/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/sama.jpg)
સામો એક પ્રકારનું બીજ છે જેને બાર્નયાર્ડ મિલેટ કહેવામાં આવે છે (તસવીર - ફ્રીપિક)
Navratri 2025 Benefits of Sama : ચૈત્ર નવરાત્રી 30 માર્ચ 2025થી શરૂ થવા જઈ રહી છે. નવરાત્રીમાં ભક્તો 9 દિવસ સુધી મા દુર્ગાની પૂજા કરે છે અને ઉપવાસ કરે છે. ઉપવાસ દરમિયાન ઘણા લોકો સામોનું સેવન કરે છે. તે ખૂબ જ પૌષ્ટિક અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ સામો એક પ્રકારનું બીજ છે જેને બાર્નયાર્ડ મિલેટ કહેવામાં આવે છે. તે ગ્લુટેન-મુક્ત હોય છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં ફાઇબર, પ્રોટીન અને બી-કોમ્પ્લેક્સ વિટામિન્સ હોય છે. ઉપવાસ દરમિયાન તેને ખાવાથી સ્વાસ્થ્યને ઘણી રીતે ફાયદો થાય છે. આવો જાણીએ તેના વિશે.
વજન ઘટાડવામાં મદદ કરે છે
સામો માં કેલરીનું પ્રમાણ ઓછું હોય છે. જોકે ફાઈબર પુષ્કળ પ્રમાણમાં હોય છે. આવામાં તે વજન ઘટાડવામાં મદદ કરે છે. આ સાથે ઉપવાસ દરમિયાન શરીરમાં કેલરીને પણ કંટ્રોલ કરે છે.
ઉપવાસમાં પાચનતંત્રને મજબૂત બનાવે છે
ઉપવાસ દરમિયાન શરીરમાં ઘણા ફેરફારો થાય છે. આવી સ્થિતિમાં સામો ખાવાથી પાચનતંત્ર મજબૂત બને છે. તેને ખાવાથી તમને કબજિયાત થતી નથી. તેને ખાવાથી તમે કમજોરી અનુભવતા નથી.
આ પણ વાંચો - શીર ખુરમા વગર અધુરો છે ઇદનો તહેવાર, આ રીતે બનાવશો તો ઘરે આવેલા મહેમાનો પણ કરશે પ્રશંસા
ઉપવાસમાં બનાવો સામો ના ચીલા
આ વસ્તુઓની જરૂર પડશે
- 1 કપ સામો
- 2 બાફેલા બટાકા
- 1 કટોરી ઘી
- 3 ઝીણા સમારેલા લીલા મરચાં
- સ્વાદ પ્રમાણે સિંધાલૂણ મીઠું
સામો ના ચીલા બનાવવાની સરળ રીત
સામો ના ચીલા બનાવવા માટે તેને લગભગ 60 મિનિટ અગાઉથી પાણીમાં પલાળી રાખો. આ પછી તેને ધોઈને પીસી લો. તેમાં બાફેલા બટાકા ઉમેરો. સિંધાલૂણ મીઠું ઉમેરો. જો તમે ઉપવાસ દરમિયાન લીલા મરચાં ખાઓ છો, તો પછી તેમાં તે પણ ઉમેરો. તેના બદલે તમે કાળા મરી પણ ઉમેરી શકો છો. આ પછી એક નોન-સ્ટીક પેનમાં ઘી ઉમેરીને તેને ગરમ કરો. હવે તેમાં આ મિશ્રણ ઉમેરીને ફેલાવો. સારી રીતે પકાવો. આ સાથે જ સામો ના ચીલા તૈયાર થઇ જશે.
ડિસ્ક્લેમરઃ લેખમાં લખેલી સલાહ અને સૂચનો સામાન્ય માહિતી જ છે. કૃપા કરીને કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે નિષ્ણાતની સલાહ લો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us