સ્નાન કરતા પહેલા વાળમાં આ વસ્તુનો કરો ઉપયોગ, વાળ થશે લાંબા, ચમકદાર અને રેશમ જેવા !

વાળની સંભાળ માટે તમે અસરકારક ઉપાય ઘરેજ કરી શકો છો. જે માત્ર તમે 10 થી 15 રૂપિયામાં કરી શકો છો, એનાથી તમારા સિલ્કી, સાઈની અને મજબૂત પણ થશે, વધુમાં અહીં જાણો

Written by shivani chauhan
August 04, 2025 15:24 IST
સ્નાન કરતા પહેલા વાળમાં આ વસ્તુનો કરો ઉપયોગ, વાળ થશે લાંબા, ચમકદાર અને રેશમ જેવા !
benefits of eggs for hair before taking shower

Natural Hair Care Tips In Gujarati | વાળ ખરવા, ડ્રાય થવા કે ખોડો જેવી સમસ્યાઓ આજકાલ સામાન્ય બની ગઈ છે. શું તમે પણ આ સમસ્યાથી પરેશાન છો? શું બજારમાં મળતા સામાન્ય કેમિકલ પ્રોડક્ટસના ઉપયોગને કારણે વાળની સમસ્યાઓ વધી રહી છે? તો તમે ઘરે વાળની સંભાળ રાખી શકો છો આ કુદરતી ઉપાય કરી શકો છો. અહીં જાણો

વાળની સંભાળ માટે તમે અસરકારક ઉપાય ઘરેજ કરી શકો છો. જે માત્ર તમે 10 થી 15 રૂપિયામાં કરી શકો છો, એનાથી તમારા સિલ્કી, સાઈની અને મજબૂત પણ થશે, વધુમાં અહીં જાણો

ઈંડાનો વાળ માટે ઉપયોગ

ઈંડા પ્રોટીનનો સોર્સ માનવામાં આવે છે. ઈંડા વાળના સ્વાસ્થ્ય માટે એક આદર્શ ઘરગથ્થુ વસ્તુ છે. જે ખાસ કરીને જો સ્નાન કરતા પહેલા લગાવવામાં આવે તો તમારા વાળ વધુ રેશમી, મજબૂત અને ચમકદાર બનશે.

વાળ માટે પ્રોટીનનું મહત્વ

વાળના ગ્રોથ માટે પ્રોટીન એક મહત્વપૂર્ણ ઘટક છે કારણ કે વાળ મુખ્યત્વે કેરાટિનથી બનેલા હોય છે, જે એક પ્રોટીન છે. પૂરતા પ્રમાણમાં પ્રોટીનનો અભાવ વાળ ખરવા અને નબળા વાળ તરફ દોરી શકે છે. હેલ્ધી વાળના વિકાસને ટેકો આપવા માટે,ખોરાકના સ્ત્રોતો અને સપ્લિમેન્ટ્સ દ્વારા પૂરતા પ્રમાણમાં પ્રોટીનનું સેવન કરવું મહત્વપૂર્ણ છે.

ઈંડાના વાળ માટે ફાયદા

ઈંડામાં પ્રોટીન, વિટામિન બી કોમ્પ્લેક્સ, બાયોટિન અને મિનરલ્સનું પ્રમાણ વધુ હોય છે. જે વાળના મૂળને મજબૂત બનાવે છે. વાળમાં લગાવવાથી ઈંડા કુદરતી કન્ડિશનર તરીકે કામ કરે છે. તે વાળમાં ભેજ જાળવી રાખે છે અને વાળ તૂટતા અટકાવે છે. જે લોકો માથામાં ખોડો, વાળ છેડેથી સ્પ્લિટ થવા વગેરેમાં માટે ઈંડા એક સંપૂર્ણ કુદરતી ઉપાય છે.

વાળ માટે ઈંડાનો ઉપયોગ

આ ઘટકોમાં એક ઈંડાનો સફેદ ભાગ અને એક ચમચી નારિયેળ તેલનો સમાવેશ થાય છે. આ બંને સામગ્રીને સારી રીતે મિક્સ કરો અને તેને મૂળથી વાળના છેડા સુધી લગાવો. 20 મિનિટ માટે રહેવા દો અને શેમ્પૂથી તમારા વાળ ધોઈ લો. આનાથી તમારા વાળ રેશમી અને મજબૂત બનશે. આ હેર પેકનો ઉપયોગ અઠવાડિયામાં 1-2 વાર કરીને તમે પરિણામો મેળવી શકો છો. નિયમિત ઉપયોગથી તમારા વાળ મજબૂત, ચમકદાર અને રેશમી બનશે.

શું ધ્યાન રાખવું?

ઈંડા એલર્જી-પ્રભાવી ઘટક હોવાથી પહેલી વાર ઈંડાનો ઉપયોગ કરતા પહેલા હાથ પર પાછળ થોડી માત્રામાં મિશ્રણ લગાવીને પેચ ટેસ્ટ કરવાનું ભૂલશો નહીં. જો તમને કોઈ ખંજવાળ કે ફોલ્લીઓ અનુભવાય છે, તો ઉપયોગ કરવો નથી. ઈંડાનો ઉપયોગ કર્યા બાદ કોઈપણ ગંધ દૂર કરવા માટે વાળને હૂંફાળા પાણીથી શેમ્પૂ કરો. જો તમે ઇચ્છો તો તમે વાળમાંથી ગંધ દૂર કરવા માટે થોડો લીંબુનો રસ પણ ઉમેરી શકો છો.

Cracked Heels Home Remedies | દરરોજ રાત્રે સૂતા પહેલા આ કામ કરો, પગની તિરાડ થશે ગાયબ, જાણો એક્સપર્ટની ટિપ્સ

મોર્ડન લાઇફસ્ટાઇલના, ખાવા પીવાની ખોટી આદતો, વિટામિનનું ઉણપ વગેરે સમસ્યાઓના કારણે વાળની સમસ્યાઓ પણ વધી રહી છે. તેથી 30 વર્ષથી વધુ ઉંમરના લોકો જે વાળ ખરવા અથવા સફેદ થવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે. ઘણા લોકો આ સમસ્યાઓને દૂર કરવા માટે હેરકેર સ્પેશિયાલિસ્ટની મદદ લે છે, તો ઘણા લોકો ઘરગથ્થુ વસ્તુઓનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી શકો છો, જેમાં તમે આ ઈંડા અને નાળિયેર તેલનો હેર માસ્ક નાહ્યા પહેલા વાળમાં કરી શકો છો જેનાથી ફાયદા થઇ શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ