Google Gemini Nano Banana Navratri Look: નવરાત્રીમાં ગરબા રમવા માટે સોને ગરમે છે. ગરબા માટે યુવતી ચણિયાચોળી અને તેની મેચિંગ જ્વેલરી પહેરે છે. જો કે ઘણી યુવતીઓને ચણિયાચોળી પહેરવી ગમતી નથી, પણ નવરાત્રીના ગરબાના ટ્રેડિશનલ ડ્રેસમાં ફોટો પડાવવાનો શોખ હોય છે. જો તમને નવરાત્રી લુક ચણિયાચોળીમાં ફોટો પડાવવાનો શોખ છે, છે ગૂગલ નેનો બનાના એઆઈ ટૂલ્સ તમારી મદદ કરશે. તમે ચણિયાચોળી પહેર્યા વગર જ નવરાત્રી લુકમા ફોટો જનરેટ કરી શકો છો. ચાલો જાણીયે કેવી રીતે
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ગૂગલ નેનો બનાના એઆઈ ફોટો વાયરલ થઇ રહ્યા છે. ઇન્ટરનેટ યુઝર્સ તેમના ફોટાને એડિટ કરવા માટે એઆઈ ઇમેજ જનરેશન મોડેલનો ઉગ્ર ઉપયોગ કરી રહ્યા છે અને તે સોશિયલ મીડિયા ફીડ્સ અને અલ્ગોરિધમ્સ પર ટ્રેન્ડ કરી રહ્યું છે. નેનો બનાના એઆઈ ઇમેજ જનરેશન મોડેલ ફ્લેશ ઇમેજ મોડેલ 2.5 નો ઉપયોગ કરે છે. આ મોડેલ એટલું સક્ષમ છે કે તે ખૂબ જ ચોકસાઈ સાથે વાયરલ અને સ્ટાઇલિશ ઇમેજ જનરેટ કરે છે. રેટ્રો સાડી ફોટો ટ્રેન્ડ હોય કે 3D ફિગર, જેમિની ફ્લેશ ઇમેજ 2.5 મોડેલ પ્રોફેશનલની જેમ દરેક પડકારને હલ કરી રહ્યું છે. હવે ‘નેનો બનાના’ની દુનિયામાં, ચણિયાચોળી, સાડી અને ગરબા ડાન્સ સીન્સ જેવી હાયપર-રિયાલિસ્ટિક ફેસ્ટિવલ ઇમેજ બનાવવા માટે પ્રોમ્પ્ટ્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે.
આ વાયરલ ટ્રેન્ડ સોશિયલ મીડિયા જેવા કે, ઇન્સ્ટાગ્રામ ફીડ્સ ચણિયાચોલી અને સાડીમાં યુઝર્સની વાઇબ્રન્ટ, એઆઈ જનરેટેડ ઇમેજથી છલકાઈ ગયું છે. અગાઉના એઆઈ ટ્રેન્ડથી વિપરીત, આ નેનો બનાના મોડેલ અલ્ટ્રા રિયલિસ્ટિક, 4D સ્ટાઇલ પોટ્રેટ બનાવવામાં નિષ્ણાત છે, જે યુઝર્સને લાઇટિંગ, ટેક્સચર અને બેકગ્રાઉન્ટ સુધીની વિગતો નક્કી કરવાની મંજૂરી આપે છે. જેમિની ઇમેજમાં ઘણીવાર ગ્રેની, રેટ્રો ફિલ્મ સૌંદર્યલક્ષી દર્શાવવામાં આવે છે જે ક્લાસિક સિનેમેટિક ડ્રામા ટચ ઉમેરે છે.
Nano Banana Navratri : નવરાત્રી નેનો ઇમેજ કેવી રીતે બનાવવી?
- સૌ પ્રથમ તમારા ફોન પર ગૂગલ પ્લે સ્ટોર અથવા એપલ એપ સ્ટોર પરથી જેમિની એપ્લિકેશન ડાઉનલોડ કરો
- તે પછી Gemini Appમાં સાઇન ઇન કરો અને તમારો હાઇ રિઝોલ્યુશન ફોટો અપલોડ કરો
- હવે વિગતવાર પ્રોમ્પ્ટ (Prompt) લખો, જો તમે ઇચ્છો તો, તમે નીચેના પ્રોમ્પ્ટ્સ અથવા લોકપ્રિય ઓનલાઇન ટેમ્પલેટ વાપરી શકો છો
- નેનો બનાના એઆઈ મોડેલ તમને થોડી સેકન્ડમાં સ્ટાઇલિશ ફેસ્ટિવ પોટ્રેટ બનાવી આપશે, જેને તમે ડાઉનલોડ કરી શકો છો.
કેટલાક સરળ Prompts જેનો ઇમેજ બનાવવા માટે ઉપયોગ કરી શકા છે:
નવરાત્રી લુક ગરબા રમતા AI ઇમેજ બનાવવા માટે Prompts
ચણિયાચોળીમાં Gemini AI Photo બનાવવા માટે Prompts
Transform my photo into a cinematic Dandiya night shot. I am mid-dance, holding colourful Dandiya sticks, with motion blur around me. Setting: lively Garba circle, bright festive lights, glowing lanterns, warm and joyful lighting.
Gemini AI પર વિંટેજ પોસ્ટર બનાવવા માટે Prompts
A stylised Navratri look featuring me in a green and yellow bandhani lehenga, adorned with oxidised silver jewellery, set against a backdrop of rangoli designs and decorated temples.
દુર્ગા પૂજા માટે લાલ અને સફેદ સાડીમાં Gemini AI Images બનાવવા માટે Prompts
Create a 4K HD realistic Durga Puja portrait. Woman wearing a red and white saree with traditional jewellery and festive makeup. The background should have diyas and a temple-style backdrop with soft golden lighting. Add subtle film grain for a cinematic effect.