Beauty Tips In Gujarati | ચહેરાના વાળ (Facial hair) ઘણી મહિલાઓની સુંદરતામાં ઘટાડો કરે છે. કેટલાક લોકો ચહેરાના વાળ દૂર કરવા માટે સારવાર લે છે. જોકે, ચહેરાના વાળ દૂર કરવાની કેટલીક કુદરતી રીતો છે. શું તમે જાણો છો કે કોફી (coffee) ચહેરાના વાળ દૂર કરવામાં મદદ કરી શકે છે? અહીં જાણો કેવી રીતે?
કોફી એન્ટીઑકિસડન્ટો અને હળવા એક્સફોલિએટિંગ ગુણધર્મોથી ભરપૂર છે, તેનો ઉપયોગ વિવિધ બ્યુટી પ્રોડક્ટસમાં થાય છે, તે ચહેરા પરના અનિચ્છનીય વાળને દૂર કરવામાં પણ મદદ કરે છે, અહીં જાણો કેવી રીતે?
કોફીના સ્કિનકેર માટે ફાયદા
- કોફી એક કુદરતી એક્સ્ફોલિયન્ટ છે. જ્યારે સ્કિન પર માલિશ કરવામાં આવે છે, ત્યારે તે મૃત ત્વચા અને પાતળા વાળ દૂર કરવામાં મદદ કરે છે.
- કોફી સ્ક્રબનો નિયમિત ઉપયોગ વાળના ફોલિકલ્સને નબળા બનાવી શકે છે અને વાળનો વિકાસ ઘટાડી શકે છે.
- કોફીમાં કેફીન અને એન્ટીઑકિસડન્ટ હોય છે. તે રક્ત પ્રવાહ વધારે છે અને ત્વચાને કાયાકલ્પ કરે છે.
- કેમિકલ બેઝડ હેર રિમૂવલ ક્રીમથી વિપરીત, કોફી સ્કિનને નરમ બનાવે છે.
કોફીનો ફેશિયલ હેર દૂર કરવા કેવી રીતે કરવો ઉપયોગ?
કોફી પાવડરનો ઉપયોગ કરીને બનાવેલ આ પેક તમને ચહેરાના વાળથી તરત જ છુટકારો મેળવવામાં મદદ કરશે. આ પેક ઘરે ઉપલબ્ધ કુદરતી ઘટકોનો ઉપયોગ કરીને તૈયાર કરી શકાય છે. તે ફક્ત ચહેરાના વાળ દૂર કરતું નથી પણ ત્વચાને મુલાયમ અને ચમકદાર પણ બનાવે છે.
ફેશિયલ હેર દૂર કરવા માટે કોફી ફેસપેક
- 1 ચમચી કોફી પાવડર
- 2 ચમચી દહીં
- 1 ચમચી ચણાનો લોટ
- 1 ચમચી હળદર પાવડર
થોડી જ વારમાં કરચલીઓ અને ડાઘ મુક્ત થઇ જશે, મીઠા લીમડાનો આ રીતે કરો ઉપયોગ
ફેશિયલ હેર દૂર કરવા કોફી ફેસપેક બનાવાની રીત
એક બાઉલમાં કોફી પાવડર, ચણાનો લોટ અને હળદર લો. તેમાં દહીં ઉમેરો અને પેસ્ટ બનાવો. જેમની ત્વચા શુષ્ક છે, તેમના માટે થોડું મધ ઉમેરો. પછી તેને ચહેરાના રુવાંટીવાળા ભાગો પર લગાવો અને તેને રહેવા દો. 15-20 મિનિટ બાદ જ્યારે પેક સુકાઈ જાય, ત્યારે તેને તમારા હાથથી હળવા હાથે ઘસો. થોડીવાર આ કર્યા પછી, તેને હૂંફાળા પાણીથી ધોઈ લો. ત્યારબાદ મોઇશ્ચરાઇઝર અથવા એલોવેરા જેલ લગાવો. આ ફેસ માસ્ક અઠવાડિયામાં એકવાર લગાવો. તમને 3-4 વારમાં સારો ફેરફાર દેખાશે.





