સાબુદાણા પલાળ્યા વગર માત્ર 10 મિનિટમાં બનાવો ખીચડી, જાણો સરળ રીત

sabudana khichdi recipe : ઉપવાસમાં નાસ્તામાં તમે સાબુદાણાની ખીચડી બનાવીને ખાઈ શકો છો. વધુ ખાસ વાત એ છે કે આ માટે તમારે સાબુદાણાને આખી રાત પાણીમાં પલાળવાની પણ જરૂર નહીં પડે. અહીં અમે તમને એક કમાલની રીત જણાવી રહ્યા છીએ

sabudana khichdi recipe : ઉપવાસમાં નાસ્તામાં તમે સાબુદાણાની ખીચડી બનાવીને ખાઈ શકો છો. વધુ ખાસ વાત એ છે કે આ માટે તમારે સાબુદાણાને આખી રાત પાણીમાં પલાળવાની પણ જરૂર નહીં પડે. અહીં અમે તમને એક કમાલની રીત જણાવી રહ્યા છીએ

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
sabudana khichdi recipe, sabudana khichdi

આ રેસીપીને માસ્ટર શેફ પંકજ ભદોરિયાએ તેમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે. (P.C- @masterchefpankajbhadouria/Instagram)

Navratri Breakfast Recipe, સાબુદાણા ખીચડી રેસીપી : આજે નવરાત્રીનો પાંચમો દિવસ છે. નવરાત્રીમાં ઘણા લોકો ઉપવાસ કરે છે. જો તમે પણ ઉપવાસ કરી રહ્યા હોય તો આ આર્ટીકલ તમારા માટે ખૂબ મદદરૂપ થઇ શકે છે. ઉપવાસ દરમિયાન ખાસ કરીને સવારના નાસ્તામાં એવું શું ખાવું કે જેનાથી આખો દિવસ ઊર્જા રહે. આ પ્રશ્ન ઘણીવાર લોકોના મનમાં હોય છે. આ માટે અમે અહીં એક ખાસ રેસિપી લઇને આવ્યા છીએ.

Advertisment

નાસ્તામાં તમે સાબુદાણાની ખીચડી બનાવીને ખાઈ શકો છો. વધુ ખાસ વાત એ છે કે આ માટે તમારે સાબુદાણાને આખી રાત પાણીમાં પલાળવાની પણ જરૂર નહીં પડે. અહીં અમે તમને એક કમાલની રીત જણાવી રહ્યા છીએ, જેની મદદથી તમે સાબુદાણાને પલાળ્યા વગર માત્ર 10 મિનિટમાં જ ટેસ્ટી ખીચડી બનાવી શકો છો. આ પદ્ધતિને માસ્ટર શેફ પંકજ ભદોરિયાએ તેમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે. ચાલો જાણીએ તેમાંથી ખીચડી બનાવવાની સ્ટેપ બાય સ્ટેપ રીત.

સામગ્રી

  • 1.5 કપ સાબુદાણા
  • દેશી ઘી
  • 1/2 ચમચી મીઠું
  • 1/2 ચમચી ખાંડ
  • 1 કપ મગફળી
  • 1 ચમચી જીરું
  • ઝીણું સમારેલું આદુ
  • ઝીણા સમારેલા લીલા મરચાં
  • 2 બાફેલા બટાકા
  • ટામેટાં
  • ઉપવાસનું મીઠું

આ પણ વાંચો - ઉપવાસમાં પણ ખાઇ શકો છો નારિયેળની બરફી, ઘરે ફટાફટ આવી રીતે કરો તૈયાર

Advertisment

સાબુદાણાને પલાળ્યા વગર ખીચડી કેવી રીતે બનાવવી?

  • આ માટે એક બાઉલમાં સાબુદાણા લઈ તેને ચોખ્ખા પાણીથી બેથી ત્રણ વખત બરાબર ધોઈ લો.
  • હવે આ ધોયેલા સાબુદાણામાં એક ચમચી દેશી ઘી, 1/2 ચમચી મીઠું અને 1/2 ચમચી ખાંડ નાખીને સારી રીતે મિક્સ કરી લો.
  • આમ કર્યા પછી સાબુદાણાને સ્ટીલના ટિફિનમાં નાખીને તેને માપી લો અને તેમાં 5 ચમચી પાણી ઉમેરો.
  • હવે પ્રેશર કૂકરમાં 1/2 ઈંચ પાણી ભરી તેમાં સાબુદાણા ભરેલા ટિફિનને ઢાંકીને 4 સીટી વાગવા માટે મૂકી દો.
  • આ દરમિયાન કડાઇમાં એક કપ શિંગદાણા ઉમેરીને થોડા-થોડા તળી લો.
  • ચાર સીટી વાગ્યા પછી કુકરમાંથી ગેસ નીકળવા દો અને પછી તેમાંથી સાબુદાણાનું ટિફિન કાઢીને એક મોટા બાઉલમાં સાબુદાણા ભરી લો.
  • આમ કર્યા બાદ સાબુદાણાના બાઉલમાં ફ્રિજનું ઠંડુ પાણી ભરો અને હાથની મદદથી સાબુદાણાને હલકા હાથે મસળી લો. આનાથી સાબુદાણાનો એક-એક દાણો અલગ થઇ જશે.
  • આમ કર્યા બાદ પાણીને ગાળીને અલગ કરો અને ગેસ પર એક કડાઇ ગરમ કરવા માટે રાખો.
  • કડાઇ ગરમ થઈ જાય એટલે તેમાં 2 ચમચી દેશી ઘી ઉમેરી તેમાં એક ચમચી જીરું નાખીને શેકી લો.
  • હવે આ કડાઇમાં ઝીણા સમારેલા આદુ અને ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરી શેકી લો.
  • આ પછી કડાઇમાં 2 બાફેલા બટાટા ઉમેરીને તેને હલકા હાથે શેકી લો.
  • બટાકા શેકાઈ જાય એટલે તેમાં ઝીણા સમારેલા ટામેટા નાખીને બધી વસ્તુઓ મિક્સ કરી 2થી 3 મિનિટ ઢાંકીને રહેવા દો.
  • નિયત સમય બાદ કડાઇમાં સ્વાદ મુજબ ઉપવાસનું મીઠું ઉમેરો.
  • આ પછી કડાઇમાં શેકેલા શીંગદાણા અને સાબુદાણા ઉમેરો અને તેને હલાવો.
  • કડાઇને ઢાંકીને 2-3 મિનિટ સુધી રહેવા દો.
  • આ રીતે તમારી ટેસ્ટી સાબુદાણાની ખીચડી તૈયાર થઈ જશે.
રેસીપી જીવનશૈલી