Navratri 2023 : નવરાત્રીમાં ગરબે ઘુમવા તમે આ બેઝિક સ્ટાઇલ શીખી શકો,આ વર્ષે ઝુમખા સ્ટાઇલ ધૂમ મચાવશે

Navratri 2023: નવરાત્રી શરૂ થાય એ પહેલા ખેલૈયાઓ વિવિધ પ્રકારની ગરબા સ્ટાઇલની પ્રેક્ટિસ અગાઉ કરતા હોય છે અને પાર્ટી પ્લોટમાં ધૂમ મઝાવતા હોય છે. અહીં વાંચો કેટલીક ટ્રેન્ડિંગ બેઝિક ગરબા સ્ટાઇલ વિષે

Written by shivani chauhan
October 05, 2023 13:43 IST
Navratri 2023 : નવરાત્રીમાં ગરબે ઘુમવા તમે આ બેઝિક સ્ટાઇલ શીખી શકો,આ વર્ષે ઝુમખા સ્ટાઇલ ધૂમ મચાવશે
Navratri 2023 : નવરાત્રીમાં ગરબે ઘુમવા તમે આ બેઝિક સ્ટાઇલ શીખી શકો,આ વર્ષે ઝુમખા સ્ટાઇલ ટ્રેન્ડિંગ રહે તેવી શક્યતા

Navratri 2023: નવરાત્રી શરૂ થવામાં હવે ગણતરીના દિવસોજ બાકી છે, આ તહેવારની ઉજવણી દરમિયાન ભાવુક ભક્તો અંબાની આરાધના કરે છે, તો કેટલાક લોકો 9 દિવસ સુધી ઉપવાસ કરે છે, તો બીજી તરફ, ખેલૈયાઓમાં ગરબાને લઈને દર વર્ષે એકસરખો ક્રેઝ જોવા મળે છે. ખાસ કરીને યન્ગસ્ટરનું અટેચમેન્ટ ગરબા સાથે અનોખું છે. વિવિધ પ્રકારના ચણીયા ચોલી, દુપટ્ટા, ઓક્સિડાઇઝ્ડ જ્વેલરી અને મેક-અપની તમામ ખરીદી કરવી ઉપરાંત, ગરબાની નવી નવી સ્ટાઈલો શીખતા હોઈ છે. ગયા વર્ષે યન્ગસ્ટર્સમાં પુષ્પા સ્ટાઇલ ગરબા પોલ્યુલર સ્ટાઇલ હતી, આ વખતે ઝુમખા સોન્ગ પર ખેલૈયાઓ ધૂમ મચાવી શકે!! અહીં જાણો કેટલીક બેઝિક ગરબા સ્ટાઇલ વિષે,

ત્રણ તાલી ગરબા :

ત્રણ તાલી ગરબામાં તમારે ગરબાના સર્કલમાં ગરબાના ગીતના બીટ પર કમરની લચક સાથે ત્રણ વાર તાળીઓ પાડવાની હોય છે. અને સ્ટેપ્સ સાથે પુનરાવર્તન કરવાનું હોય છે.

દાંડિયા

જો તમને ગરબા દરમિયાન તાળીઓ પાડીને કંટાળી ગયા હોવ, તો તમારા માટે દાંડિયા છે! સામાન્ય રીતે, દાંડિયા જોડીમાં રમાય છે પરંતુ આ દિવસોમાં, તમે તમારા હાથની હિલચાલને દાંડિયા સાથે પણ બદલી શકો છો.

આ પણ વાંચો: Navratri 2023 Gujarati Singer : નવરાત્રી પર ગુજરાતના આ કલાકારો દેશ સહિત વિદેશની ધરતી પર ધમાલ મચાવે છે, આ નવરાત્રી પર પણ જામશે રંગ

પુષ્પા સ્ટાઇલ :

ગયા વર્ષે ખેલૈયાઓમાં પુષ્પા સ્ટાઇલ ખરાબ ખુબજ ટ્રેન્ડમાં રહ્યા હતા. ગરબામાં કોઈ ખાસ પુષ્પા સ્ટેપ્સ નથી. પણ તમે જો તમારા ગ્રૂપ સાથે પાર્ટી પ્લોટમાં ગરબા ગાવા જાવ અને પુષ્પાનું ગીત વાગે એટલે આ ખાસ સોન્ગ સ્ટેપ્સ કરવાના હોય છે. ગરબે ઘૂમી રહેલા ખેલૈયાઓ આ સોંગ પર સ્ટેપ્સ કરી શકે અને જમાવટ કરી શકે. મહત્વની વાત એ છે કે, હાલ અનેક ગ્રૂપ્સ દ્વારા વિવિધ સ્ટેપ્સ શીખવામાં આવી રહ્યા છે. ત્યારે ગરબામાં પણ પુષ્પાનો સ્વેગ ભળ્યો છે.

દોઢિયુ:

દોઢીયુ એ થોડી જટિલ ગરબા સ્ટાઇલમાંથી એક છે જેમાં કુલ 6 સ્ટેપ્સનો સમાવેશ થાય છે. આ સ્ટેપમાં તમે આગળના બે સ્ટેપ કરી શકો છો અને બીજા ચાર પાછળની તરફ જઈને કરી શકો છો. તમે તમારી સ્ટાઇલ અનુસાર સ્ટેપ પણ બદલી શકો છો! પરંતુ જ્યારે આખું ગ્રુપ એકસાથે રમે છે ત્યારે દોઢીયુ વધુ સારું લાગે છે કારણ કે બધા ખેલૈયાઓને એકસાથે સ્ટેપ્સ કરતા જોવાનું અદ્ભુત લાગે છે!

આ પણ વાંચો: Navratri 2023 : નવરાત્રીના 9 દિવસ આ નવ રંગના વસ્ત્રો પહેરો, પરિવારને મળશે મા દુર્ગાના આશીર્વાદ

હિંચ

આ એક સૌથી સરળ ગરબા સ્ટાઇલ છે જેમાં તમારે ફક્ત આગળ મૂવ્સ કરવાના હોય છે અને તમારા હાથને એવી રીતે મુવ કરવાના હોય છે કે જાણે તમે કંઈક સ્કૂપ કરી રહ્યાં છો અને તેને તમારા ખભા પર મૂકી રહ્યાં હોવ. તમે કાં તો જમણી અને ડાબી બાજુએ બે વાર સ્ટેપ્સને પુનરાવર્તિત કરી શકો છો અથવા તમે તેને બંને બાજુએ એકવાર કરી શકો છો અને સ્ટેપ્સને પુનરાવર્તિત કરવા માટે ફરી શકો છો.

આટલી ગરબા સ્ટાઇલ વિષે જાણ્યા પછી શું આ નવરાત્રીમાં તમે તમારા ગ્રુપ સાથે ગરબે ઘુમવા માટે તૈયાર છો? જો કે ,આ વર્ષ દરમિયાન ઝુમખા સોન્ગ પર ખેલૈયાઓ ધૂમ મચાવી શકે !!

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ