Navratri 2025 New Garba Dance Steps : નવરાત્રી એટલે માતાજીની ભક્તિ અને આરાધનાનું પર્વ. ગુજરાતમાં નવરાત્રી દરમિયાન ગરબા રમવાની પ્રાચીન પરંપરા છે. નવરાત્રીના 9 દિવસ દરમિયાન ગુજરાતીઓ મન મૂકીને ગરબા રમે છે. આજકાલ યુવાનોમાં અવનવી સ્ટાઇલના ગરબા રમવાનો ટ્રેન્ડ છે. ઘણા લોકો ગરબા ક્લાસિસમાં જઇને લેટેસ્ટ ગરબા સ્ટેપ શીખે છે. જો તમને ગરબા રમવાનો શોખ છે પણ નથી આવડતા અથવા લેટેસ્ટ ટ્રેડિંગ ગરબા સ્ટેપ શીખે છે તો આ લેખ તમને મદદરૂપ થશે. અહીં નવરાત્રી 2025ના ટ્રેડિંગ ગરબા ડાન્સ સ્ટેપ વિશે જાણકારી આપી છે. અહીં આપેલા વીડિયો જોઇ તમે ઘરે જ બે તાળીના ગરબા થી લઇ ટેટુડો અને લેટેસ્ટ ગરબા સ્ટેપ શીખી શકો છો.
બે તાળીના સાદા ગરબાના સ્ટેપ
ગરબામાં બે તાળીના ગરબા સ્ટેપ સૌથી સરળ છે. બે તાળીના ગરબામાં પહેલા જમણી અને પછી ડાબી બાજુ બે હાથ વડે તાળી પાડવાની હોય છે. તાળી પાડવાની સાથે બંને પગ આગળ પાછળ લઇ જવાના હોય છે. ગરબા શીખવાની શરૂઆત જ સાદા બે તાળીના ગરબાથી થાય છે.
ટેટુડો
ટેટુડો ગરબાનો એક પ્રકાર છે. જેમા સંગીતના ઝડપી લય સાથે તાલ મિલાવી બે હાથ વડે તાળી વગાડી વારાફરતી બંને પગ આગળ પાછળ લઇ જવાના હોય છે. ટેટુડો એક જ જગ્યા પર અથવા ધીમે ધીમે ગોળ રાઉન્ડમાં ગરબા જેમ રમવાનો હોય છે. ટેટુડો રમતી વખતે કમર માંથી આગળની તરફ સહેજ ઝુકવાનું હોય છે. ટેટુડો સાથે ત્રણ તાળી પણ રમવામાં આવે છે.
ડોઢીયું
યુવાનોમાં ગરબાની ડોઢીયું સ્ટાઇલ રમવાનો બહુ ક્રેઝ છે. ડોઢીયું રમતી વખતે ઝડપથી તાળ વગાડી આગળ પાછળ જવાની સાથે સાથે ગોળ ફરવાનું હોય છે. ડોઢીયુંના સ્ટેપમાં ગરબો, હાલાજી, પોપટીયાના સ્ટેપ હોય છે.