Bad Cholesterol Reducing Tips | કોલેસ્ટ્રોલ થશે ઝડપથી દૂર, માત્ર સવારે ખાલી પેટ આ વસ્તુનું પાણી પીવો, રિઝલ્ટ દેખાશે !

ખાલી પેટ પર આદુના ફાયદા | કોલેસ્ટ્રોલ (Cholesterol) એ એક મીણ જેવું, ચરબી જેવું પદાર્થ છે જે તમારા શરીરના કોષોમાં જોવા મળે છે. શરીરમાં કોલેસ્ટ્રોલ વધવાથી હૃદય રોગ અને સ્ટ્રોકનું જોખમ વધી શકે છે. અહીં જાણો તેને નિયંત્રિત કરવા માટે શું કરવું.

Written by shivani chauhan
July 26, 2025 07:00 IST
Bad Cholesterol Reducing Tips | કોલેસ્ટ્રોલ થશે ઝડપથી દૂર, માત્ર સવારે ખાલી પેટ આ વસ્તુનું પાણી પીવો, રિઝલ્ટ દેખાશે !
Bad Cholesterol Reducing Tips

Ginger For Bad Cholesterol | આપણે આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે બધું જ કરીએ છીએ. જો તમે પણ તમારા શરીરમાં વધેલા ખરાબ કોલેસ્ટ્રોલ (cholesterol) ને ઘટાડવા માંગતા હો, તો તમે તેને પાણીમાં ઉકાળીને સવારે ખાલી પેટ પી શકો છો. તમને જણાવી દઈએ કે આપણા શરીરમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ જોવા મળે છે, એક સારું કોલેસ્ટ્રોલ અને ખરાબ કોલેસ્ટ્રોલ.

કોલેસ્ટ્રોલ (Cholesterol) એ એક મીણ જેવું, ચરબી જેવું પદાર્થ છે જે તમારા શરીરના કોષોમાં જોવા મળે છે. શરીરમાં કોલેસ્ટ્રોલ વધવાથી હૃદય રોગ અને સ્ટ્રોકનું જોખમ વધી શકે છે. અહીં જાણો તેને નિયંત્રિત કરવા માટે શું કરવું.

કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા માટે ખાલી પેટ આ વસ્તુ ખાઓ

કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા માટે લોકો દવાથી લઈને લાઇફસ્ટાઇલમાં ફેરફાર, અવનવા ઘરેલુ નુસખા પણ અપનાવે છે, તમારા રસોડામાં હાજર આદુ પણ કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવામાં રામબાણ માનવામાં આવે છે. આદુ (Ginger) સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

આદુના પાણીનું સેવન કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરી શકે છે. કારણ કે તેમાં રહેલા બાયોએક્ટિવ સંયોજનો, જેમ કે જીંજરોલ, LDL (ખરાબ) કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં અને ટ્રાઇગ્લિસરાઇડ્સ ઘટાડવામાં મદદ કરી શકે છે.

આદુનું પાણી બનાવાની રીત

આદુનું પાણી બનાવવા માટે, સૌ પ્રથમ એક પેનમાં એક ગ્લાસ પાણી નાખો અને તેને ગેસ પર મૂકો. ગેસ ચાલુ કરો અને પછી તેને ધોઈને કાપી લીધા પછી તેમાં આદુનો ટુકડો ઉમેરો. તેને સારી રીતે ઉકાળો. જ્યારે અડધું પાણી એટલે કે એક કપ બાકી રહે, ત્યારે તેને ગાળીને ચાની જેમ પીવો.

Importance of Fiber | તમે દિવસ દરમિયાન કેટલું ફાઇબર લો છો? સેવનથી પાચનથી લઈને બ્લડ સુગર સુધીની સમસ્યામાં થશે રાહત

સવારે ખાલી પેટ આદુનું પાણી પીવાના ફાયદા

સવારે ખાલી પેટે આદુનું પાણી પીવું અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. આદુનું પાણી પીવાથી પાચન, બળતરા અને હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. તે વજન ઘટાડવા, બ્લડ સુગરને નિયંત્રિત કરવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદરૂપ છે

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ