નવરાત્રી ઉપવાસ : સવારે નાસ્તામાં શું ખાવાથી દિવસભર રહેશે એનર્જી, નહીં લાગે ભૂખ

Navratri Upvas : નવરાત્રીમાં ભક્તો નવ દિવસ સુધી માના વિવિધ સ્વરૂપોની પૂજા કરે છે. ઘણા લોકો આ સમય દરમિયાન ઉપવાસ પણ કરે છે. ઉપવાસ દરમિયાન સવારે શું ખાવું જોઈએ, જેથી દિવસભર ઉર્જા રહે

Written by Ashish Goyal
October 03, 2024 17:03 IST
નવરાત્રી ઉપવાસ : સવારે નાસ્તામાં શું ખાવાથી દિવસભર રહેશે એનર્જી, નહીં લાગે ભૂખ
નવરાત્રીમાં ઉપવાસ દરમિયાન શું ખાવું અને શું ન ખાવું, ભક્તોએ તેનું ખૂબ જ ધ્યાન રાખવું પડે છે (તસવીર - ફ્રીપીક)

Navratri Upvas Breakfast, નવરાત્રી ઉપવાસ ફૂડ : નવરાત્રીનો પવિત્ર તહેવાર આજથી એટલે કે ગુરુવાર, 3 ઓક્ટોબરને શરૂ થઈ ગયો છે. નવરાત્રીમાં ભક્તો નવ દિવસ સુધી માના વિવિધ સ્વરૂપોની પૂજા કરે છે. ઘણા લોકો આ સમય દરમિયાન ઉપવાસ પણ કરે છે. ઉપવાસ દરમિયાન શું ખાવું અને શું ન ખાવું, ભક્તોએ તેનું ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. નવ દિવસ સુધી ભક્તોએ પણ અનેક નિયમોનું પાલન કરવું પડે છે.

ભક્તો કરે છે અનુષ્ઠાન

નવરાત્રીના નવ દિવસ સુધી ભક્તો ઉપવાસ રાખે છે તેમજ માતાના આશીર્વાદ મેળવવા માટે ઘણા પ્રકારના અનુષ્ઠાન પણ કરે છે. સાથે જ નવરાત્રીના પાવન પર્વ પર ઉપવાસ દરમિયાન સવારે શું ખાવું જોઈએ, જેથી દિવસભર ઉર્જા રહે. આજે અમે તમને આ વિશેની માહિતી આ લેખમાં જણાવીશું

ઉપવાસ દરમિયાન સવારે શું ખાવું?

નવરાત્રીના પહેલા દિવસે ઉપવાસ દરમિયાન તમે દહીંમાં નટ્સ નાખીને ખાઈ શકો છો. તેમાં વધુ પ્રોટીન અને ફાઇબર હોય છે, જે ભૂખને નિયંત્રિત કરે છે. આ તમને દિવસભર ઉર્જાવાન રાખી શકે છે. ફાયબર ખાવાથી તમને આખો દિવસ પેટ ભરેલું હોય તેવું અનુભવ છો અને પ્રોટીન ખોરાકની તૃષ્ણાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, તેમજ આખો દિવસ તમને ઊર્જાવાન પણ રાખે છે.

આ પણ વાંચો – સાબુદાણા અસલી છે કે નકલી, આવી રીતે ઓળખો? ઉપવાસમાં ખાતા પહેલા જાણી લો

દહીંમાં નટ્સ અને ફળો ઉમેરવાથી તમને એકસાથે મોટી માત્રામાં કેલરી, પ્રોટીન અને ફાયબર મળશે, જેથી તમે આખો દિવસ ઊર્જાસભર અનુભવશો. આ સિવાય તમે દૂધ અને કેળા પણ ખાઈ શકો છો, તમે તેમાં લાઈટ ડ્રાયફ્રૂટ પણ ઉમેરી શકો છો. તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે.

ડિસ્ક્લેમરઃ લેખમાં લખેલી સલાહ અને સૂચનો ફક્ત સામાન્ય માહિતી જ છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે ડોક્ટરની સલાહ લો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ