Navratri Hairstyle : નવરાત્રી (Navratri) એક એવો તહેવાર છે જેની રાહ ગુજરાતીઓ ખુબજ આતુરતાથી જોતા હોય છે. ગુજરાતીઓનો પ્રેમ એટલે ગરબા ! આખું વર્ષ રાહ જોય પછી નવરાત્રીના નવ દિવસ દરમિયાન ખેલૈયાઓ ખુબજ ઉત્સાહ સાથે સ્ત્રીઓ ચણીયા ચોળી અને પુરુષો ઝબ્બો, કેડિયું વગેરે પહેરી તૈયાર થઇ ગરબા રમવા જાય છે. જો કે તેની તૈયારીઓ અગાઉથી શરૂ થઇ જાય છે.
હવે નવરાત્રી (Navratri) ના તહેવારને ગણતરીના દિવસો બાકી છે, આ વખતે નવરાત્રી 3 ઓક્ટોબર, 2024 ના રોજ શરૂ થશે.ત્યારે ખેલૈયા અત્યારથી તૈયારી કરી રહ્યા છે, પરંતુ ખાસ કરીને મહિલાઓ મેકઅપ, ચણીયા ચોળી અને હેરસ્ટાઇલને લઈને મુંઝવણમાં હોય છે, ત્યારે અહીં ખાસ સિરીઝમાં નવરાત્રી માટે ખાસ હેરસ્ટાઇલ આપી છે જે કરવી ખુબજ સરળ અને ઝડપથી બની જાય છે, જે તમારો ટાઈમ પણ બચાવશે, આ ઉપરાંત તમારા લુકમાં ચાર ચાંદ લગાવી દેશે. અહીં જુઓ નવરાત્રી માટે યુનિક હેર સ્ટાઇલ
આ પણ વાંચો: વડોદરા, અમદાવાદથી કાઠિયાવાડ, અહીં થાય છે ગુજરાતના અનોખા ગરબા
નવરાત્રી માટે યુનિક હેર સ્ટાઇલ (Unique Hair Styles For Navratri)
નવરાત્રીમાં મહિલાઓ અલગ અલગ હેર સ્ટાઇલ કરતી હોય છે, જેના માટે તેઓ મોંઘાદાટ પાર્લરનો સહારો લે છે, પરંતુ આ યુનિક હેર સ્ટાઇલ તમે ઘરે કરી શકો છો, આ ઇન્સ્ટાગ્રામ પર મેક અપ આર્ટિસ્ટ હીર રાવળએ વિડોયો શેર કર્યો છે, જેમાં ઓપન હેર કરીને વાળના 2 ભાગ કરીને પાતળી શેર લઈને એમાં રેશમના લાંબી કલરીંગ સહેજ જાડી દોરી સાથે ગુંથવામાં આવે છે, એક પછી એક એમ વારા ફરતી વાળની શેર સાથે બન્ને સાઈડ દોરીને ગૂંથવામાં આવે છે, ત્યારબાદ બન્ને દોરીના છેડાને એક સાથે બાંધીને ડેકોરેટિવ ઝુમખા સાથે ગાંઠ બાંધવામાં આવે છે. ત્યારબાદ નાની કલરીંગ કોડીઓથી ડેકોરેટ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: ગીતા રબારીથી લઇને અલ્પા પટેલ સુધી આ પાંચ ગાયિકાઓની નવરાત્રીમાં રમઝટ
બીજા વિડીયોમાં ઇન્સ્ટાગ્રામ પર હેયર સ્ટાઇલિસ્ટ પૂનમ ગંગાનીએ એક યુનિક હેર સ્ટાઇલ શેર કરી છે, જેમાં ઓપન હેરમાં કાંસકા વડે બન્ને સાઈડથી વાળ ભેગા કરીને હેર બેન્ડથી વાળ બાંધી લો, હેર વેક્સ સ્ટિક એપ્લાય કરો અને હાફ બન કરો, એના પર મલ્ટીકલરનું ડેકોરેટિવ હેર બેન્ડ લગાવો, અને નીચાના વાળમાંથી પાતળી શેર લઈને સળંગ ચોટલી બનાવો હવે એના પર સ્ટિક વાળા ચતુષ્કોણ મિરરથી ડેકોરેટ કરો,એટલે થોડાજ સમયમાં તમારા નવરાત્રી લુક માટે યુનિક હેર સ્ટાઇલ તૈયાર થઇ જશે.
આ નવરાત્રી પર જો તમે કંઈક યુનિક દેખાવા માંગો છો, તો આ હેર સ્ટાઇલ માટે તમારે પાર્લર જવાની જરૂર નથી, તમે ઘરે પણ ઓછા સમયમાં યુનિક લુક આપી શકો છો.





