Navratri Recipe : નવરાત્રીના ઉપવાસમાં બનાવો ફરાળી શક્કરિયાની કટલેટ, જાણો રેસીપી

Navratri Recipe : ઉપવાસ દરમિયાન જો બટાકા ખાઈ કંટાળી ગયા હોવ તો શક્કરિયામાંથી શક્કરિયાની કટલેટ બનાવી શકો છો. જાણો રેસીપી

Navratri Recipe : ઉપવાસ દરમિયાન જો બટાકા ખાઈ કંટાળી ગયા હોવ તો શક્કરિયામાંથી શક્કરિયાની કટલેટ બનાવી શકો છો. જાણો રેસીપી

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
sweet potato cutlet

નવરાત્રી રેસીપી શક્કરિયાની કટલેટ (Social Media)

Navratri Recipe : આજથી ચૈત્ર નવરાત્રી (Chaitra Navratri) ની શરૂઆત થઇ ગઈ છે. ભારતના ધાર્મિક તહેવારોમાં ઉપવાસ (Fasting)અથવા વ્રતનું મહત્વપૂર્ણ પણ એટલું જ છે. આ સમય ભક્ત માતાજીની આરાધના કરે છે અને ઉપવાસ રાખે છે. આવા સમયે, અહીં સ્વીટ પોટેટો કટલેટ (શક્કરિયાની કલેટ) ની રેસીપી શેર કરી છે જે વિવિધ શાકભાજી અને ફળ વગેરે ઉમેરી વડે બનાવવામાં આવી છે. આ સ્વીટ પોટેટો કટલેટ (Sweet Potato Cutlet) નવરાત્રી વ્રત માટે પરફેક્ટ ફરાળી નાસ્તો છે. અહીં જાણો રેસીપી (Recipe)

Advertisment
sweet potato cutlet recipe
નવરાત્રી રેસીપી શક્કરિયાની કટલેટ (Canva/Instagram)

આ પણ વાંચો: Mangoes : કેમ ખાતા પહેલા કેરી પાણીમાં પલાળવી જોઈએ ? જાણો

શક્કરિયાની કટલેટ વિષે :

તમે દરરોજ નિયમિત બટાકા ખાવાથી કંટાળી ગયા હોવ ત્યારે શક્કરિયાનું સેવન કરી શકો છો. સૌથી સારી વાત એ છે કે જે વાનગી તમે બટાકામાંથી બનાવામાં માંગો છો તે શક્કરિયામાંથી પણ બનાવી શકો છો, જેમ કે, સક્કરીયાની સુકીભાજી, શક્કરિયાની કટલેટ વગેરે.

શક્કરિયાની કટલેટ બનાવની સામગ્રી :

  • રાજગરાનો લોટ અથવા શિંગોડાનો લોટ (જે અવેલબલ હોય તે)
  • 1 બાઉલ બાફેલા સક્કરીયા
  • 1 ચમચી શેકેલું જીરું પાવડર
  • 1 ચમચી આદુ-લીલા મરચાની પેસ્ટ
  • 1 ચમચી ચાટ મસાલો
  • ચપટી રોક સોલ્ટ
  • ½ ચમચી લાલ મરચું પાવડર
  • ¼ ચમચી ગરમ મસાલા પાવડર
  • 1 ચમચી લીંબુનો રસ

આ પણ વાંચો: Summer Diet : આ ‘આરબ’ રેસીપી ગરમી, થાક, કબજિયાતમાં આપી શકે રાહત, જાણો અહીં

Advertisment

શક્કરિયાની કટલેટ બનાવની રીત :

  • સૌ પ્રથમ પ્રેશર કુકરમાં શક્કરિયાને પાણી સાથે અને ¼ ચમચી મીઠું નાખી બાફી લો.
  • મીડીયમ તા પર 3 થી 4 સીટી કરી શક્કરિયા બફાઈ એટલે છાલ કાઢી લો.
  • હવે ઠરી ગયેલ સક્કરીયાને મેશર વડે સારી રીતે મેશ કરો.
  • હવે બધા મસાલા ઉમેરો જેમાં શેકેલું જીરું પાવડર, આમચુર પાવડર, આદુ-લીલા મરચાની પેસ્ટ ઉમેરો અને મિક્ષ કરો.
  • ત્યારબાદ ચાટ મસાલો, ગરમ મસાલા પાવડર, લીંબુનો રસ નાખી સારી રીતે મિક્ષ કરો.
  • હવે સ્વાદ મુજબ રોક સોલ્ટ ઉમેરો.
  • હવે શિંગોડાનો લોટ અથવા રાજગરાનો લોટ જરૂર મુજબ એડ કરો અને સારી રીતે મિક્ષ કરો.
  • હવે મધ્યમ કદના કટલેટને આકાર આપો.
  • કટલેટ્સને 2 થી 3 ચમચી તેલમાં તળી લો અથવા શેલો ફ્રાય કરી લો.
  • કોથમીરથી ગાર્નિશ કરો અને સ્વીટ પોટેટો કટલેટને ચટણી સાથે સર્વ કરો.

વ્રત માટે શક્કરિયા સુપરફૂડ તરીકે ગણવામાં આવે છે. તેના સ્વાસ્થ્ય ફાયદાને લીધે બટાકાની જગ્યાએ પસંદ કરવામાં આવે છે.
શક્કરિયા કાર્બોહાઇડ્રેટ્સમાં ઓછા હોય છે, અને તે વિટામિન્સ, મિનરલ્સ, ફાઇબર અને બીટા કેરોટીન જેવા એન્ટીઑકિસડન્ટ્સ જેવા પોષક તત્વોનું પાવરહાઉસ પણ છે.
તે તમારી રોગપ્રતિકારક શક્તિ અને પાચન તંત્ર, ત્વચા, હાડકાં, મગજ, દ્રષ્ટિ અને પ્રજનન સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ છે.

જીવનશૈલી navratri