/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/navratri-recipe.jpg)
Navratri Recipe : નવરાત્રીના ઉપવાસમાં શેફ કૃણાલ કપૂરની સાંબો ઉપમા રેસિપી એનર્જીથી ભરપૂર રાખશે
Navratri Recipe : ચૈત્ર નવરાત્રી (Navratri) ના પાવન પર્વની શરૂઆત થઇ ગઇ છે. આ દિવસોમાં લોકો દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા અને ઉપવાસ કરે છે. ઘણા લોકો પૂરા નવ દિવસ વ્રત રાખે છે. ત્યારે ઉપવાસ કરનારા લોકો માટે સ્પેશિયલ ઉપવાસ રેસિપી (Special Fasting Recipe) પ્રસ્તુત છે. વ્રતમાં તમે મૌરેયામાંથી (સાંબો) બનાવેલ ઉપમા ખાય શકો છે. જે હેલ્ધી અને એનર્જીથી ભરપૂર છે. સાથે જ તમે સંતુષ્ટ પણ થશો. તો નીચે શેફ કૃણાલ કપૂરની નવરાત્રી સ્પેશિયલ સાંબા ઉપમા રેસિપી (Samba Upma Recipe) દર્શાવવામાં આવી છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/navratri-recipe-samak-rice-upma.jpg)
સેલિબ્રિટી શેફ કુણાલ કપૂરે ખાસ સાંબા ઉપમા રેસિપી ઈન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કરીને શેર કરી હતી. આ રેસિપી ઓછા સમય અને સરળ રીતે બની જશે.
નવરાત્રી સ્પેશિયલ સાંબા ઉપમા રેસિપી સામગ્રી
પાણી
સાંબો (મોરૈયો)
ઘી
મગફળી
જીરું
આદું
લીમડો
લીલા મરચાં
બાફેલા બટેટા
આ પણ વાંચો : Navratri Recipe : નવરાત્રીના ઉપવાસમાં બનાવો ફરાળી શક્કરિયાની કટલેટ, જાણો રેસીપી
સાંબા ઉપમા રેસિપી બનાવવાની રીત
સાંબા ઉપમા બનાવવા માટે સૌપ્રથમ પાણીમાં મીઠું નાખી પછી તેમાં સાંબો ઉકાળી લો. ત્યાર પછી હવે એક કડાઈમાં ઘી ગરમ કરો અને તેમાં મગફળીને શેકી લો અને તેને અલગથી કાઢી લો. હવે તે કડાઇમાં જીરું, થોડું આદુ,લીમડો, લીલા મરચાં અને બાફેલા બટેટા ઉમેરીને સાંતળો. આ પછી તેમાં બાફેલા ચોખા ઉમેરો અને દૂધ અથવા પાણી ઉમેરીને પકવી લો. ઉપથી મગફળી ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us