/indian-express-gujarati/media/media_files/2026/02/04/natural-face-wash-ideas-without-chemicals-2026-02-04-13-48-41.jpg)
કેમિકલ વગરના કુદરતી ફેસ વોશ આડિયાઝ ગ્લોઈંગ સ્કિન કેર બ્યુટી ટિપ્સ। Natural face wash ideas without chemicals beauty tips in gujarati Photograph: (Freepik)
જીવનશૈલી | Beauty Tips | એવું કોઈ નથી જે સ્વસ્થ અને ગ્લોઈંગ સ્કિન ન ઇચ્છતું હોય. પરંતુ આજે માર્કેટમાં ઉપલબ્ધ મોટાભાગના ફેસવોશ મોંઘા હોય છે અને તેમાં એવા હોય છે જે સ્કિન માટે હાનિકારક હોઈ શકે છે. આવી પ્રોડક્ટસનો વધુ પડતો ઉપયોગ શરૂઆતમાં ફાયદાકારક લાગે છે, પરંતુ લાંબા ગાળે તે સ્કિનના નેચરલ ઓઇલને છીનવી લે છે જેના કારણે શુષ્કતા અને બળતરા થાય છે. આ સ્થિતિમાં ઘણા લોકો સલામત અને કુદરતી ઉપાય તરફ વળે છે.
માર્કેટમાં ઉપલબ્ધ કેમિકલ વાળા ફેસવોશને બદલે તમે તમારા ઘરના રસોડામાં રહેલ આ વસ્તુનો ઉપયોગ કરો, જે તમને નેચરલ ગ્લો આપશે.
કેમિકલ વગરના કુદરતી ફેસ વોશ
ચણાનો લોટ
ચણાનો લોટ એક ઉત્તમ નેચરલ ક્લીન્ઝર છે. તે સ્કિનમાંથી ગંદકી અને વધારાનું તેલ દૂર કરવામાં મદદ કરે છે. એક ચમચી ચણાનો લોટમાં થોડું પાણી, ગુલાબજળ અથવા દૂધ મિક્સ કરીને પેસ્ટ બનાવો. આને તમારા ભીના ચહેરા પર લગાવો અને વોશ કરતા પહેલા 1-2 મિનિટ સુધી માલિશ કરો. આ ઓઈલી સ્કિન ધરાવતા લોકો માટે ખૂબ જ સારું છે.
દૂધ
દૂધમાં રહેલું લેક્ટિક એસિડ મૃત ત્વચાના કોષોને દૂર કરે છે અને કુદરતી ચમક આપે છે. ઉકાળેલા દૂધમાં રૂનો બોલ બોળીને ચહેરો સાફ કરો. પછી તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો. ડ્રાય સ્કિન માટે આ એક સારો ઉપાય છે.
મધ
મધના એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો સ્કિન પરના જંતુઓનો નાશ કરે છે અને ભેજ અને કોમળતા જાળવવામાં મદદ કરે છે. તમારા ભીના ચહેરા પર થોડું મધ લગાવો અને હળવા હાથે માલિશ કરો. એક મિનિટ પછી ધોઈ નાખો. ડ્રાય અને સેન્સિટિવ સ્કિન ધરાવતા લોકો માટે આ ફાયદાકારક છે.
મુલતાની માટી
મુલતાની માટી ઓઈલી સ્કિન અને ખીલ માટે શ્રેષ્ઠ ઉપાય છે. તે સ્કિનના છિદ્રોને સાફ કરવામાં અને વધારાનું તેલ દૂર કરવામાં મદદ કરે છે. એક ચમચી મુલતાની માટી અને ગુલાબજળ મિક્સ કરીને પેસ્ટ બનાવો અને તેને તમારા ચહેરા પર લગાવો. તે સુકાય તે પહેલાં તેને ધોઈ લો.
ખીલ દૂર કરી ચહેરો ચમકદાર કરવાની સરળ ટિપ્સ, તુલસીના પાનનો આ રીતે કરો ઉપયોગ
એલોવેરા
એલોવેરા સ્કિનને હાઇડ્રેટ કરે છે અને ખંજવાળ અને લાલાશ ઘટાડે છે. તે બધા પ્રકારની સ્કિન માટે યોગ્ય છે,તમે તમારા ચહેરા પર તાજી એલોવેરા જેલ લગાવી શકો છો, માલિશ કરી શકો છો અને પછી તેને પાણીથી ધોઈ શકો છો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us