેરિકામાં સરસવના તેલ પર પ્રતિબંધ કેમ?

યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના જણાવ્યા અનુસાર સરસવના તેલમાં વધુ માત્રામાં એરુસિક એસિડ હોય છે. તે એક પ્રકારનો ફેટી એસિડ છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ એસિડનું સેવન કરવાથી મેટાબોલિઝમ યોગ્ય રીતે નથી થતું અને તે મગજના કોષોને નુકસાન પહોંચાડે છે.

એરુસિક એસિડ યાદશક્તિને નબળી પાડે છે અને ઘણા પ્રકારના માનસિક રોગોનું કારણ બને છે. આ તેલનું સેવન કરવાથી શરીરમાં ચરબી જમા થવાનું પણ વધે છે. સરસવના તેલના આ તમામ દોષોને ધ્યાનમાં રાખીને, અમેરિકા, કેનેડા અને યુરોપમાં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

સ્વાસ્થ્ય માટે એરુસિક એસિડ કેવી રીતે ઝેર છે?

એરુસિક એસિડ એક મોનોઅનસેચ્યુરેટેડ ઓમેગા-9 ફેટી એસિડ છે, જે સામાન્ય રીતે સરસવના તેલમાં જોવા મળે છે. તે ઘણા સંશોધનોમાં સાબિત થયું છે કે, એરુસિક એસિડના વધુ પડતા સેવનથી આરોગ્યને નુકસાન થાય છે. આ તેલની સીધી અસર મગજના સ્વાસ્થ્ય પર પડે છે. એરુસિક એસિડનું વધતું સ્તર મ્યોકાર્ડિયલ લિપિડોસિસના વિકાસ સાથે સંકળાયેલું છે. આ એક એવી સ્થિતિ છે જેના કારણે હૃદયના સ્નાયુકોષોમાં ચરબી જમા થાય છે, જેના કારણે હૃદયની તંદુરસ્તી પર અસર પડે છે.

આ પણ વાંચો | સાવધાન: વોટર પાર્ક કે નદી – તળાવના પાણીમાં હોય છે મગજ કોરી ખાનાર જીવલેણ જીવાણું, જાણો બીમારીના લક્ષણ અને બચાવ

એરુસિક એસિડ શરીર માટે હાનિકારક છે, તેનું રોજ સેવન કરવાથી લીવરના સ્વાસ્થ્ય પર અસર પડે છે. આ તેલ રોજ ખાવાથી લીવરની સાઈઝ વધી જાય છે. આ એસિડ ફેટી લિવરની સમસ્યામાં વધારો કરી શકે છે અને લીવરને લગતી સમસ્યાઓનું જોખમ પણ વધારી શકે છે. વધુ પડતા પ્રમાણમાં એર્યુસિક એસિડનું સેવન કરવાથી પેટ અને પાચન સંબંધિત હેલ્થ સમસ્યાઓ થઈ શકે છે, જેમાં ઝાડા, પેટમાં ખેંચાણ અને ઉબકા નો સમાવેશ થાય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ