નવરાત્રી શરૂ થવામાં હવે ગણતરીના દિવસોજ બાકી છે, ખેલૈયાઓ નવરાત્રી માટે દર વખતની જેમ આ વખતે પણ એટલાજ ઉત્સાહમાં છે. ગરબા રમતા ખેલૈયાઓ સતત 3-4 કલાક ગરબા રમે છે અને આદ્યશક્તિ માંની આરાધના કરે છે, નવરાત્રી યોગ્ય શણગાર અને મેકઅપ વગર અધૂરી ગણાય છે, છોકરીઓ સહિત છોકરાઓ પર તેમના સ્કિન પર ગ્લો માટે મેકઅપ કરે છે. પરંતુ ગ્લોઈંગ સ્કિન માટે કેટલાક એવા નેચરલ નુસખા ઉપલબ્ધ છે જે તમને નવરાત્રીમાં અદભુત દેખાવમાં મદદ કરશે, આ હળવી મસાજ પણ તમારી સ્કિન માટે અજાયબીઓનું કામ કરી શકે છે. અહીં તમારા ફેસ મસાજ વિશે વાત કરી રહ્યાં નથી! પંરતુ એક સરળ કાનની મસાજ પણ તંદુરસ્ત, ચમકતી ત્વચામાં ફાળો આપી શકે છે.
રોશની ચોપરા, જે તેના ફોલોઅર્સ સાથે અવારનવાર અસરકારક લાઇફસ્ટાઇલટીપ્સ શેર કરે છે, આ 3-મિનિટની કાનની મસાજ નો “ગ્લો હેક” Instagram પર શેર કર્યો હતો જે તમને નવરાત્રીમાં નેચરલી ગ્લોઈંગ સ્કિન આપી શકે છે, તે શ્રેષ્ઠ એન્ટી- એજિંગ સિક્રેટ્સમાંનું એક છે.
તેમણે કહ્યું કે દિવસમાં ફક્ત ત્રણ મિનિટ માટે તમારા કાનની માલિશ કરવાથી તમને સૌથી અવિશ્વસનીય ચમકતી ત્વચા મળી શકે છે. આપણે ફાયદાઓ વિષે જાણીએ તે પહેલાં, સમજીએ કે તે કેવી રીતે થઇ શકે?
આ પણ વાંચો: Health Tips : સ્વાસ્થ્ય માટે આદુનો આ ઉપાય અજમાવો, પેટનું ફૂલવું,અપચો જેવી સમસ્યામાં મળશે રાહત
રોશનીએ કહ્યું કે, ”આ કાન સાથે જોડાયેલ તમામ ચેતાને કારણે કામ કરે છે અને તેના પર મસાજ કરવાથી ખરેખર એન્ડોર્ફિન મુક્ત થાય છે અને પીડા પણ ઘટાડી શકે છે. દિવસમાં માત્ર 3 મિનિટ તમે તેને ગમે ત્યારે ગમે ત્યાં કરી શકો છો. તે ખીલ ગ્રસ્ત ત્વચા માટે પણ ઉત્તમ સાબિત થઇ શકે છે.”
આ સરળ કાન મસાજના ફાયદા
- ચેતા સંવેદનાઓને ઉત્તેજિત કરે છે જે સમગ્ર શરીરમાં પડઘો પાડે છે અને એન્ડોર્ફિન રિલીઝ કરે છે
- રક્ત પરિભ્રમણને વેગ આપે છે
- હેલ્થ એક્સપર્ટ જણાવ્યા અનુસાર, જ્યારે કાનની મસાજ એ સીધી વૃદ્ધત્વ વિરોધી તકનીક નથી, તે તણાવ ઘટાડવામાં પરોક્ષ ભૂમિકા ભજવે છે.
- પ્રેશર પોઈન્ટ્સને ટાર્ગેટ કરીને, કાનની મસાજ તણાવ ઘટાડવામાં મદદ કરે છે. ઊંઘની ગુણવત્તા સુધારે અને અકાળ વૃદ્ધત્વ સામેની લડાઈમાં મદદરૂપ છે.
આ પણ વાંચો: Skincare Tips : આંખો નીચે ઠંડું દૂધ એપ્લાય કરવાથી ડાર્ક સર્કલ ઓછા થઇ શકે? જાણો ફેક્ટ
આ કાનની મસાજ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા શેર કરી:
- વોર્મ-અપ
- ઈયરલોબથી શરુ કરો
- કાન ઉપર ખસેડો
- ઈયર શેલમાં માલિશ કરો
- ઈયર ક્રિઝને ભૂલશો નહીં
- બીજા કાન પર ફરી કરો
- રેસ્ટ કરો





