Natural Hair Dye Tips By Saleem Zaidi : આજના સમયમાં લોકોના વાળ નાની ઉંમરથી જ સફેદ થવા લાગ્યા છે. સફેદ વાળને કાળા બનાવવા માટે લોકો બજારમાં ઉપલબ્ધ વિવિધ હેર ડાય પ્રોડક્ટ ખરીદે છે અને તેનો ઉપયોગ કરે છે. જો કે, તેમાં બહુ જ કેમિકલ હોય છે, જે કેટલીકવાર ફાયદાને બદલે નુકસાન પહોંચાડે છે. આ હેડ હાય પ્રોડક્ટ વાળમાં લગાવવાથી ઘણી વખત માથાની ચામડીમાં એલર્જી અને બળતરા જેવી સમસ્યાઓ પણ થાય છે.
આયુર્વેદિક અને યુનાની દવાઓના નિષ્ણાત ડો.સલીમ ઝૈદીએ સફેદ વાળને કાળા કરવા માટે પોતાની યુટ્યુબ ચેનલ પર એક વીડિયો શેર કર્યો છે, જે માત્ર બે ચીજ માંથી નેચરલ હેર ડાઇ બનાવી શકાય છે. તે વાળને કુદરતી રીતે કાળા કરે છે અને તેની કોઈ આડઅસરો થતી નથી.
વાળ માટે મહેંદી અને ભૃંગરાજનું મિશ્રણ
નિષ્ણાત ડોક્ટર સલીમ ઝૈદીના જણાવ્યા અનુસાર વાળ કાળા કરવા માટે હીના અને ભૃંગરાજ ખૂબ જ અસરકારક છે. આ માટે મહેંદી પાવડર અને ભૃંગરાજ પાવડરને 3 : 1ના ગુણોત્તરમાં મિક્સ કરી લોખંડની વાટકીમાં પેસ્ટ બનાવો. હવે તેને આખી રાત રાખી મૂકો. આખી રાત લોખંડની વાટકીમાં રાખી મૂકવાથી મહેંદીમાં હાજર ટેનિન આયર્ન સાથે રિએક્શન કરીને નેચરલ બ્રાઉન શેડ બનાવે છે. પછી બીજા દિવસે નેચરલ હેર ડાઇ તમારા વાળમાં લગાવો. તેને વાળમાં લગાવ્યા પછી 3-4 કલાક રહેવા દો. હેર ડાઇ સુકાયા બાદ વાળ સાદા પાણીથી ધોઈ લો.
વાળમાં ઇન્ડિગો પાવડર લગાવો
વાળને કાળા કરવા માટે તમે ઇન્ડિગો પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો. તમે તેને મહેંદી સાથે પણ મિક્સ કરી શકો છો. તે વાળને ડાર્ક બ્રાઉન માંથી જેટ બ્લેક સુધી કલર આપે છે. તે બનાવવા માટે તેને પાણીમાં ઓગાળીને 10-15 મિનિટ સુધી રહેવા દો. હવે તેને વાળમાં લગાવો. સલીમ ઝૈદીનું કહેવું છે કે, આ નેચરલ હેર ડાઇને ડાર્ક બ્રાઉન માટે 45 મિનિટ અને કાળા વાળ માટે 90 મિનિટ વાળમાં લગાવી રાખો.
આ પણ વાંચો | ડાયાબિટીસ દર્દી માટે આ 5 શાકભાજી દવા જેટલા અસરકારક, બ્લડ શુગર લેવલ નોર્મલ રાખશે
અસ્વીકરણ: આ લેખમાં લખેલી સલાહ અને સૂચનો માત્ર સામાન્ય માહિતી છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે, ચોક્કસપણે નિષ્ણાતની સલાહ લો.





