ઉપવાસમાં પણ ખાઇ શકો છો નારિયેળની બરફી, ઘરે ફટાફટ આવી રીતે કરો તૈયાર

Coconut Burfi Recipe : નાળિયેર બરફી ઘરે સરળતાથી બનાવી શકાય છે. આ માટે, તમારે ફક્ત થોડી વસ્તુઓની જરૂર પડશે અને તમે તેને ખૂબ જ ટૂંકા સમયમાં બનાવી શકો

Written by Ashish Goyal
October 06, 2024 23:09 IST
ઉપવાસમાં પણ ખાઇ શકો છો નારિયેળની બરફી, ઘરે ફટાફટ આવી રીતે કરો તૈયાર
નારિયેળમાંથી બરફી બનાવી શકો છો, જે હેલ્ધી હોવાની સાથે સાથે ખૂબ જ ટેસ્ટી પણ છે (તસવીર -ફ્રીપિક)

Coconut Burfi Recipe: નવરાત્રીમાં લોકો મા દુર્ગાના ઘણા સ્વરૂપોની પૂજા કરે છે. આ સમયે ઘણા લોકો નવ દિવસ ઉપવાસ પણ કરે છે. આવી સ્થિતિમાં તેઓએ આખો દિવસ એનર્જેટિક રહેવા માટે કંઈક ને કંઈક ખાવું પણ પડે છે. કેટલાક લોકો મા દુર્ગાને ભોગ લગાવીને તેને પ્રસાદના રુપમાં ગ્રહણ કરે છે. ઉપવાસ કરતા લોકો માટે એ સૌથી જરૂરી છે કે તે કંઈક એવું ખાય જે સ્વાસ્થ્યપ્રદ હોવાની સાથે પૌષ્ટિક પણ હોય.

મા દુર્ગાને નારિયેળ ચઢાવવામાં આવે છે. આવામાં તમે આ નારિયેળમાંથી બરફી પણ બનાવી શકો છો, જે હેલ્ધી હોવાની સાથે સાથે ખૂબ જ ટેસ્ટી પણ છે. આજે અમે તમને આ લેખમાં જણાવીશું કે કેવી રીતે નાળિયેર બરફી ઘરે સરળતાથી બનાવી શકાય છે. આ માટે, તમારે ફક્ત થોડી વસ્તુઓની જરૂર પડશે અને તમે તેને ખૂબ જ ટૂંકા સમયમાં બનાવી શકો છો. ઉપવાસ કરનારા લોકો માટે તે ખૂબ ફાયદાકારક હોઈ શકે છે.

સામગ્રી

  • 1 ફ્રેશ નાળિયેર
  • કડાઇ
  • 1 કપ ખાંડ
  • 4 એલચી
  • 1 કપ દૂધ
  • 1 પ્લેટ

નાળિયેરની બરફી બનાવવાની રીત

સૌથી પહેલાં તો તમારે એક નાળિયેર લેવું પડશે. તેને તોડીને આગ પર ગરમ કરો. હવે તેને બહાર કાઢીને પાતળા કટકા કરી મિક્સરની મદદથી મિક્સ કરી લો. હવે તમારે એક કડાઇ લો અને તેમાં નાખી દો. હવે તેમાં ધીમે ધીમે બધી સામગ્રી ઉમેરો. ધ્યાન રાખો કે આ સમયે ગેસની ફ્લેમ વધારે ન હોય. હવે તેમાં દૂધ, ખાંડ અને એલચી ઉમેરો. આ પછી લગભગ 10 મિનિટ સુધી હલાવતા રહો.

આ પણ વાંચો – સવારે નાસ્તામાં શું ખાવાથી દિવસભર રહેશે એનર્જી, નહીં લાગે ભૂખ

આવી રીતે કરો તૈયાર

હવે એક પ્લેટ લો અને તેને તેમાં યોગ્ય રીતે રાખો. તમે તેને એક પ્લેટમાં ફેલાવો. સ્પ્રેડ કર્યા બાદ તમે તેને ફ્રિજમાં લગભગ એકથી બે કલાક સુધી રાખી શકો છો. આનાથી તે સારી રીતે જામી જશે. હવે તમે તેને તમારી પસંદગીનો આકાર આપી શકો છો. તેને તમે ત્રણથી ચાર દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો. તમે તમારા પ્રિયજનો સાથે ઘરે બનાવેલી આ બરફી ખાઈ શકો છો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ