હળદર પાવડર (Turmeric powder) એક ઉત્તમ બ્લીચિંગ એજન્ટ છે જે સ્કિન માટે અસરકારક છે. પરંતુ માત્ર સ્કિન માટે જ નહીં, તમે તેનો ઉપયોગ ઘરે વાળનો કલર બનાવવા માટે પણ કરી શકો છો. સફેદ વાળ દૂર કરવા માટે કેમિકલયુક્ત પ્રોડક્ટની ટ્રીમેન્ટ લેવા માટે જેટલો સમય લાગે છે તેટલો જ સમય આ તૈયાર થવામાં પણ લાગે છે. આયુર્વેદિક ગુણધર્મો ધરાવતી હળદર વાળની અન્ય સમસ્યાઓ માટે પણ ઉત્તમ ઉપાય બની શકે છે.
નેચરલ હેરડાઈ માટે હળદર પાવડરનો ઉપયોગ
સામગ્રી
- 2 ચમચી હળદર પાવડર
- 1 ચમચી ચા પત્તી
- પાણી જરૂર મુજબ
- 1 ચમચી મેંદી પાવડર
આ પણ વાંચો: વાળ ખરતા અટકાવશે કુદરતી તેલ, આ ટિપ્સથી ઘરે બનાવો
નેચરલ હેરડાઈ બનાવવાની રીત
- તપેલીમાં બે ચમચી હળદર પાવડર ગરમ કરો.
- તે બ્લેક થાય ત્યાં સુધી તેને હલાવવા દો. તમે તેને પછીથી બાજુ પર મૂકી શકો છો.
- તમે સ્ટવ પર એક તપેલી મૂકી તેમાં પૂરતું પાણી રેડો, એક ચમચી ચા પત્તી ઉમેરી શકો છો અને તેને ઉકાળી શકો છો.
- આમાં 1 ચમચી મેંદીના પાનનો પાવડર અને હળદર પાવડર ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. જ્યારે તે સંકોચાય છે, ત્યારે તમે ગેસ બંધ કરી શકો છો.
- પછી આ મિશ્રણને તપેલામાં નાખો અને ઓછામાં ઓછા 2 કલાક માટે રેફ્રિજરેટરમાં રાખો.





