National Sewing Machine Day: સિલાઇ મશીન વડે કપાડ સીવવામાં આવે છે. એક સમય હતો જ્યારે દરજી દ્વારા હાથથી કપડાં સીવવામાં આવતા હતા. આ પછી સિલાઈ મશીનની શોધ થઈ. આ શોધ એટલી ક્રાંતિકારી રહી કે જે કપડાંને હાથથી સીવવામાં દિવસો લાગ્યા, તે કપડાં થોડા કલાકોમાં તૈયાર થઈ ગયા. સિલાઇ મશીનના વિકાસનો તબક્કો સરળ નહોતો. સિલાઇ મશીનના આ વિકાસની યાદમાં દર વર્ષે 13 જૂને રાષ્ટ્રીય સિલાઇ મશીન દિવસની ઉજવણી કરવામાં આવે છે. કેવી રીતે શરૂ થઈ આ દિવસની ઉજવણી અને શું છે તેનો ઈતિહાસ, આવો જાણીએ તેના વિશે.
દુનિયાન પહેલી સિલાઇ મશીન કોણ બનાવી હતી?
પ્રથમ સિલાઇ મશીનની ડિઝાઇન 1790માં અંગ્રેજી શોધક થોમસ સેન્ટ દ્વારા પેટન્ટ કરવામાં આવી હતી, પરંતુ 1800ના દાયકાની શરૂઆત સુધી સિલાઇ મશીન બહોળા પ્રમાણમાં ઉપલબ્ધ ન હતા. ઇલિયાસ હોવે અને આઇઝેક સિંગરને પ્રથમ વ્યવહારુ સીવણ મશીન વિકસાવવાનો શ્રેય આપવામાં આવે છે. ત્યાં જ તેમની કંપનીઓએ સિલાઈ મશીન સરેરાશ વ્યક્તિને પરવડે તેવી બનાવવામાં મદદ કરી હતી. જહોન ગ્રીનોઘે 1842માં યુનાઇટેડ સ્ટેટ્સમાં સૌપ્રથમ સિલાઇ મશીનની પેટન્ટ કરાવી હતી.
રાષ્ટ્રીય સિલાઇ મશીન દિવસની ઉજવણી કેવી રીતે કરવી?
રાષ્ટ્રીય સિલાઇ મશીન દિવસની ઉજવણીની ઘણી જુદી જુદી રીતો છે. તમે તમારા માટે અથવા પ્રિયજન માટે સિલાઇ મશિન પર કોઇ ખાસ વસ્ત્ર બનાવી શકો છો. તમે કોઈ વ્યક્તિને સિલાઇ મશીન દાન કરી શકો છો.
સિલાઇ મશીનના વિવિધ પ્રકાર
આંતરરાષ્ટ્રીય સિલાઈ મશીન દિવસ 10 સપ્ટેમ્બર અને રાષ્ટ્રીય સિલાઇ મશીન દિવસ 13 જૂને ઉજવવામાં આવે છે. હાલ 4000થી વધુ પ્રકારના સિલાઈ મશીનનો ઉપયોગ વિવિધ હેતુ માટે થઈ રહ્યો છે.





