Navratri Trendy Garba Outfit & makeup Tips | નવરાત્રી (Navratri) ની શરૂઆત આજથી થઇ ગઈ છે આજે માતાજીનું પહેલું નોરતું છે. કલરફુલ ચણિયા ચોળી દરેક જગ્યાએ લોકપ્રિય બની જાય છે. છોકરીઓ અને યુવતીઓ ખાસ કરીને ગરબા માટે ચણિયા ચોળી પહેરવાનું પસંદ કરે છે. આ ટ્રેડિશનલ આઉટફિટ ફક્ત તહેવારના રંગોને પ્રતિબિંબિત કરતું નથી પણ દેખાવને ખૂબ જ સુંદર પણ બનાવે છે.
નવરાત્રી આ વર્ષે 22 સપ્ટેમ્બરથી શરૂ થઈ 2 ઓક્ટોબર સુધી ચાલશે. જો તમે પણ આ નવ રાત્રિ દરમિયાન દરરોજ અલગ અને ખાસ લુકમાં રમવા માંગતા હોવ તો અહીં તમારા માટે ટ્રેન્ડિંગ ચણીયા ચોળીની ડિઝાઇન અને તેના પર કેવો મેકઅપ કરવો તે વિશે વાત કરી છે, જે તમારા લુકને સ્ટાઇલિશ ગ્લેમરસ બનાવશે.
નવરાત્રી ટ્રેન્ડી ગરબા ચણિયાચોળી આઉટફિટ અને મેકઅપ ટિપ્સ
- ડાર્ક કલર : ઘણી છોકરીઓ અને સ્ત્રીઓ એવી હોય છે જેમને બોલ્ડ રંગો ગમે છે, જેના કારણે તેઓ કોઈપણ તહેવારમાં અલગ દેખાવા માંગે છે, આવી સ્થિતિમાં જાંબલી રંગ તમને એક અલગ અને બોલ્ડ લુક આપશે. તેના પર મેકઅપની વાત કરીયે તો તમે શિમર લુક માટે સિલ્વર અને પર્પલ આઇલાઇનર, આઈશેડો કરી શકો છો, ઘણા વધુ આકર્ષક અને બોલ્સ લુક માટે પર્પલ લિપસ્ટિક પણ પસંદ કરે છે.
- મલ્ટીકલર ચણીયા ચોળી : કેટલીક સ્ત્રીઓ ચણિયા ચોળી દ્વારા પોતાની ઓળખ વ્યક્ત કરે છે, ઉદાહરણ તરીકે, જો તમે કલરફુલ કપડાં ગમે છે તો તમે આ મલ્ટીકલર ચણિયા ચોળી અજમાવી શકો છો, તે ખૂબ જ સુંદર દેખાશે. એના પર તમે આલિયા ભટ્ટ સ્ટાઇલ લુક મેળવવા માટે નેચરલ મેકઅપ કરીને લુકને યુનિક ટચ આપી શકો છો.
- મિરર વર્ક ચણીયા ચોળી : હાલમાં મિરર વર્ક ચણિયા ચોલીનો ખૂબ જ ક્રેઝ છે, સ્ત્રીઓ, છોકરીઓ, બધાને ગરબા રમવા માટે આ ચણિયા ચોલી ખૂબ જ ગમે છે. મિરર વર્ક ચણીયા ચોળી પહેરી ગરબા રમવામાં આવે છે ત્યારે લાઈટ તેના પર પડે એ યુનિક ચળકાટ આપે છે, તમે આ લુક માટે લાઈટ નેચરલ એલિગન્ટ મેકઅપ કરી શકો છો, થોડી શિમર અને સાઈની ટચ આપીને વધુ આકર્ષક લુક મેળવી શકો છો.
- લાલ અને સફેદ ચણીયા ચોળી : લાલ રંગ દેવી દુર્ગાનો પ્રિય રંગ છે, તેથી તમે આ લાલ ચણિયા ચોલી અજમાવી શકો છો. તે તમારા લુકને નિખારશે. એના પર તમે મેચિંગ ઇયરિંગસ, મેચિંગ આઈ લાઈનર, મેચિંગ આઈશેડો કરી શકો છો.
- પેસ્ટલ કલર : હાલમાં બજારમાં લોકોને પેસ્ટલ રંગો વધુ ગમે છે, તેથી જો તમે આછા ગુલાબી રંગની ચણિયા ચોલી પહેરો છો, તો તમે આખા ગરબા વાતાવરણમાં અલગ અને સૌથી સુંદર દેખાશો.





