ઘરમાંથી ઉંદરો ભગાડવા માટેના 3 સસ્તા ઉપાય, ફક્ત 10 રૂપિયામાં થઇ જશે કામ

Natural Remedies to Remove Rats From Home : અમે અહીં તમારા માટે ઉંદરોને ભગાડવા માટેનો કરવાનો સૌથી સસ્તો ઉપાય લઇને આવ્યા છીએ, જેની મદદથી તમે ઉંદરોને માર્યા વગર પણ સરળતાથી ભગાડી શકો છો

Natural Remedies to Remove Rats From Home : અમે અહીં તમારા માટે ઉંદરોને ભગાડવા માટેનો કરવાનો સૌથી સસ્તો ઉપાય લઇને આવ્યા છીએ, જેની મદદથી તમે ઉંદરોને માર્યા વગર પણ સરળતાથી ભગાડી શકો છો

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
rats from house, home remedies to get rid of rats

તમે ઉંદરોને માર્યા વિના પણ સરળતાથી તેમને ભગાડી શકો છો (તસવીર - ફ્રીપિક)

home remedies to get rid of rats : મોટાભાગના ઘરોમાં ઉંદરોની પરેશાની હોય છે. ઉંદરો ઘરમાં સામનને તો નુકસાન પહોંચાડે જ છે, આ સિવાય તે ઘણી બીમારીઓનું કારણ પણ બને છે. બજારમાં ઉંદરોને ભગાડવા માટે ઘણા પ્રકારના ઉત્પાદનો છે, જેનો ઉપયોગ કરીને ઘણી વખત ઉંદરો મરી જાય છે.

Advertisment

ઉંદરોને માર્યા વિના કેવી રીતે ભગાડવા?

તમે ઉંદરોને માર્યા વિના પણ સરળતાથી તેમને ભગાડી શકો છો. જો તમારા ઘરમાં પણ ઉંદરનો ત્રાસ હોય તો આ આર્ટીકલ તમારા કામનો છે. અમે અહીં તમારા માટે ઉંદરોને ભગાડવા માટેનો કરવાનો સૌથી સસ્તો ઉપાય લઇને આવ્યા છીએ, જેની મદદથી તમે ઉંદરોને માર્યા વગર પણ સરળતાથી ભગાડી શકો છો. આમ બહું ખર્ચ પણ થતો નથી.

લસણનો કરો ઉપયોગ

ઉંદરોને ભગાડવા માટે તમે લસણનો ઉપયોગ કરી શકો છો. ઉંદરોને લસણની વાસ પસંદ નથી. આ કિસ્સામાં તમે તેનો ઉપયોગ કરી શકો છો. આ માટે લસણની થોડી કળી લો અને તેને પીસીને દ્વાવણ બનાવી લો. આ દ્રાવણને સ્પ્રે બોટલમાં મૂકો અને તેને એવી જગ્યાએ છંટકાવ કરો જ્યાં વધુ ઉંદરો આવે છે.

આ પણ વાંચો - જ્યારે તમે વધારે ઝડપથી ભોજન કરો છો ત્યારે પેટમાં શું થાય છે, જાણો

Advertisment

ફુદીનાના તેલનો ઉપયોગ કરો

તમે ફુદીનાના તેલથી પણ ઉંદરોને સરળતાથી દૂર કરી શકો છો. ઉંદરો તેની તીવ્ર ગંધથી દૂર ભાગી જાય છે. ફુદીનાના તેલનો ઉપયોગ કરવા માટે તેના ત્રણથી ચાર ટીપાં રૂ પર મૂકો અને તેને જ્યાં ઉંદરો આવતા જતા હોય તે રસ્તા પર મૂકો. થોડા દિવસોમાં તમને પરિણામ જોવા મળશે.

બેકિંગ સોડાનો ઉપયોગ કરો

બેકિંગ સોડા ઉંદરોને માર્યા વગર ભગાડવામાં ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે. ઉંદરો બેકિંગ સોડા ખાધા પછી ખૂબ જ અસ્વસ્થતા અનુભવે છે. આવી સ્થિતિમાં ઉંદરો તેને ખાધા પછી ઘરની બહાર નીકળી જાય છે. તમે તેને લોટમાં ભેળવીને ઉંદરોના રસ્તા પર મૂકી શકો છો.

જીવનશૈલી