Navratri 2025 | નવરાત્રીના ઉજાગરામાં ડાર્ક સર્કલ થાય તો તમારા રસોડામાં રહેલ આ વસ્તુનો કરો ઉપયોગ, ચહેરો ચમકી જશે !

ડાર્ક સર્કલ દૂર કરવાની ટિપ્સ | આંખો નીચે કાળા કુંડાળા દેખાવા તમારા લુકને બગાડે છે. બજારમાં ડાર્ક સર્કલની સારવાર માટે ઘણી પ્રોડક્ટસ ઉપલબ્ધ છે, પરંતુ તે એટલા મોંઘા છે કે તેને વારંવાર ખરીદવું મુશ્કેલ છે. પરંતુ તમે રસોડામાં રહેલ આ વસ્તુનો ઉપયોગ કરીને કાળા કુંડાળાથી છુટકારો મેળવી શકો છો.

Written by shivani chauhan
September 17, 2025 15:22 IST
Navratri 2025 | નવરાત્રીના ઉજાગરામાં ડાર્ક સર્કલ થાય તો તમારા રસોડામાં રહેલ આ વસ્તુનો કરો ઉપયોગ, ચહેરો ચમકી જશે !
Navratri 2025 dark circles removing tips with potato juice

Navratri Beauty Tips In Gujarati | 2025 નવરાત્રિ (Navratri) ને હવે થોડા જ દિવસની વાત છે, તહેવાર પહેલા લોકોમાં ખુબજ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહિલાઓ ગરબા નાઈટમાં સુંદર દેખાવમાં માટે પાર્લરનો સહારો લે છે તો ઘણા ઘરેજ સ્કિનકેર માટે ઉપાય કરે છે, નવરાત્રી દરમિયાન ઉજાગરાને લીધે આંખો નીચે કાળા કુંડાળા (dark circles) થતા જોવા મળે છે.

આંખો નીચે કાળા કુંડાળા દેખાવા તમારા લુકને બગાડે છે. બજારમાં ડાર્ક સર્કલની સારવાર માટે ઘણી પ્રોડક્ટસ ઉપલબ્ધ છે, પરંતુ તે એટલા મોંઘા છે કે તેને વારંવાર ખરીદવું મુશ્કેલ છે. પરંતુ તમે રસોડામાં રહેલ આ વસ્તુનો ઉપયોગ કરીને કાળા કુંડાળાથી છુટકારો મેળવી શકો છો.

માર્કેટમાં મળતી આ પ્રોડક્ટસ સ્કિન માટે ખૂબ જ હાનિકારક હોઈ શકે છે. જોકે, તમે ફક્ત બટાકાનો ઉપયોગ કરીને આ સમસ્યાને સસ્તામાં ઉકેલી શકો છો.

ડાર્ક સર્કલ દૂર કરવાની ટિપ્સ (Dark Circle Removing Tips)

બટાકાના રસનો ઉપયોગ

બટાકાના રસએ ડાર્ક સર્કલ માટે ખૂબ જ ફાયદાકારક છે. તે કુદરતી બ્લીચ તરીકે કામ કરે છે. બટાકાના રસનો ઉપયોગ સરળતાથી કરી શકો છોઆ માટે, પહેલા કાચા બટાકાની છાલ કાઢીને તેને છીણી લો. હવે તેને રૂમાં નાખો અને તેનો રસ કાઢો.

  • બટાકાના રસમાં રૂ બોળીને તમારી આંખો નીચે મૂકો. તેને 15 મિનિટ સુધી આંખો નીચે રાખો. થોડા સમય પછી, ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો.
  • તે સ્કિનને રિલેક્સ કરે છે અને ડાર્ક સર્કલ ઘટાડવામાં મદદ કરે છે. તેના ઉત્સેચકો અને વિટામિન સી ચમકતા રંગમાં ફાળો આપે છે.
  • આંખો નીચેના કાળા કુંડાળા માટે બટાકા અને કાકડીનું મિશ્રણ બમણું ફાયદાકારક છે. આ માટે, એક નાનું બટેટા અને અડધી કાકડી લો. બંનેને છોલીને બ્લેન્ડરમાં પીસી લો અને પેસ્ટ બનાવો.
  • હવે આ પેસ્ટને થોડા સમય માટે ફ્રીજમાં રાખો. હવે તેને આંખો નીચે લગાવો અને 15 મિનિટ માટે રહેવા દો. થોડા સમય પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો. તેના ઉપયોગથી આંખોનો સોજો પણ ઓછો થાય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ