/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/Sweet-potato-chaat.jpg)
Sweet potato chaat recipe: હેલ્થી અને ટેસ્ટી સ્વીટ પોટેટો ચાટ રેસીપી (Meghna’s Food Magic/Instagram)
Navratri Recipe : ચૈત્ર નવરાત્રી (Navratri) ની શરૂઆત થઇ ગઈ છે. નવરાત્રી દરમિયાન માતાજી ની ભક્તિ અને આરાધના કરવામાં આવે છે. ઘણા ભક્તો નવરાત્રીના ઉપવાસ પણ કરે છે,જેમાં ફરાળ કરવામાં આવે છે, જો તમે પણ નવરાત્રીના ઉપવાસ દરમિયાન કંઈક સ્વાદિષ્ટ ખાવાની ઈચ્છા છે? તો અહીં શેફ મેઘનાએ હેલ્થી અને ટેસ્ટી એવી સ્પેશિયલ નવરાત્રી રેસીપી (Navratri Recipe) શેર કરી છે, જે તમે ફરાળમાં બનાવી શકો છો.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/Sweet-potato-chaat-recipe.jpg)
તમે એરફ્રાઈડ કરેલા શક્કરિયામાંથી ફરાળી ચાટ તૈયાર કરી શકો છો, તે ફ્લેવર અને ટેક્સચરનું પરફેક્ટ કોમ્બિનેશન છે જે તમારી રેસીપીનો સ્વાદ વધારશે. આ ચાટ માત્ર સ્વાદિષ્ટ જ નથી પરંતુ હેલ્થી પણ છે, જે તે ઉપવાસ માટે બેસ્ટ ઓપ્શન છે. શક્કરીયામાં ફાઇબર અને એન્ટીઑકિસડન્ટો વધુ હોય છે, જાણો રેસીપી
આ પણ વાંચો: Navratri Recipe : નવરાત્રીના ઉપવાસમાં બનાવો ફરાળી શક્કરિયાની કટલેટ, જાણો રેસીપી
સ્વીટ પોટેટો ચાટ માટે સામગ્રી :
- 2 બાફેલા શક્કરીયા
- 1-2 ચમચી ઘી
- સ્વાદ અનુસાર રોક સોલ્ટ
- 1/2 ટીસ્પૂન જીરું
ચટણી બનાવવા માટે સામગ્રી :
- 1 લીંબુ
- 1 ચમચી મગફળી
- 1 મોટી બંચ કોથમીર
- રોક સોલ્ટ
સર્વિંગ માટે :
- લીલી ચટણી
- ગોળ આમલીની ચટણી
- દહીં
- દાડમના દાણા
- શેકેલા મખાના અને મગફળી
આ પણ વાંચો: Navratri Recipe : નવરાત્રીના ઉપવાસમાં શેફ કૃણાલ કપૂરની સાંબા ઉપમા રેસિપી એનર્જીથી ભરપૂર રાખશે
સ્વીટ પોટેટો ચાટની રેસીપી
- સૌ પ્રથમ શક્કરિયાને બાફી લો અથવા એર ફ્રાય કરી લો, બાફેલા સક્કરીયાને સમારીને એક બાઉલમાં ટ્રાન્સફર કરો, જેમાં 1-2 ચમચી ઘી ઉમેરો, રોક સોલ્ટ અને જીરું ઉમેરો હવે સારી રીતે મિક્સ કરો અને બધા ટુકડાને એર ફ્રાયર ટ્રેમાં લો.આ મિક્ષરને 180⁰ પર 20 મિનિટ માટે એર ફ્રાય કરો
- હવે ચટણી બનાવવા માટે મિક્સર જારમાં 1 ચમચી મગફળી લો, 1 ટીસ્પૂન જીરું, લીલા મરચા, 1 મોટી બંચ કોથમીર, 1 લીંબુનો રસ અને સેંધા નમક ઉમેરો અને બ્લેન્ડ કરી લો.
- આ તૈયાર ચટણીને એક બાઉલમાં ટ્રાન્સફર કરો, એર ફ્રાઈડ શક્કરિયાને સર્વિંગ પ્લેટમાં લો, દહીં, ગોળ આમલીની ચટણી, લીલી ચટણી, શેકેલા મખાના અને મગફળી, દાડમના દાણા, રોક સોલ્ટ અને શેકેલું જીરું ઉમેરો. હવે આ હેલ્થી અને સ્વાદિષ્ટ શક્કરિયા ચાટને સર્વ કરો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us