Navratri 2023 Easy Hairstyle : નવરાત્રી પર ગરબાની રમઝટ બોલાવા માટે આ સરળ હેયર સ્ટાઇલ ટ્રાય કરો, લૂકમાં ચાર ચાંદ લગાવી દેશે, જુઓ વીડિયો

Navratri 2023 Easy Hairstyle : આજેથી નવરાત્રીનો શુભારંભ થઇ ગયો છે. આ પ્રસંગ પર જો તમે મન મૂકીને ગરબા રમાવા માગો છો તો આ સરળ હેયરસ્ટાઇલ અજમાવો. ચોક્કસ તમે આરામદાયક રીતે અને બમણા આનંદ સાથે ગરબાની રમઝટ બોલાવી શક્શો અને તમારી સુંદરતા ખીલી ઉઠશે.

Navratri 2023 Easy Hairstyle : આજેથી નવરાત્રીનો શુભારંભ થઇ ગયો છે. આ પ્રસંગ પર જો તમે મન મૂકીને ગરબા રમાવા માગો છો તો આ સરળ હેયરસ્ટાઇલ અજમાવો. ચોક્કસ તમે આરામદાયક રીતે અને બમણા આનંદ સાથે ગરબાની રમઝટ બોલાવી શક્શો અને તમારી સુંદરતા ખીલી ઉઠશે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Navratri 2023| Navratri 2023 special| Navratri Easy Hairstyle| Fashion Tips

નવરાત્રી પર ગરબાની રમઝટ બોલાવા માટે આ સરળ હેયર સ્ટાઇલ ટ્રાય કરો

Navratri 2023 Easy Hairstyle : આજથી શારદીય નવરાત્રીનો શુભારંભ થઇ ગયો છે. આ દરમિયાન લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. વિશ્વનો સૌથી લાંબો તહેવાર એટલે નવરાત્રિ. આ સમય દરમિયાન ખૈલેયાઓ ગરબાની રમઝટ બોલાવે છે. નવલા નોરતામાં લોકો ભારે ઉત્સાહ સાથે ગરબાની ધૂમ મચાવે છે. તેમજ સ્ત્રીઓ સોળે શણગાર સાથે ગરબા રમવા જાય છે. આ પ્રસંગ પર જો તમે મન મૂકીને ગરબા રમાવા માગો છો તો આ સરળ હેયરસ્ટાઇલ અજમાવો. ચોક્કસ તમે આરામદાયક રીતે અને બમણા આનંદ સાથે ગરબાની રમઝટ બોલાવી શક્શો અને તમારી સુંદરતા ખીલી ઉઠશે.

Advertisment

એવી ઘણી ભારતીય હેરસ્ટાઇલ છે જે સાડી સહિત દરેક ડ્રેસ પર સારી લાગે છે. આ માટે તમારે પાર્લરમાં જઇને પૈસા ખર્ચવાની કોઇ જરૂર નથી. થોડીક પ્રેક્ટિસ કરીને તમે ઘરે તમારા ડ્રેસ પ્રમાણે હેરસ્ટાઈલ બનાવી શકો છો. ચાલો જાણીએ નવરાત્રિ દરમિયાન તમારે કઇ હેરસ્ટાઇલ ચોક્કસપણે ટ્રાય કરવી જોઈએ.

આ હેરસ્ટાઇલ તમારા ચહેરાની સાદગીને બહાર લાવે છે અને તમે અન્ય લોકોથી તદ્દન અલગ દેખાઈ શકો છો. એક સિમ્પલ જૂડો બનાવીને તેની ઉપર તાજો ગજરો નાંખો. આ હેયર સ્ટાઇલ ઓછા સમય અને મહેનતથી બનાવી શક્શો.

Advertisment

બ્રેડેડ બન હેયર સ્ટાઇલ

આ ખૂબ જ સુંદર હેરસ્ટાઇલ છે. આ હેયર સ્ટાઇલનું નામ બ્રેડેડ બન છે. આ હેયર સ્ટાઇલ બનાવવા માટે સૈપ્રથમ તમે ઉપર આપેલો લાઇ વીડિયો જોઇને શીખી શકો છો.

લો બન હેયર સ્ટાઇલ

publive-image

આ હેયરસ્ટાઇલ ખુબ જ સરળ અને સિમ્પલ છે. આ હેયરસ્ટાઇલ વાળવા માટે તમે ઉપર આપેલા ફોટા પરથી જોઇ શકો છો પ્રેક્ટિસ કરી શકો છો. મહત્વનું છે કે, આ હેયર સ્ટાઇલ સિમ્પલની સાથે-સાથે કૂલ પણ છે. આ સ્ટાઇલ તમે જીન્સ પર પણ લઇ શકો છો.

એલિગેંટ બ્રેડ

આ હેરસ્ટાઇલ તો ખૂબ જ મસ્ત છે. નવરાત્રી દરમિયાન તમારે આ હેયર સ્ટાઇલ તો એક વાર અજમાવવી જ જોઈએ. સોફ્ટ વેવ બનાવવા માટે, કર્લિંગ આયર્નનો ઉપયોગ કરો અને પછી પીન ફીટ કરીને તેને પરફેક્ટ બનાવી લો. આ પછી તમે નાના ફૂલ કે મોતી ઉપર લગાવી શકો છો. આ હેયર સ્ટાઇલ ખુબ જ સુંદર લાગશે.

આ પણ વાંચો : Navratri 2023 : નવરાત્રીના પહેલા દિવસે માતા શૈલપુત્રીની કરો પૂજા, ભોગમાં માતાજીને આ પ્રિય વસ્તુ ધરો, જાણો સંપૂર્ણ રીત અને ફાયદા

મેસી બન

મેસી બન બહુ જ પ્યારી અને ક્લાસી હેયર સ્ટાઇલ છે. આ કોઇ પણ ઇન્ડિયન લૂક પર સૂટ થાય તેવી હેયર સ્ટાઇલ છે. આ હેયર સ્ટાઇલ શીખવા માટે તમે ઉપર આપેલો લાઇવ વીડિયો જુઓ.

બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ Express Exclusive navratri